ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

મિત્રો લગભગ કોઈ પણ વ્યક્તિ બીમાર અથવા તો કોઈ રોગથી પીડાય તો તે પ્રથમ મુલાકાત ડોક્ટરની લેતા હોય છે. હોસ્પિટલ પર લગભગ લોકોને પૂર્ણ વિશ્વાસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ખુલાસા વિશે જણાવશું, જેને જાણીને તમે દંગ રહી જશો. દરેક વ્યક્તિ પોતાની બીમારી સાથે હોસ્પિટલમાં જાય છે અને ત્યાંથી ચોક્કસ નિદાન થાય તે આશા હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ડોક્ટરોની ભૂલના કારણે વર્ષે કેટલાય લોકોના મૃત્યુ થાય છે તેના વિશે. તે આંકડો જાણીને તમે પણ દંગ રહી જશો. માટે આ લેખ અવશ્ય વાંચો અને મેળવો યોગ્ય માહિતી.

ડોક્ટરોની ભૂલના કારણે લગભગ દર વર્ષે 13.8 કરોડ કરતા વધારે દર્દીને નુકશાન પહોંચે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ‘વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે’ ના થોડા દિવસો પહેલા આ ચેતવણી આપી હતી. એક સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર, WHO ની રોગી-સુરક્ષા સમન્વયક ડો. નીલમ ઢીંગરા-કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બીમારીની સાચી ઓળખ ન કરી શકવી, દવાના નુસ્ખા અને ઈલાજમાં ભૂલો અને દવાઓનું અનુચિત સેવન આ ત્રણ મુખ્ય કારણે છે કે, આટલા બધા જ રોગીઓને નુકશાન ભોગવવું પડ્યું. ડોક્ટરો દ્વારા આ ત્રણ ભૂલો ગણ બધા મરીઝને અસર કરે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આવી ભૂલો એટલા માટે થાય છે કેમ કે સ્વાસ્થ્ય પ્રણાલી આ ભૂલોને સાચી રીતે નિપટવા અને તેને શીખવા માટે ઉપયુક્ત રૂપે તૈયાર નથી. તેમણે સ્વીકાર કર્યો કે, ઘણી હોસ્પિટલ એવું છુપાવે છે કે તેમણે કંઈ પણ ખોટું કર્યું જ નથી. ભવિષ્યમાં આવું ફરીવાર ન થાય તેના માટે કોઈ પણ કદમ નથી લેતા. હોસ્પિટલો અને ડોક્ટરો આવી ભૂલોને દબાવી દેતા હોય છે.

WHO દ્વારા જણાવવામાં આવેલ આંકડા માત્ર મધ્યમ અને નિમ્ન આર્થિક સ્થિતિ વાળા દેશોને દર્શાવે છે, જેની વૈશ્વિક જનસંખ્યા 80% જેટલી હોય. પરંતુ વાત કરીએ વિકસિત દેશને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો વાસ્તવિક સંખ્યા વધારે પણ હોય શકે છે, કેમ કે વિકસિત દેશોમાં પણ પ્રત્યેક 10 માંથી એક મરીઝ ડોક્ટરની ભૂલનો શિકાર બને છે.

આ ભૂલોના ઉદાહરણના આધાર પર જોઈએ તો બ્લડ ટ્રાન્સફ્યુશન અથવા એક્સ-રે કરવામાં ભૂલ, ખોટું અંગ કાપીને કાઢી નાખવું, બીમારી વાળા વિસ્તાર’માં સર્જરી ન કરવાના બદલે ખોટા હિસ્સામાં સર્જરી કરી નાખવી વગેરે. તેના સિવાય નાની નાની ઘણી ભૂલો સામે આવે છે. પરંતુ તેને હોસ્પિટલ અને ડોક્ટરો દ્વારા દબાવી દેવામાં આવે છે. ડો. નીલમે એવા પરિબળોને હવાલો આપ્યો જે આ પ્રકારની ભૂલોનું કારણ બનતા હોય. જેમ કે અમુક હોસ્પિટલમાં સ્પષ્ટ ઉચ્ચ પદના ડોક્ટરની કમી અથવા તો કર્મચારીઓની વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ હોય છે. જેના કારણે પણ આવી ભૂલો થાય છે. કેમ કે દર્દી પાસેથી ઘણી વાર ડોક્ટરો સંપૂર્ણ માહિતી નથી લેતા. જેના કારણે ખોટી દવા આપાય જવા જેવી ભૂલો થાય છે.

જીનેવા આધારિત સંગઠન અનુસાર, દુનિયાભરમાં માત્ર દવાના ખોટા નુસ્ખા થવાના કારણે હેલ્થકેર સિસ્ટમને લગભગ 42 અરબ ડોલર (37 અરબ યુરો) નું નુકશાન થયું છે. આ સમસ્યાઓ વિશે જાગરૂકતા વધારવા માટે દર વર્ષે WHO દ્વારા 17 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ પેશન્ટ સેફટી ડે મનાવે છે. જેમાં પેશન્ટને જાગૃત કરવામાં આવે છે. તેમાં લોકોને સામાન્ય મેડિકલ નોલેજ પણ પૂરું પાડવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment