પતિની યાદમાં 13 વર્ષ દરમિયાન આ મહિલાએ 73 હજાર છોડ રોપ્યા

પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોવો એ માનવીનો ધર્મ છે. કારણ કે માણસ પ્રકૃતિની ગોદમાં જ પોતાની સર્વ ક્રિયાઓ કરે છે. પોતાનું બાળપણથી લઈને મૃત્યુ સુધીનું પર્યટન તે કુદરતના ખોળે જ વિતાવે છે. પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ કે આ ધરતી પર વૃક્ષોનું પ્રમાણ નિરંતર ઘટી રહ્યું છે. જ્યારે આ વૃક્ષો જ માનવીના અસ્તિત્વનો આધાર છે. ત્યારે વૃક્ષો એ માનવીને નવજીવન આપે છે. તો આવા વૃક્ષોનું વાવેતર અને તેની જાળવણી આપણી  ફરજ છે. તો ચાલો વૃક્ષો વાવી અને આવનાર નવી પેઢીને તે ઉપયોગી બનીએ. પરંતુ તે માટે એક માણસે પોતાનો આ ધર્મને ખુબ જ સારી રીતે નિભાવ્યો છે. તો ચાલો જાણીએ તેના વિશે. 

જેમ તમે જાણો જ છો કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે મનાવવામાં આવે છે. આ સમયે હવાનું પ્રદૂષણ જોખમી તબક્કે પહોંચી ગયું છે. તેને બચાવવાના પ્રયત્નોની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. તે જ સમયે, નિષ્ણાંતો તેમનો અભિપ્રાય આપે છે કે આજથી, જો આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે કાર્ય કરીએ, તો આપણે આપણી આગામી પેઢી માટે ઘણું બચાવી શકીશું.

આવા એક પ્રયાસ રૂપે જ બેંગલુરુથી 68 વર્ષીય જેનેટ યજ્ઞેશ્વરે અગાઉ જ પર્યાવરણને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે અને તે તેના પર ખુબ જ જોરશોરથી કામ કરી રહી છે. જ્યારે જેનેટની એક પાસે જ એકલા 75000 રોપાઓ વાવવાનો રેકોર્ડ છે. ખરેખર જેનેટ તેના પતિની યાદમાં આ બધા છોડનું  વાવેતર કરી રહી છે. જેનેટને રોપણી રોપવાનો આ વિશેષ વિચાર 107 વર્ષીય પર્યાવરણવિદ સલુમારાદા થિમ્કા પાસેથી મળ્યો હતો. આ વર્ષે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.

અહેવાલો અનુસાર જેનેટના પતિ આર.એસ. યજ્ઞેશ્વરનનું 2005 માં અવસાન થયું હતું. બેંગલુરુમાં વિકાસના નામે મોટા પાયે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા. આ જોઈને જેનેટને વિચાર આવ્યો તે પોતાની આસપાસની વસ્તુઓમાં પરિવર્તન લાવશે. જેનેટે વૃક્ષોને કાપવા સામે ઝુંબેશ કરવાને બદલે રચનાત્મક દિશામાં પોતાનું કામ કરવાનું શરૂ દીધું. જેનેટે પ્લાન્ટેશન ડ્રાઇવ શરૂ કરી છે.

આગળ વાત કરીએ તો જેનેટે શરૂઆત તેના ઘરેથી કરી હતી, તેણીએ સૌ પ્રથમ તેના બગીચામાં રોપાઓ રોપવાનું શરૂ કર્યું. તે પછી જેનેટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ શરૂ કર્યું. જ્યારે જેનેટે લોકોને કહ્યું કે તેમાંના ઘણા સહમત છે, જ્યારે કેટલાક તેના આ કામ સાથે અસહમત હતા. પરંતુ જેનેટને લોકોનો ટેકો ન મળ્યો. ત્યારે તે નિરાશ ન થઈ અને તેણે પોતાનું કામ શરૂ જ રાખ્યું.

જેનેટે આ કામ કરવા માટે પ્રથમ તો છોડના વાવેતર માટે કર્ણાટક અને તમિલનાડુની યાત્રા કરી હતી. જ્યારે જેનેટે આ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે મોટાભાગના પૈસા તેના ખિસ્સામાંથી રોપાઓ રોપવા ખર્ચાઈ ગયા હતા. હવે આ અભિયાન મોટા પ્રમાણમાં ફેલાવવા લાગ્યું હતું. પરંતુ હવે લોકો તેને વાવણી માટે દાન પણ આપે છે.

જેનેટ તે વિસ્તારોમાં પણ કામ કરી રહી છે જ્યાં કુદરતી આપત્તિઓએ તબાહી મચાવી છે. જેનેટના પ્રોજેક્ટનું નામ થેંગજા છે. હવે તેણે ગાઝા ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં 1000 નાળિયેર છોડ વાવવાનું લક્ષ્ય બનાવ્યું છે.

જેનેટ વિશે વિગતે વાત કરીએ તો લેન્ડસ્કેપ ડિઝાઇનિંગ સુધીનું ભણતર જેનેટે કર્યું છે. આથી જ જેનેટ સારી રીતે જાણે છે, ક્યાં સ્થળે કેટલા છોડ લગાવવાની જરૂર છે. જેનેટ તેનું અભિયાન સંગઠિત રીતે ચલાવી રહી છે. જેનેટે જણાવ્યું હતું કે જે લોકો તેને કોઈપણ જગ્યાએ રોપવાનું કહે છે, તે ત્યાં પોતાની ટીમ સાથે જઈને છોડ વાવે છે.

Leave a Comment