માર્કેટમાં આવ્યું Xiaomi ઇલેક્ટ્રિક ટુથ બ્રશ, જાણો કિંમત અને ફાયદાઓ

મિત્રો દરેક વ્યક્તિની સવાર લગભગ ટૂથબ્રશ સાથે જ થાય છે. કેમ કે વાસી મોંએ ઘણા લોકો પાણીનું સેવન પણ ન કરતા હોય. તો મિત્રો આજે અમે તમને એક એવા ટૂથબ્રશ વિશે જણાવશું જેને જાણીને અને જોઇને તમે દંગ રહી જશો. તો ચાલો જાણીએ કેવું છે એ ટૂથબ્રશ. 

મિત્રો ચીનની શાઓમી કંપની આજકાલ માર્કેટમાં ઘણા બધા નવા ગેઝેટ્સ લોંચ કરે છે. તો તેમણે હાલમાં જ એક ટૂથબ્રશ પણ લોંચ કર્યું છે. જે લેટેસ્ટ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ છે. આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મિજિયા કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આ કંપની દ્વારા લોકો માટે તેની કિંમત 1700 રૂપિયા જેવી રાખવામાં આવી છે. આ પ્રોડક્ટ 17 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું છે. લોકો ત્યાંથી ખરીદી શકશે. આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં 2200 mAh ની લિથિયમ આયન બેટરી મુકવામાં આવી છે. માત્ર એક જ વાર ચાર્જ કરવામાં આવે તો આ બ્રશ 45 દિવસ સુધી કામ આપશે. 

આ ટૂથબ્રશને ચાર્જ કરવા માટે USB ટાઈપ-C કોડનો પોર્ટ મુકવામાં આવ્યો છે. જેમાં નવી ઇન્ટેલિજન્ટ મેગ્નેટ મોટર મુકવામાં આવી છે અને તે 140PSI નો વોટર પ્રેશર પણ જનરેટ કરે છે. આ ટેકનોલોજીથી યુઝરના મોં માં બધા જ ખૂણાની સાફસફાઈ થઇ જાય છે. 

આ કંપની એવો દાવો કરે છે કે, આ ટૂથબ્રશમાં રહેલ હાઈ પ્રેશર દાંતની દરેક કેવિટીને ખતમ કરી નાખે છે, જેના કારણે આપણા પેઢા સાફ થઇ જય છે. આ ટૂથબ્રશ આપણા દાંતમાં ફસાયેલા ખોરાકને તો સાફ કરે જ છે, પરંતુ સાથે સાથે આપણા મોંના પેઢાનું મસાજ પણ કરી નાખે છે. અને તે જ કારણથી આપણા મોં માં બ્લીડીંગની સમસ્યા ઉભી નથી થતી. 

Leave a Comment