માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે માંસાહાર કરવો તે યોગ્ય છે કે નહિ. આ મુદ્દે ઘણા સમયથી લોકો ચર્ચાઓ કરતા આવે છે. જેમાં અમુક લોકોનું માનવું છે કે માંસાહાર કરવો યોગ્ય છે અને ઘણા લોકોનું માનવું છે કે માંસાહાર કરવો તે અયોગ્ય છે. જે લોકો એવું માને છે કે, માંસાહાર કરવો તે યોગ્ય છે. તે લોકો એવું જણાવે છે કે માંસાહાર કરવો યોગ્ય ન હોય તો વનસ્પતિનું સેવન પણ યોગ્ય ન ગણાય. કેમ કે વૃક્ષ અને વનસ્પતિમાં પણ જીવ હોય છે અને તેનું સેવન કરવામાં આવે તો પણ જીવ હત્યાનું પાપ લાગે.

તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, અનાજ, વનસ્પતિનું સેવન કરવું પાપનો ભાગ કેમ નથી અને માંસાહાર કરવો તે પાપ શા માટે માનવામાં આવે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. પહેલા આપણે એક ઉદાહરણ સમજી લઈએ, જેના દ્વારા આખી વાત તમને મગજમાં બેસી જશે.  જો તમારા ઘરમાં અચાનક જ આગ લાગી જાય અને તમારા જ ઘરમાં કુતરો ફસાય ગયો હોય, તો બચાવ કર્મચારી અંદર જઈને તે કુતરાને બચાવી લીધો. પરંતુ ત્યારે બચાવ કર્મચારી એવું ન કરે અને જુવે કે ઘરમાં ઘણી બધી શાકભાજી છે, અને તેને એવું લાગે છે શાકભાજીમાં પણ જીવ હોય છે. તો શું બચાવ કર્મચારી કુતરાને છોડીને શાકભાજીને બચાવશે ? એવું ક્યારેય ન બને શાકભાજીમાં ભલે જીવ હોય પણ, પરંતુ બચાવવા માટે કુતરાને પહેલું સ્થાન મળે. શાકભાજી સળગી જાય તો કોઈ રંજ ન થાય. જ્યારે કોઈ શ્વાસ લેતું પ્રાણી કે જીવ મૃત્યુ પામે અથવા તો મારવામાં આવે ત્યારે તેનું પાપ લાગે છે.

મિત્રો વૃક્ષો અને છોડમાં જીવ રહેલો હોય છે, તેની પાસે ફીલિંગ(લાગણીઓ) પણ રહેલી હોય છે. જો તમે કોઈ વૃક્ષ કે નાના છોડને ગાળો આપો, તો તમે જોશો કે તે વૃક્ષ થોડા જ દિવસમાં કરમાય જશે. કેમ કે તેમાં લાગણી રહેલી હોય છે.

પરંતુ તમને જણાવીએ વૃક્ષ અને છોડ પાસે એક વસ્તુ નથી હોતી જે જાનવરો પાસે હોય છે. તે વસ્તુ છે દિમાગ. લગભગ દરેક જાનવર કે જંતુ પાસે એક દિમાગ હોય છે. આપણી પાસે દિમાગ હોય છે, જ્યારે આપણને ક્યાંક શરીરના અંગમાં ઈજા થાય ત્યારે આપણને શરીરના અંગ સહીત દિમાગમાં પણ દર્દની અનુભૂતિ થાય છે. તે સમયે આપણને ખુબ જ દર્દ થાય છે. તો જ્યારે જાનવરોને લોકો કાપી નાખે ત્યારે તેને કેટલું દર્દ થતું હશે. તે સમયે તેના શરીરમાં ખુબ જ દર્દ થાય છે અને તે દર્દ આપનું દિમાગ જ વિચલિત કરે છે. તે સમયે ઘણા બધા કેમિકલ્સને વિચલિત કરે છે. જેમાં આપણને દર્દ થાય. પરંતુ એજ વસ્તુ વૃક્ષ અને છોડમાં નથી હોતું. કેમ કે તેને ઈશ્વરે અલગ રીતે બનાવ્યા છે. તો મિત્રો આપણને એવો વિચાર આવે કે વૃક્ષને અથવા કોઈ પણ વનસ્પતિને કાપતા સમયે તેને દર્દ ન થાય ? તમને જણાવી દઈએ કે તેને દર્દ થાય. પરંતુ જીવંત જે જાનવર શ્વાસ લઇ રહ્યા હોય તેને કાપતા સમયે જેટલું દર્દ થાય તેનાથી 100 ગણું ઓછું દર્દ વનસ્પતિને થાય છે. જીવતા જાનવરને કાપવામાં આવે તેની પીડા ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. માટે શાકાહાર ભોજનને શુદ્ધ માનવામાં આવે છે. અને માંસાહાર ભોજન એક જીવને મારીને ખાવામાં આવેલ વસ્તુ છે. જેને ક્યારેય શુદ્ધ ન કહી શકાય.

ઈશ્વરે વૃક્ષ અને છોડને એક અલગ શ્રેણીમાં રાખ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ એક પ્રકૃત્તિની દેન છે. ઈશ્વરે તેને શાકાહારી શ્રેણીમાં રાખ્યા છે. પરંતુ તમને તેની સાથે ખાસ વાત જણાવી દઈએ કે આપનું શરીર પણ શાકાહારી શરીર છે. ઈશ્વરે આપણા શરીરને એ પ્રકારે બનાવ્યું છે કે આપણે જીવનને આ બધી વનસ્પતિ ખાઈને જીવંત રહી શકીએ.  જાનવરની શ્રેણીમાં આપણે માણસ પણ આવીએ છીએ, તો માણસ અને જનાવર બંને પાસે દિમાગ હોય છે અને બંનેને પીડાનો અનુભવ થાય છે. પરંતુ વૃક્ષ પાસે દિમાગ નથી હોતું, માટે આપણે પ્રકૃત્તિ સાથે જોડાયેલા છીએ. માટે હંમેશા શાકાહારી ભોજન જ કરવું જોઈએ. માંસાહારી ભોજન સમય જતા આપણને ઘણી બધી બીમારી અને ઇન્ફેકશન આપી શકે છે. માટે વનસ્પતિ માત્રને માત્ર ઈશ્વરે આપણી વ્યવસ્થા માટે બનાવી છે. જ્યારે માંસાહાર એ માણસના ભોજન માટેની વસ્તુ જ નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment