એક્સપ્રેસ ટ્રેન કરતા પણ ઝડપી ઘોડો .. કિંમત છે 10 કરોડ | જાણો ખાસિયતો

મિત્રો આજે આ લેખમાં અમે તમને એક ઘોડા વિશે જણાવશું, અમે જે ઘોડા વિશે જણાવશું તે ઘોડો નથી, પરંતુ તે ઘણા રઇસનો એટલે કે પૈસા વાળા લોકોનું સપનું છે. આ ઘોડાની કિંમત એટલી વધારે છે કે, બે બેન્ટલી કાર આવી જાય. એટલું જ નહિ આ ઘોડો એટલો બધો ફેમસ છે કે તેને જોવા માટે લોકો દુર દુરથી આવે છે. આ ઘોડો મહારાષ્ટ્રમાં ચેતક નામનો ઉત્સવ થાય છે ત્યાં આવ્યો હતો. આ ઉત્સવ સારંગખેડામાં થાય છે. ત્યાં આ ઘોડો આવે છે. 

ઘોડાનું નામ છે “શાન” : આ ઘોડાનું નામ છે “શાન.” તેના માલિક તારા સિંહે આ શાન નામનો ઘોડો મારવાડી નસ્લનો છે. અને તે પંજાબ અમૃતસરનો છે. તારા સિંહ પણ અમૃતસરમાં જ રહે છે. 

ઘોડાના દોડવાની સ્પીડ : તારા સિંહે જણાવ્યું હતું કે, શાન અત્યારે દેશની ઘોડા દોડનો ચેમ્પિયન રહી ચુક્યો છે. આ ઘોડો એક એક્સપ્રેસ ટ્રેનની ગતિથી દોડે છે. તેની વધારે ગતિ, 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. ખુબ જ સ્પીડમાં આ ઘોડો દોડી શકે છે. 

આ ઘોડાની કિંમત : સારંગખેડામાં આયોજિત ચેતક ઉત્સવમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહીત અન્ય રાજ્યોમાં લગભગ 500 ઘોડા આવ્યા હતા. પરંતુ સૌથી વધારે ચર્ચા શાન ની રહી હતી. તેની કિંમત 10 કરોડ લગાવી હતી. જેની કિંમત જાણીને બધા દંગ રહી ગયા હતા. 

ઉંમર પ્રમાણેની ઉંચાઈ :  શાનની ઉંમર પાંચ વર્ષની છે. પરંતુ તેની ઉંચાઈ 5.5 ફૂટ છે. આ ઘોડો અત્યાર સુધીમાં પાંચ વાર ઘોડા દોડમાં ચેમ્પિયન રહી ચુક્યો છે. આ ઘોડો બે વાર મુક્તસર મેળામાં જીતી ચુક્યો છે, એક વાર પટિયાલામાં, એક વાર જોધપુરમાં અને એક વાર પુષ્કર રાજસ્થાનના મેળામાં ચેમ્પિયન રહી ચુક્યો છે. 

શાનનું આખા દિવસનું ડાયટ :  તારા સિંહે જણાવ્યું હતું કે, શાનને રોજનું 100 ગ્રામ દેશી ઘી ખવડાવવામાં આવે છે. સામાન્ય રીતે ભોજનમાં ચણા અને જવના દાણા ખવડાવવામાં આવે છે. શાન માટે રોજ લગભગ 500 રૂપિયાનો ખર્ચ થાય છે. તે 500 રૂપિયાનો ચારો ખાય છે. 

Leave a Comment