સુતા પહેલા પીવો આ “ચા”, પુરી રાત ઘટતું રહેશે વજન, શરીરની વધારાની ચરબી તો ઘટાડશે સાથે આવા ફાયદા પણ થશે

સુતા પહેલા પીવો આ “ચા”, પુરી રાત ઘટતું રહેશે વજન, શરીરની વધારાની ચરબી તો ઘટાડશે સાથે આવા ફાયદા પણ થશે

ચાલો મિત્રો આપણે જાણીએ કે સૂતા સમયે ચા પીવાથી વજન કઈ રીતે ઓછું થશે, અને એવી તે કઈ ચા છે જેને રાતે પીવાથી વજન ઘટે છે. જો તમે સુતા સમયે વજન ઓછું કરવા માંગતા હો, તો અમે આજે તમને આવી જ એક ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તે ચાનું નામ ઓલોંગ ટી છે, જે શરીરમાં ચરબીનું પ્રમાણ લગભગ 20 ટકા જેટલું ઝડપથી ઘટાડે છે.

આપણે બધા આપણા જીવનના કોઈક સમયે વજન ઘટાડવાના પ્રયત્ન કરીએ છીએ. પરંતુ વજન ઓછું કરવું એ ખુબ સરળ કાર્ય નથી. શરીરની અતિશય ચરબી ઘટાડવા માટે પુરતો સમય, ધેર્ય, સમર્પણ અને તંદુરસ્ત જીવનશૈલીની આવશ્યકતા છે. પરંતુ જો આપણે કહીએ કે હવે તમે સૂતા સમયે વજન ઘટાડી શકો છો, હા,યુનિવર્સીટી ઓફ ત્સુકાબાના નવા અધ્યયન મુજબ ઓલોંગ ચા પીવાથી તમારું વજન ઓછું થઇ શકે છે.

ઓલોંગ ચા ગ્રીન ટી જેટલી ફાયદાકારક છે. તે ચયાપચન પર હકારાત્મક અસર કરે છે. ઓલોંગ ચા પીવાના પરિણામો શોધવા માટે સશોધનકર્તાઓએ માનવ શરીરમાં ઉર્જા અને ચરબી ચયાપચન વિશેના અભ્યાસ હાથ ધર્યા. અભ્યાસના પરિણામો ન્યુટ્રીઅનટ્સ જર્નલમાં પ્રકાશિત થયા હતા. આ અધ્યયનમાં 20 થી 56 વર્ષની વયના 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે અઠવાડીયાના અધ્યયનમાં, સહભાગીઓને ત્રણ જૂથોમાં વહેચવામાં આવ્યા હતા અને ઓલોંગ ચા, કેફીન અને પ્લેસબો જેવા પીના આપવામાં આવ્યા હતા.

તેના તારણ દ્રારા દર્શાવામાં આવ્યું છે કે ઓલોંગ ચા અને શુદ્ધ કેફીન ચરબીનું પ્રમાણ પ્લેસબો કરતા 20 ટકા જેટલું ઝડપી ઘટાડે છે. ઊંઘ દરમિયાન સહાભાગીઓમાં ઓલોંગ ચા પીવાની સકારાત્મક અસર જોવા મળી હતી. અધ્યયનના વરિષ્ઠ લેખક પ્રોફેસર કુંપી ટોક્યુંઆમાંના જણાવ્યા અનુસાર ઉંઘ દરમિયાન ઓલોંગ ચાની ઉતેજક અસરો શરીરના વજનને નિયંત્રણમાં રાખે છે.

ચા બનાવવાની રીતસામગ્રી 1 ચમચી ઓલોંગ ચા ના પાંદડા, 1 કપ પાણી 

તો જાણીએ કેવી રીતે બનાવવી તો એક કપમાં પાણી ઉકાળો. પાણી ઉકળતાની સાથે જ ગેસ બંદ કરી દેવો. પછી તેમાં ઓલોંગ ચા ના પાનને ઉમેરો અને તેને ઢાંકીને મૂકી દો. 5 મિનીટ માટે તેને બાજુ પર રાખો. પછી તેમાં સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો આવી રીતે  ચાને તૈયાર કરવામાં આવે છે. આ ચા ક્યારે અને કેટલી માત્રામાં લેવી જોઈએ તેના વિશે જાણીએ.

તમે આ ચાને દિવસમાં 2-૩ વખત પી શકો છો. પરંતુ વજન ઘટાડવાના ચક્રમાં તેને વધુ પડતું ના કરો, નહિ તો તમને ચિંતા, ડીહાઈડ્રેશન, અનિદ્રા, હાર્ટરેટ, ડિપ્રેશન, વાંરવાર પેશાબ, પેટમાં અસ્વસ્થતા, માથાનો દુખાવો, કિડની પત્થરો, એલર્જી, ગ્લુકોમા અને એનીમિયાની સમસ્યા પણ થઇ શકે છે.

ઓલોંગ ચા પીવાના ફાયદા :

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે

એક અભ્યાસ મુજબ ઓલોંગ ચા નું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ નું જોખમ 16 ટકા ઘટાડવામાં મદદ મળી શકે છે. આથી જ ઓલોંગ ટી એ ડાયાબીટીસ ના દર્દીઓ માટે ઉપચાર માનવામાં આવે છે.

હદયને સ્વસ્થ રાખે 

ઓલોંગ ચા હદય પર હકારાત્મક અસર કરે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એક અધ્યયન માં જાણવા મળ્યું છે કે ઓલોંગ ચા પીવાથી હદય રોગ અને તેનાથી થતા મૃત્યુનું જોખમ ઓછું થાય છે.

સ્તન કેન્સરથી સુરક્ષિત રાખે છે 

એક અધ્યયન માં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી ની જેમ સ્તન કેન્સરના કોષોના વિકાસને રોકવામાં ઓલોંગ ચા મહત્વની ભૂમિકા નિભાવે છે.

મગજના કાર્યમાં વધારો

કોફીની જેમ ઓલોંગ ટી માં કેફીન હોય છે જે ચેતવણી અને મગજની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે મગજના કોષોને નવજીવન આપે છે અને થાક ઘટાડે છે. ઓલોંગ ચા ઘણા રોગોથી બચાવવામાં મદદ કરે છે. અને વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ ઓલોંગ ચા મોટા પ્રમાણમાં પીવામાં આવે છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment

error: Content is protected !!