એવી પાંચ વસ્તુ કે જે ફરીથી ગરમ કરીને ખાવાથી બની જાય છે ઝેર સમાન… આજેજ બંધ કરો

એવી પાંચ વસ્તુ કે જે ફરીથી ગરમ કરીને ખાવાથી બની જાય છે ઝેર સમાન… આજેજ બંધ કરો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 એવી પાંચ વસ્તુ કે જે ફરીથી ગરમ કરીને ખાવાથી બની જાય છે ઝેર સમાન 💁

🍲 મિત્રો પાણી આપણા શરીરની પહેલી જરૂરીયાત છે અને ખોરાક એ આપણા શરીરની બીજી જરૂરિયાત છે. પરંતુ જો આ ખોરાક જ આપણા શરીરમાં ઝેરનું કામ કરે તો ? તેથી આપણા શરીરને ખુબ જ નુકસાન થઈ શકે છે. આમ જોવા જઈએ તો વાસી ખોરાક ખાવાથી આપણા શરીરને એનક પ્રકારે નુકસાન થતું હોય છે. તો મિત્રો આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું કે જેને ફરીથી ગરમ કરી ખાવાથી એ ખોરાક આપણા શરીરમાં ઝેર સમાન કાર્ય કરે છે. તો ચાલો જાણીએ આ ક્યાં ખોરાક છે.

Image Source :

🍲 મિત્રો આમ તો દરેક લોકો વધેલ ખોરાકને  ફ્રિજમાં સ્ટોર કરીને રાખે છે અને ત્યારબાદ આ ખોરાકને ગરમ કરીને લોકો ખાય છે. પરંતુ આમ કરવાથી તમારા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર અમુક એવા ખોરાક છે કે જેને ફરીથી ગરમ કરીને ખાવાથી શરીરમાં ઝેર સમાન કાર્ય કરે છે. તો મિત્રો આજે અમે તમને આ જ ખોરાક વિશે જણાવીશું કે જે ફરી ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થઇ શકે છે.

🍲 મિત્રો બીટ એ સામાન્ય રીતે દરેક મોસમમાં જોવા મળે છે. બીટ શરીરમાં લોહીની માત્રાને પૂરી પાડે છે. બીટને આમ તો સલાડના રૂપમાં ખાવામાં આવે છે. પરંતુ અમુક લોકો બીટનું શાક બનાવતા  હોય છે. બીટમાં નાઈટ્રાઇડ (nitride) ની માત્રાનું વધુ પ્રમાણમાં હોય છે. તેથી nitride ની માત્રા વધુ હોવાથી બીટના શાકને ગરમ કરવા કરતાં ઠંડુ ખાવું વધુ હિતાવહ છે. આમ બીટના શાકને ફરી ગરમ કરવાથી તે તેના ગુણધર્મો ગુમાવે છે. એટલા માટે બીટના શાકને બીજી વાર ગરમ કરીને ક્યારેય ન ખાવું જોઈએ.

Image Source :

🍛 બટેટાનું શાક બનાવી વધારે સમય માટે રાખી મુકવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વ રહેતા નથી. બટેટાનું શાક ઠંડુ થવાથી બોટ્યુલિઝમ નામના બેક્ટેરિયા પેદા થાય છે. આ બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે અને જ્યારે આ બટેટાના શાકને ફરી ગરમ કરવામાં આવે છે ત્યારે પણ આ બેક્ટેરિયાનો નાસ થતો નથી. આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ થવાને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.

🍛 ત્રીજું છે તેલ. અમુક લોકો ખાવાની વસ્તુને તેલમાં ડીપ ફ્રાય કર્યા બાદ વધેલા તેલને બીજા શાક માટે ઉપયોગ કરે છે. એકવાર તેલનો ઉપયોગ થઈ ગયા બાદ ફરીથી એ જ તેલનો ઉપયોગ કરવામાં આવે તો ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે. કે જે સમય જતા તમને કેન્સર અને અલ્જાએમાં જેવી બીમારીઓ થઈ શકે છે.Image Source :

🍗 મિત્રો આમ તો ચિકન ખાવાથી શરીરમાં પ્રોટીનની કમી રહેતી નથી. પરંતુ આ ચિકનને ફરી ગરમ કરીને ખાવાથી તેમાં રહેલા પ્રોટીન કમ્પોઝર બદલાઈ જાય છે જેથી તમારી પાચન પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે અને તેના કારણે કબજિયાત થઈ શકે છે. આથી જ તમે આંતરિક બિમારીના ભોગ બની શકો છો.

🍗 ઈંડા એ પ્રોટીન માટે  ભરપૂર સ્ત્રોત છે. સામાન્ય રીતે અમુક લોકો બાફેલા ઈંડાને ફરી ગરમ કરીને ખાય છે. ઈંડાને ફરી ગરમ કરીને ખાવાથી તેમાં રહેલા પ્રોટીનની માત્રા ઘટી જાય છે અને સાથે  જ પાચન પ્રક્રિયામાં નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. જેથી તમને જઠર જન્ય રોગ થવાની શક્યતા રહે છે.

🍳 આ 5 ખોરાક ગરમ કરીને ખાવા નહિ અને તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવા ખોરાક પણ ન ખાવાં જોઈએ જેથી તમે બીમારીથી બચી શકો.Image Source :

🍛 તો મિત્રો આ વિશે તમારો અભિપ્રાય આપવો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment

error: Content is protected !!