જાણો સામાન્ય છાશના ચોંકાવનારા ફાયદા | ભાગ્યેજ કોઈ જાણતું હશે

ઠંડીની મૌસમ હવે ધીમે ધીમે જઈ રહી છે અને બપોરના સમયે ગરમીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. જલ્દી જ હવે ગરમીની સિઝન શરૂ થઈ જશે. તેવામાં પોતાની સેહ્દનું ધ્યાન રાખવા માટે છાશ ખુબ કામની વસ્તુ છે. છાશમાં વિટામીન A, B, C, E અને K ભરપુર માત્રામાં મળી આવે છે. એટલા માટે જો ગરમીમાં તેનું સેવન કરવામાં આવે તો બોડીને બધા જ પોષકતત્વો પર્યાપ્ત માત્રામાં આસાનીથી મળી જાય છે. તો ચાલો જાણીએ છાશ પીવાના ફાયદા વિશે. 

પેટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ : પેટ ભારે ભારે લાગતું હોય, ભૂખ ન લગાવી, જલન થવી અથવા ખાવાનું બરોબર ન પચવું, આ બધી સમસ્યાઓ છાશ દુર કરી શકે છે. તેના માટે દળેલું જીરું અને કાળા મરીનું ચૂર્ણ અને સિંધાલુણ નમક છાશમાં મિક્સ કરીને પીય જાવ. પેટ સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓથ આરામ મળી જશે. 

બરોબર ભોજન કર્યા બાદ છાશનું સેવન કરવું જોઈએ. જો તમને એસીડીટીની સમસ્યા રહેતી હોય અથવા પેટમાં સોઝા જેવું મહેસુસ થતું હોય છાશ પીયને રાહત મેળવી શકાય છે. ખરેખર છાશ મસલ્સના પ્રભાવને ઓછા કરીને શરીરને પ્રોટીન આપે છે. 

ઇમ્યુનિટી પાવર વધારે : છાશ તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે ઇમ્યુનિટી પાવર વધારવાનું કામ પણ કરે છે. ખરેખર આ પ્રોબાયોટીક્સ કરવામાં સક્ષમ છે. છાશ શરીરમાં આંતરડાના વિકાસને વધારે છે. તેનાથી તમારા શરીરની પ્રતિરક્ષા પણ વધે છે. 

વજન ઓછો કરે : જો તમે તમારો વજન ઓછો કરવાનું વિચારી રહ્યા હો તો રોજ છાશ પીવાનું શરૂ કરી દો. તેમાં રહેલ પોષકતત્વો એક તરફથી ફેટને બર્ન કરવાનું કામ કરે છે. છાશ પીવાથી શરીર પણ નથી વધતું, કમે કે તેમાં કેલેરી અને ફેટની માત્ર ખુબ ઓછી હોય છે. 

હાડકા મજબુત કરે છે : છાશમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. તેનું સેવન કરીને તમે હાડકાઓને મજબુત કરી શકો છો. તેને રોજ પીવામાં આવે તો ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી પણ નથી થતી. 

ડિહાઇડ્રેશન : ગરમીમાં ડિહાઇડ્રેશન એક મોટી સમસ્યા હોય છે. છાશ પીયને પાણીની કમીને શરીરમાં પૂરી કરી શકો છો. તેનાથી તમે બીમાર પણ નહિ પડો અને તમને ઘણા બધા પોષકતત્વો પણ મળી રહે છે. 

તો મિત્રો આ હતા છાશના અમુક ખાસ ફાયદા. આમ તો બજારમાં પણ છાશ મળી જાય છે, પરંતુ જો તમે ઘર પર તાજી બનાવેલી અને શુદ્ધ પાણી વાળી છાશ પીવો છો તો તમને સામાન્ય કરતા પણ ડબલ ફાયદા થશે. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment