TikTok ને ટક્કર આપ્યું પ્લેટફોર્મ બનાવ્યું રહ્યું છે YOUTUBE, આટલી સેકેંડ સુધીનો બનશે વિડીયો.

હાલ આખી દુનિયામાં કોરોનાએ હડકંપ મચાવી દીધો છે. તો આખી દુનિયાએ ચીન તરફ આંખ લાલ આંખ કરી છે. પરંતુ હાલ આખી દુનિયા ચીની સમાનનો બહિષ્કાર કરી રહી છે. તો હાલ લોકો ચીની એપ TikTok નો પણ બહિષ્કાર કરી રહ્યા છે. આ એપ આખી દુનિયામાં ખુબ જ પોપ્યુલર છે. તો આ એપની સામે બીજી અન્ય મોટી કંપનીઓ પણ TikTok જેવી એપ બનાવવા માટે કોશિશ કરી રહી છે. હાલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને લગાતાર શોર્ટ વિડીયો પ્લેટફોર્મ દ્વારા TikTok ને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે. 

તો તેની વચ્ચે હવે YOUTUBE પણ આ રેસમાં આવી ચુક્યું છે. ખરેખર તો યુટ્યુબ એક નવા ફિચરને ટેસ્ટ કરી રહી છે. તે અનુસાર યુઝર્સ 15 સેકન્ડના વિડીયો રેકોર્ડ કરી શકે છે. યુટ્યુબ તેના ફિચર્સને લઈને જણાવે છે કે, મલ્ટી સેગ્મેન્ટ વિડીયો ફિચર્સ અનુસાર યુઝર્સને શોર્ટ વિડીયો રેકોર્ડ કરવાનો ઓપ્શન્સ આપવામાં આવશે. 

નોંધપાત્ર છે કે, યુટ્યુબનું આ મલ્ટી સેગ્મેન્ટ વિડીયો ટેસ્ટિંગના તૌર પર લિમીટેડ યુઝર્સ માટે Android અને iOS બંને પ્લેટફોર્મ પર જારી કરવામાં આવી રહ્યું છે. ક્રિએટર્સ આ ફિચરને ડાયરેક્ટ મોબાઈલ એપથી મલ્ટીપલ ક્લિપ રેકોર્ડ કરી શકશે. 

યુટ્યુબએ કહ્યું છે કે, કંપની ક્રિએટર્સ માટે નવા અને આસાન પદ્ધતિ ટેસ્ટ કરી રહ્યું છે. તેનાથી મલ્ટીપલ ક્લિપ્સ આસાનીથી રેકોર્ડ કરીને ડાયરેક્ટએક વિડીયોના તૌર પર અપલોડ કરો શકશો અને આ મોબાઈલ એપથી જ થશે. 

શોર્ટ વિડીયો માટે મોબાઈલ અપલોડ ફ્લોમાં create a vieo પેર ટેપ કરવાનું. ત્યાં ટેપ એન્ડ હોલ્ડ બટનથી રેકોડિંગ શરૂ થશે અને પહેલી ક્લિપ રેકોર્ડ થશે. ત્યાર બાદ બટન રીલીઝ કરવાનું છે અને રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું છે. આ પ્રકારેરિપીટ કરવા માટે લગાતાર 15-15 સેકન્ડ્સનો વિડીયો ટીયર કરી શકો છો. 

કંપનીના જણાવ્યું અનુસાર જો યુઝર્સ લાંબા વિડીયો અપલોડ કરવા ઈચ્છે તો તેને સીધા ગેલેરીમાંથી અપલોડ કરવાના રહેશે. કેમ કે ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક પર નાના વિડીયો માટે શિફ્ટ થઈ રહ્યા છે. એટલા માટે યુટ્યુબ આ ક્રિએટર્સને પણ પોતાના પ્લેટફોર્મ પર લાવવા ઈચ્છે છે. ટૂંકમાં યુટ્યુબ હવે ટીકટોકને ટક્કર આપે તેવું પ્લેટફોર્મ ઉભું કરી રહ્યું છે. 

Leave a Comment