કોથમરીને સ્ટોર કરવાની આ ટેકનીક જાણી લો, 2 થી 3 અઠવાડિયા સુધી બગડશે પણ નહિ અને રહેશે તાજી ને એકદમ લીલી.

બજારમાંથી તમે જ્યારે લીલી કોથમરીને ઘરમાં લાવો છો. ત્યારે તે દેખાવમાં તો સારી લાગે જ છે, તેમજ સ્વાદમાં પણ ખુબ જ સારી લાગે છે અને તેની સુગંધ પણ ખુબ જ સ્ટ્રોંગ આવે છે. તમારે જમવામાં કોથમરીની ચટણી બનાવવી હોય અથવા તો આમ જ, ગાર્નિશ કરવી હોય, ત્યારે તેનો ઉપયોગ ખુબ જ સુંદર લાગે છે. કોથમરીને ડાયજેશન માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે અને જો શાકભાજી વાળો ફ્રી માં કોથમરી આપે, તો એ કોઈ ઈનામથી ઓછું લાગતું નથી. પરંતુ કોથમરીને હંમેશા ફ્રેશ રાખવી ખુબ જ મુશ્કેલ છે.

ફ્રિઝમાં જો કોથમરીને રાખવામાં આવે તો, તે 2 દિવસમાં ખરાબ થઈ જાય છે. એટલું જ નહીં જો, કોથમરીને બહાર રાખવામાં આવે તો તેનો રંગ અને સુગંઘ બંને ઊડી જાય છે. તેવામાં શું કરવામાં આવે કે, કોથમરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય ? આજે અમે તમને એવી જ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનાથી કોથમરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે.કોથમરીને ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર કરવાની રીત : તમારે કોથમરીને સ્ટોર કરવા માટે ટીશું અને એક એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને વસ્તુને મેળવીને 2 અઠવાડીયા સુધી કોથમરીને સ્ટોર કરી શકાય છે. આ માટે શું કરવું…

સૌથી પહેલા કોથમરીને સારી રીતે ધોઈ લો અને 2 થી 3 વાર પાણીમાંથી નિકાળો. આ પછી કોથમરીને સૂર્યના તાપમાં અથવા તો પંખામાં પાણી સુકાય જાય ત્યાં સુધી રાખો. હવે તેને ટીસ્યુ પેપરથી વાળી લો અને જે પણ કન્ટેનરમાં તમારે રાખવી છે, તેમાં પણ ટીસ્યુને રાખો. કન્ટેનરમાં રાખીને ફ્રિઝમાં સ્ટોર કરો.

પ્લાસ્ટિક બેગમાં કોથમરી સ્ટોર કરવાની રીત : તમે કોથમરીને પ્લાસ્ટિક બેગમાં પણ રાખીને સ્ટોર કરી શકો છો. આ રીત પણ કોથમરીને 2 અઠવાડીયા સુધી ફ્રેશ રાખવામાં કામ આવી શકે છે. તમે કોથમરીને ધોઈને સૂકવી લો. ધ્યાન રાખો કે કોથમરીમાં થોડું પણ પાણી ન રહેવું જોઈએ. પછી તમે કોથમરીને ટીસ્યુમાં લપેટીને પ્લાસ્ટિક બેગમાં નાખો અને બેગને સારી રીતે પેક કરી લો. ધ્યાન રાખો કે તેને ફ્રિઝમાં ખુલ્લી નથી રાખવાની. આ ટિપ્સથી તમે કોથમરીને 2 અઠવાડીયા સુધી ફ્રેશ રાખી શકો છો. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, પ્લાસ્ટિક બેગમાં કોઈ પણ પ્રકારનો ભેજ ન હોવો જોઈએ.પાણીમાં રાખો કોથમરીને ફ્રેશ : જો તમારે કોથમરીને એકદમથી ફ્રિઝમાં રાખવી નથી, તો તમે કોથમરીને તેના મૂળથી થોડા અડધા પાણીમાં રાખીને પણ કિચન કાઉન્ટર પર રાખી શકો છો.

આવું કરવાથી કોથમરી એટલી ફ્રેશ રહેશે, કે જેટલી તમે બજારમાંથી ફ્રેશ લાવ્યા હતા. ત્યાર પછી તમારે તેને ફ્રિઝમાં રાખવાની જરૂર પડી શકે છે. તમે સીધું જ આ પાણી વાળું વાસણ ફ્રિઝમાં રાખી શકો છો, આમ જ કોથમરીને વાળ્યા વગર. પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે, તમારી કોથમરી ફ્રેશ રહે, આ માટે તમારે વારંવાર પાણીને બદલવું પડશે.જો 20 થી 25 દિવસ કોથમરીને ફ્રેશ રાખવી છે, તો આ કામ કરો : જો તમારે કોથમરીને 2 અઠવાડીયાથી વધારે સ્ટોર કરીને રાખવી છે, તો તમારે કોથમરીને મલમલના કાપડમાં લપેટીને રાખવી પડશે. આ માટે પ્રોસેસ તે જ કરવાની છે કે કોથમરીને ધોઈને સુકવવાની છે. પછી તેને સ્ટેમ કાપી લેવાની છે અને પાનને સ્ટોર કરવાના છે.

થીજી પણ કરી શકાય છે કોથમરી : જો તમારે મહિના કરતાં પણ વધારે કોથમરીને સ્ટોર કરીને રાખવી છે તો, તેને થીજી પણ કરી શકાય છે. સૌથી પહેલા તો કોથમરીને ધોઈને સૂકવી લો. આ પછી 1 સાફ કપડાંમાં તેને રોલ કરી, 1 રાત સુધી ફ્રિઝમાં રાખો. બીજા દિવસે બહાર કાઢી, પાનને પીસી 1 એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખી દો. કોથમરીને જ્યારે પણ જેટલી જોઈએ, તેટલી જ કાઢીને ઉપયોગ કરો અને બચેલી તરત જ ફ્રિઝમાં રાખી દો અને વધારે વાર સુધી બહાર ન રાખવી. આ 5 ટિપ્સ કોથમરીને સ્ટોર કરવા માટે તમને કામ આવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment