લોટ બાંધતા સમયે કરો આ નાનું એવું કામ, એકે એક રોટલી બનશે સોફ્ટ અને ફૂલેલી. સાથે જ જાણો રોટલીને ફ્રોજન કરવાની રીત…

દરરોજ ભોજનમાં ગરમા ગરમ રોટલી મળે તો મજા આવી જાય. રોટલી જો સોફ્ટ હોય અને સારી ચડેલી હોય તો તેનાથી ખાવાની મજા વધી જાય છે. પણ ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેનાથી સારી રોટલી નથી બનતી. ઘણી વાર રોટલી કાળી થઈ જાય છે, ઘણી વાર રોટલી નરમ નથી બનતી, તો ઘણી ફુલતી નથી. રોટલી બનાવવી ખુબ સરળ છે પણ જો આપણને સારી ટીપ્સ ખબર હોય. તો આજે અમે તમને આ લેખમાં અમુક એવી ટીપ્સ વિશે જણાવશું જેના દ્વારા તમે રોટલી એકદમ ફૂલેલી અને એકદમ બનશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો…

રોટલી કેમ ફાયદાકારક છે ? : પહેલા આપણે રોટલીની થોડી ટીપ્સ વિશે જાણીએ તે પહેલા વાત કરીએ રોટલી કેમ આટલી ફાયદાકારક છે. રોટલીમાં  ફાઈબરની માત્રા વધુ હોય છે, અને કેલેરી પણ ઓછી હોય છે. રોટલી ખાવાના ઘણા ફાયદાઓ છે. જેમાં સોડિયમ, પ્રોટીન, ફાઈબર, કાબર્સ, પોટેશિયમ વગેરે જરૂરી ન્યુટ્રીએટસ મળે છે. દાળ, અને શાક સાથે મળીને તે પૂરો આહાર બની જાય છે. તો ચાલો જાણીએ રોટલી બનાવવાની ખાસ ટીપ્સ વિશે.

લોટ બાંધતી વખતે નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરો : રોટલી માટે જ્યારે પણ લોટ બાંધો તો ધ્યાન રાખો કે પાણી થોડું નવશેકું હોવું જોઈએ. જો તમારી રોટલી સોફ્ટ નથી બનતી તો આ ટ્રીકની મદદ લો. તમે ઈચ્છો તો થોડું મોણ એટલે કે તેલ પણ નાખી શકો છો. પણ લોટ બાંધતી વખતે પાણી થોડું ગરમ લો. આ ખુબ જ ઉપયોગી ટીપ્સ છે.

લોટ બાંધ્યા પછી તરત રોટલી ન બનાવો :

રોટલી બનાવતી વખતે ઉતાવળ ન કરો. જો લોટ બાંધી લીધો છે તો ઓછામાં ઓછી 10 મિનીટ તેને ઢાંકીને રાખી મુકો. સાધારણ રોટલી પણ બનાવવા માટે લોટને ઢાંકી દેવાથી ખુબ જ નરમ બને છે, તમે ઈચ્છો તો શાક બનાવતા પહેલા પણ લોટને બાંધીને મૂકી શકો છો. રસોઈમાં આ સમય બચાવવા માટેની સારી રીત છે.

કોરો લોટ રોટલી પરથી ખંખેરી નાખો : જો તમે એ લોકોમાંથી એક છે જે વધુ કોરો લોટ લઈને રોટલી બનાવે છે. તો રોટલીને લોઢી પર નાખતા પહેલા લોટ ખંખેરી નાખો. આમ ન કરવાથી રોટલી પર રહેલ સુકો લોટ બળી જાય છે. તેનાથી રોટલી કાળી લાગે છે અને સારી નથી બનતી. તમારે પણ રોટલી પરનો સુકો લોટ ખંખેરી નાખવો જોઈએ. સાથે જ રોટલી બનાવતી વખતે ગેસ ફાસ્ટ રાખો. મીડીયમ આંચ પર રોટલી સોફ્ટ નથી બનતી.

લોટ સ્ટોર કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો :

લોટ સ્ટોર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેને સીધો ડબ્બામાં બંધ કરીને ફ્રિઝમાં ન રાખો. આમ કરવાથી લોટ કાળો થઈ જાય છે. આવા લોટની રોટલી સ્વાદમાં પણ સારી નથી લાગતી અને શરીર માટે પણ સારી નથી. સૌથી પહેલા કોશિશ કરો કે તમારો લોટ વધુ સમય ન રાખો. 24 કલાક પહેલાના લોટનો ઉપયોગ ન કરો.ત્યાર પછી તેને સ્ટોર કરતી વખતે ધ્યાન રાખો કે તેલ કે ઘી એ લોટ પર લગાવી દો. આ સિવાય બહુ ઢીલો લોટ પણ સ્ટોર ન કરો. સાથે જ ઘી કે તેલ લગાવ્યા પછી તેને એલ્યુમીનીયમ ફોઈલમાં લપેટીને એર ટાઈટ કન્ટેનરમાં રાખી ફ્રિઝમાં મુકો. આમ કરવાથી લોટ વધુ સમય સુધી ફ્રેશ રહે છે.

રોટલીને કરી શકો છો ફ્રિઝ :

આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ એકદમ સાચી વાત છે. રોટલીને તમે ફ્રિઝ કરી શકો છો. ફ્રોજન રોટલી અઠવાડીય સુધી સારી રહે છે. આ માટે એ ટ્રીક છે કે તમે રોટલીને ત્યારે જ ફ્રોજન કરો જયારે તે થોડી ગરમ હોય. ના ઠંડી રોટલી કે ન એકદમ ગરમ રોટલી.  કોઈ જીપ લોક બેગમાં થોડી ગરમ રોટલી રાખો અને તેને ફ્રિઝ કરો. આમ કરવાથી રોટલી ખાવામાં પણ સોફ્ટ લાગશે.આ બધી રીત અજમાવીને જુઓ, સાચું માનો તમારો કુકિંગ અનુભવ સારો થઈ જશે. આમ કરવાથી રોટલી સોફ્ટ પણ બનશે અને સ્ટોર કરવામાં પણ સરળતા રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment