હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

મિત્રો આજના સમયમાં નાના થી માંડીને મોટાઓને પણ પીઝા ખાવાનું પસંદ હોય છે. એટલે જ આપણે અક્સર પીઝા ખાવા માટે બહાર જઈએ છીએ. અને એક વાત આપણે જાણીએ છીએ કે પીઝા એ ઓવનમા બને છે. આથી દરેક માટે પીઝા ઘરે બનાવવા સંભવ નથી હોતું. પણ આજે આપણે આ લેખમાં પરફેક્ટ પીઝા બનાવવાની રીત જાણીશું. જો કે પીઝા બનાવવા માટે તમારે ઓવન જરૂર પડતી નથી. આથી તમે સરળતાથી ઘરે જ ઓવન વગર પીઝા બનાવી શકો છો. અને જો તમે ઘરે જ ઓવન વગર પીઝા બનાવવા માંગતા હો તો આ લેખને અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

પિઝ્ઝાની ક્રેવિંગ થાય એટલે મોટાભાગના લોકો ઓનલાઈન ઓર્ડર કરે છે કારણ કે ઘરે પિઝ્ઝા બનાવવા માટે ઓવન જોઈએ. પરંતુ અમે તમારી આ સમસ્યાનો ઉકેલ શોધી લાવ્યા છીએ. જો તમારી પાસે ઓવન ન હોય, તો તમે કઢાઈમાં જ પિઝ્ઝા બનાવી શકો છો. આવો જણાવી સરળ રીત.

પિઝ્ઝા બનાવવા માટે સૌથી પહેલા બધી જ સામગ્રીને એકઠી કરી લો:- એક પિઝ્ઝા બનાવવા માટે તમને જરૂર પડશે.:- 50 ગ્રામ પનીર, 1 પિઝ્ઝા બેસ, ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ, 1 કપ મોજરેલા ચીઝ, 1 મોટી ચમચી પિઝ્ઝા સોસ, 1 ચમચી સેન્ડવિચ મેયોનીઝ, 2 મોટા ચમચા બાફેલ મકાઇ, અડધી ગ્રીન શિમલા મરચું અને અડધું લાલ શિમલા મરચું, 1 ગ્લાસ મીઠું. 

પિઝ્ઝા તૈયાર કરવા માટે હવે એક બાઉલમાં પાણી નાખીને મકાઇ બાફવા રાખી દો. તેમાં લગભગ 6-7 મિનિટનો સમય લાગશે. તમારી પાસે ઓવન ન હોય તો તમે કઢાઈમાં જ સરળતાથી પિઝ્ઝા તૈયાર કરી શકો છો. મકાઇ ગેસ પર રાખ્યા પછી મોટી કઢાઈમાં 1 ગ્લાસ મીઠું રાખી લો અને ગેસ પર ગરમ થવા દો.

જેટલો મોટો તમારો પિઝ્ઝા બેસ હોય તે સાઈઝમાં એક પ્લેટ લો તેને ગ્રીસ કરો અને બેસ તેના પર રાખી લો. ત્યાર બાદ પિઝ્ઝા બેસની કિનારીને તેલથી ગ્રીસ કરી લો. હવે પિઝ્ઝા સોસ બેસની ચારે બાજુ સ્પ્રેડ કરી લો. પિઝ્ઝા સોસ ફેલાવ્યા પછી સેન્ડવિચ મેયોનીઝ પણ આ જ પિઝ્ઝા બેસ પર લગાડી લો. ચમચી ની મદદથી બંનેને સરખી રીતે પિઝ્ઝાની દરેક બાજુએ લગાડી લો. 

સોસ લગાડ્યા પછી થોડું ચીઝ ગ્રેટ કરીને નાખો સાથે જ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ છાંટી લો. ચીઝની માત્રા તમારી પસંદ મુજબ રાખી શકો છો. હવે શાકભાજીમાં ડુંગળી, લીલું અને લાલ શિમલા મરચું, વગેરેને લાંબુ અને પાતળું કાપી લો. સાથે જ પનીરને પણ ચોકોર સાઇઝમાં કાપી લો.પિઝ્ઝા ઉપર કાપેલા શાકભાજીને એક એક કરીને ફેલાવવાનું શરૂ કરી દો. ત્યાર બાદ, પનીર અને મકાઇને પણ ફેલાવી લો સાથે જ મોજરેલા ચીઝને પણ ચારે બાજુ ફેલાવી લો. હવે કઢાઈમાં ગરમ થઈ રહેલા મીઠા પર એક વાટકી રાખો. તેના ઉપર પિઝ્ઝાની પ્લેટ રાખી લો અને કઢાઈને ઢાંકી દો. 

10-15 મિનિટ પછી પિઝ્ઝા ચેક કરો. તમે જોશો કે પિઝ્ઝા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને શાકભાજી થોડી કાચી લાગે તો, 5 મિનિટ વધારે પકાવી લો.   આમ તમે આ સરળ સ્ટેપને અનુસરીને ઘરે જ પીઝા બનાવી શકો છો. પીઝા એ દરેક બાળકને ભાવતું ફૂડ છે. પણ તે હેલ્દી ફૂડ ન હોવાથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. તેમ છતાં પણ તમે ઘરે જ પીઝા બનાવીને પોતાના બાળકોને ખવડાવી શકો છો. જેથી તમે જરૂર પ્રમાણમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!