મરચા ઘરે લાવતાની સાથે જ કરો આ કામ… સુકાશે પણ નહીં અને રહેશે લાંબો સમય સુધી એકદમ તાજા અને લીલા

મિત્રો ઘણા લોકોને અમુક શાકભાજી સ્ટોર કરવાની આદત હોય છે. તેથી તેઓ જ્યારે પણ તેની સિઝન આવે છે ત્યારે તેને સ્ટોર કરીને ફ્રિઝમાં મૂકી દે છે. જેથી કરીને તેઓ ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકે. જો તમારે લીલા મરચા સ્ટોર કરીને રાખી મુકવા છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો છે તો તમે તેને ફ્રિઝમાં અલગ રીતે સ્ટોર કરી શકો છો. ચાલો તો આ રીત વિશે વધુ જાણી લઈએ.

તમે ઘણી વખત જોયું હશે કે લીલા મરચા જલ્દી સુકાઈ જાય છે અથવા તો લાલ થવા લાગે છે. પછી ભલે તમે તેને ફ્રિઝમાં રાખો. તો પણ તે એક અઠવાડિયામાં લાલ અથવા તો સુકાઈ જાય છે. લીલા મરચા સાથે આ સમસ્યા જરૂર થાય છે. આથી તમે વધુ લીલા મરચા પણ નથી ખરીદી શકતા. પણ શું એવી કોઈ ટ્રીક નથી જેનાથી લીલા મરચાને સ્ટોર કરવા સહેલા હોય અને તે ખરાબ પણ ન થાય.જો તમે પણ એવી જ કોઈ ટ્રીક શોધી રહ્યા છો તો આજે આ લેખમાં અમે તમને એ ટ્રીક વિશે જણાવશું. તેનાથી લીલા મરચાના સ્વાદમાં પણ ફેરફાર નથી થતો, અને તે ખરાબ પણ નથી થતા. બસ તેને રેફ્રીજરેટર કેમ કરવા તેની તમને ખબર હોવી જોઈએ.

જો બે અઠવાડિયાની અંદર લીલા મરચાનો ઉપયોગ કરવો છે તો આ રીતે લીલા મરચાને સ્ટોર કરો : સૌથી પહેલા તો લીલા મરચાને પાણીમાં સારી રીતે ધોઈને અડધી કલાક માટે પાણીમાં રાખી મુકો. પછી તેને પાણીમાંથી બહાર કાઢીને તેના ડીટીયા તોડી નાખો. જો તેમાં કોઈ ખરાબ લીલું મરચું છે તો તેને કાઢી નાખો. અથવા તો અડધું કાપીને સારો ભાગ રહેવા દો.હવે લીલા મરચાને પાણીમાંથી બહાર કાઢીને સાફ ટુવાલ પર સુકવી નાખો. ત્યાર પછી તેને પેપર ટીશુંથી રેપ કરી લો અને ફ્રિઝમાં જીપલોક બેગમાં સ્ટોર કરો. જેથી કરીને તેના પર ફ્રિઝની સીધી ઠંડક ન લાગે. આમ કરવાથી ફ્રિઝમાં બે અઠવાડિયા સુધી લીલા મરચા સારા રહેશે.

જો બે અઠવાડિયા ઉપર લીલા મરચાને સ્ટોર કરવા હોય તો આ રીત અપનાવો : જો તમારે બે અઠવાડિયા કરતા વધુ સમય માટે લીલા મરચાને સ્ટોર કરવા છે તો તે માટે તેના શરૂઆતના સ્ટેપ તો અગાઉ કહ્યા તે જ રહેશે. આમ પહેલા મરચાને ધોઈ નાખો, પાણીમાં પલાળી રાખો, તેના ડીટીયા તોડો, ટુવાલમાં સુકવી નાખો. હવે તેની આગળની પ્રોસેસ શરૂ થશે.હવે કોઈ એક પ્લેટમાં ક્લીન ફિલ્મ રેપ કરો અને તેમાં બધા મરચા નાખી દો. હવે તેને ઉપરથી પણ ક્લીન ફિલ્મ રેપ કરી લો. ત્યાર પછી તમારે તેને ફ્રિઝમાં થોડી કલાકો માટે જમાવવાના છે. હવે તેને કાઢીને કોઈ ફ્રીજર સેફ બેગમાં સ્ટોર કરો અને એક સ્ટ્રોની મદદથી બેગમાંથી એક્સ્ટ્રા એર પણ કાઢી કશો છો.

મરચાની પેસ્ટ બનાવીને તેને આ રીતે સ્ટોર કરો : માની લો કે તમારે લીલા મરચાની પેસ્ટ સ્ટોર કરવી છે તો તમે આ રીત પણ અપનાવી શકો છો. પહેલા મરચાને મિક્ચરમાં પીસી નાખો. તેમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. માત્ર લીલા મરચાના ડીટીયા કાઢીને તેને પીસી નાખો. પછી તેને ક્લીન ફિલ્મ વાળી ટ્રે માં નાના મોટા આકારમાં નાખીને ફ્રીજરમાં જમાવી લો. તેની ઉપર પણ તમારે ક્લીન ફિલ્મ નાખવાની છે.ત્યાર પછી થોડી કલાક માટે તેને ફ્રિઝમાં રહેવા દો. પછી તેને બહાર કાઢીને કોઈ ફ્રીજર સેફ બેગમાં ફેરવી નાખો અને સ્ટ્રોની મદદથી વધારાની એર બહાર કાઢી નાખો. તેને તમે થોડા મહિનાઓ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે જોઈએ ત્યારે તેના પીસ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તમારું મરચું લાંબા સમય સુધી ચાલશે અને ખરાબ પણ નહિ થાય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment