શિયાળામાં મોંઘાભાવનો ગેસ વધુ વપરાય જાય છે, તો અજમાવો આ નાની સરળ ટીપ્સ. ગેસ અને સમય બંને બચી જશે ને રસોઈ પણ જલ્દી બની જશે…

શિયાળાની ઠંડીના કારણે સંપૂર્ણ ભારત ઠંડીથી ધ્રૂજી રહ્યું છે અને આ તે સમય છે જેમાં ગરમ પાણીથી લઈને ગરમ દૂધ સુધી દરેક વસ્તુ આપણને ખુબ જ સારી લાગે છે. શિયાળાની ઋતુમાં એક વાતની સમસ્યા દરેક વ્યક્તિને હોય છે, અને તે છે કે આ દરમિયાન રસોઈનો ગેસ ખુબ જ જલ્દી ખલાસ થઈ જાય છે, આ દરમિયાન શાક બનાવવામાં ખુબ જ સમય લાગે છે અને તેની સાથે જ પાણી ગરમ કરવું, રોટલી બનાવવી અને ધીમી આંચ પર કંઈક બનાવવું હોય તો વધુ ગેસ વપરાઈ જાય છે. આ દિવસોમાં રસોઈ ગેસ ઉપર ભોજન બનાવતી વખતે ત્યાં જ ઊભા રહેવું પણ ખુબ જ સારું લાગે છે. તેનાથી આપણને ગરમાવાનો અનુભવ થાય છે.

શિયાળાના સમયમાં ગેસ ખુબ જ જલદી સમાપ્ત થઈ જાય છે, અને દરરોજની આ વધતી જતી મોંઘવારી અને મોંઘા થતા ગેસના કારણે તકલીફ વધુ વધી જાય છે. ત્યારે આપણે અમુક એવી ટિપ્સ વિશે જાણીશું જેની મદદથી તમે શિયાળામાં રસોઈના ગેસને થોડો બચાવી શકો છો, ચાલો જાણીએ.

ટીપ્સ નંબર 1 : સૌથી પહેલી ટિપ્સ જેનું ધ્યાન તમારે શિયાળામાં ખાસ રાખવાનું છે અને તે છે કે જો તમે મોટા તળિયાવાળા વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે શિયાળામાં તેને ગરમ થતાં વધુ સમય લાગી શકે છે. અમુક વાનગી આપણે પાતળા તળિયાના વાસણમાં બનાવી શકતા નથી, પરંતુ જો તમે દરરોજ ભોજન બનાવી રહ્યા છો તો પાતળા તળિયા વાળા વાસણનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તે ગરમ થવામાં વધુ સમય ન લગાડે આ ટિપ્સ સાંભળવામાં ખુબ જ નાની લાગે છે પરંતુ તેનાથી ગેસ અને સમય મોટી બચત થઈ શકે છે.

ટીપ્સ નંબર 2 : શિયાળાની ઋતુમાં પ્રેસર કુકરનો વધુ પડતો ઉપયોગ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર તો પ્રેશર કુકરમાં ખુબ જ સ્માર્ટ રીતે ભોજન તૈયાર થઈ શકે છે, અને તેમાં સારી રીતે ભોજન ચડી પણ જાય છે. તથા ઓછા ગેસમાં તે જલ્દી ગરમ થઈ જાય છે અને એલપીજી ગેસની બચત થઈ શકે છે. જો તમે કઢાઈમાં શાકભાજી બનાવો છો તો તેની જગ્યાએ તમે પ્રેશર કુકરમાં બનાવો આમ કરવાથી ગેસની બચત થશે તેની સાથે પ્રેશર કુકરમાં ભોજન બનાવવું આસાન થઈ જશે.

ટીપ્સ નંબર 3 : ક્યારેય પણ તમે ખુલ્લા વાસણમાં ભોજન બનાવશો નહીં, ઢાંકણના કારણે કુકિંગ ખુબ જ જલ્દી થઈ જાય છે અને તે ભોજનના સમયને પણ ઓછો કરે છે, જો તમે ઢાંકણ વગર ભોજન બનાવતો વરાળનો ઉપયોગ થશે નહીં અને ભોજન બનાવવામાં વધુ સમય લાગશે. તમે ભોજનને ઢાંકીને બનાવશો તો તમારા વાનગીમાં ભેજ બની રહેશે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સ્વસ્થ પણ રહેશે. જો તમે પાણી ગરમ કરી રહ્યા છો અથવા તો દૂધને ઉકાળવાનું છે તો તમે શરૂઆત ડાયરેક્ટ કરી શકો છો.

ટીપ્સ નંબર 4 : તમારી માટે આ વાત જાણવી ખુબ જ જરૂરી છે કે, જો તમે ગેસના બર્નરની સફાઈ સારી રીતે કરતા નથી તો ગેસ વધુ વપરાશ એ એલપીજી ગેસની ફ્લેમ બ્લુ અથવા લીલી હોય છે. અને જો તેમાં તમને લાલ અથવા પીળા રંગની ફ્લેમ દેખાઈ રહી છે તો તેનો અર્થ એ થાય છે કે, તમારે બર્નરની સફાઈ કરવાની જરૂર છે. તમે આ બર્નરની સફાઈ બેકિંગ સોડા તથા ગરમ પાણીથી તેને સાફ કરી શકો છો, સફાઈ કર્યા બાદ તમે જોશો કે ફ્લેમ ફરીથી નીલા રંગની થઈ ગઈ છે.

ટીપ્સ નંબર 5 : તમે તૈયારીમાં જ ધોયેલું વાસણ જો ગેસ પર મૂકો છો તો પહેલા વાસણ ગરમ થશે ત્યાર બાદ પાણી સૂકાશે અને ત્યારબાદ તમે ભોજન બનાવી શકશો, અને તેમાં ઘણો બધો ગેસનો વપરાશ થશે. તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે વાસણને અને ત્યારબાદ જગ્યા પર મૂકો. આ રીત વાસણને જલ્દી હિટ કરશે તમારું કામ ખુબ જ જલદી થઈ શકશે.

ટીપ્સ નંબર 6 : ગેસની પાઇપ રેગ્યુલેટર વગેરેને હંમેશા ચેક કરતું રહેવું જોઈએ. જો તમે કામ કરતા નથી તો ગેસની પાઈપ લિકેઝ થશે અને તે તમને વધુ પરેશાન કરી શકે છે તેને રેગ્યુલર ચેક કરાવવાની જરૂર હોય છે. તેથી તમે દરેક સમયે તેની તપાસ કરાવતા રહો. તે મોટા હાદસાથી તમને બચાવી શકે છે, અને તેની સાથે જ ગેસની બચત પણ થઈ શકે છે.

ટીપ્સ નંબર 7 : શાક, ચોખા, દાળ, વગેરેને લગભગ લોકો ડાઇરેક્ટ ગેસ ઉપર મૂકી દે છે, પરંતુ રાજમા અને છોલેની જેમ જો તમે આ બધી વસ્તુને પણ પહેલેથી પલાળીને બનાવશો તો તે ખુબ જ જલ્દી બની જશે. ઉદાહરણ રીતે ચોખા અને દાળ બનાવતા પહેલા અડધા કલાક માટે પાણીમાં નાખીને મૂકો. તેનાથી તમારો કુકિંગ ટાઈમ ખુબ જ ઓછો થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment