સામાન્ય મીઠાનિ જગ્યાએ જો આ વસ્તુનું સેવન કરશો તો શરીરને લાખો ફાયદા થશે… જાણો આ કઈ વસ્તુ છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 અપનાવો મીઠાની જગ્યાએ આ વસ્તુ તમારા દૈનિક ખોરાક બનાવવામાં અને ત્યારબાદ જૂઓ તેના ચમત્કારિક ફાયદાઓ… 💁

💁 મિત્રો આપણે હાલમાં જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે ક્યાંકને ક્યાંક આપણા સ્વાસ્થ્યને નુંકશાન પહોંચાડે છે. મિત્રો તમે જ્યારે તમારી ડીશમાં વધારે મીઠું નાખીને ખાવ તો તમારા વડીલો તમને ટોકતા હશે અને ઘણા લોકો તો એવું પણ કહેતા હશે કે મીઠું તે આપણા શરીર માટે ઝેર સમાન છે. અમૂક લોકો એવું પણ કહેતા હશે કે જે લોકોએ ક્યારેય પણ જીવનમાં મીઠું ન ખાધું હોય તેને સાપનું ઝહેર પણ ચડતું નથી મતલબ સાપ કરડે તો તે વ્યક્તિ મરતો નથી પરંતુ ઉલટાનો સાપ મારી જાય તેવું બની શકે છે.Image Source :

💁 જેથી મીઠું જો આપણે છોડી દઈએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી સાબિત થાય. પરંતુ મિત્રો હવે સવાલ એ થાય કે આપણે આટલા વર્ષોથી સતત મીઠું ખાતા આવ્યા છીએ માટે હવે આપણને તેના વગર ચાલે નહિ. તો આજે અમે તેના માટે એક વિકલ્પ લાવ્યા છીએ જેનો સ્વાદ હશે મીઠા જેવો જ પરંતુ તે કોઈ નુંકશાન નહિ પહોંચાડે પરંતુ તેના સેવનથી થશે ફાયદાઓ થશે. તે છે સિંધાલુણ મીઠું અને કાળું મીઠું.

💁 મિત્રો આપણે જે આયોડીન યુક્ત મીઠું ખાઈએ છીએ તે ખુબ જ ખતરનાક છે. દુનિયામાં જાપાન જેવા ૨૪ દેશોમાં આયોડીન યુક્ત મીઠાના ઉપયોગ પર વીસ વર્ષ પહેલા જ પ્રતિબંધ લાગી ગયેલો છે. જ્યારે આપણી ભારત સરકાર આયોડીન યુક્ત મીઠું ખાવાનો આગ્રહ રાખે છે. હવે તમને એમ થાય કે જાહેરાતોમાં તો સરકાર જણાવે છે કે આયોડીન યુક્ત મીઠું ન ખાવાથી ગોઇટર જેવા રોગો થાય છે. પરંતુ મિત્રો એવું નથી હોતું. ખરેખર તમારા શરીરને જેટલા આયોડિનની જરૂર છે તેટલું આયોડીન તો તમને દાળ, લીલા પાંદડા વાળા શાકભાજી, તેમજ કંદમૂળ જેવા કે બટેટા, ગાજર વગેરેમાંથી મળી રહે છે. જો તમે આ બધી વસ્તુનું સેવન કરતા હોય તો તમારા શરીરમાં ક્યારેય આયોડિનની ઉણપ થતી નથી પછી ભલેને તમે આયોડીન યુક્ત મીઠું ન ખાતા હોય. માટે હવે તમે આયોડીન મીઠું છોડો અને તમારા દૈનિક આહારમાં સમાવેશ કરો સિંધાલુણ મીઠું અથવા તો કાળા મીઠાનો.Image Source :

💁 સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે સિંધાલુણ મીઠું. જો તમને સિંધાલુણ મીઠું મળી જતું હોય તો તમારે તે મીઠાને પીસીને તેનો પાવડર બનાવી ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો અને ત્યાર સુધીમાં બધા મીઠામાં કાળા મીઠુંનો બીજો નંબર આવે છે. જો સિંધાલુણ મીઠું ન મળે તેમ હોય તો જ તમારે કાળા મીઠાનો ઉપયોગ કરવો તેનો પણ તે જ રીતે ઉપયોગ કરવો પીસીને પાવડર બનાવીને. આ મીઠાને ગાંગડા રૂપે મળે છે માટે તેને પીસીને તેનો પાવડર બનાવશો એટલે તમને મીઠા જેવો સ્વાદ પણ મળી રહેશે અને કોઈ આડઅસર પણ નહિ થાય.

👉 તો ચાલો આપણે જાણીએ સિંધાલુણ મીઠું તથા કાળા મીઠાના સેવનના ફાયદાઓ. 

💁 બ્લડપ્રેશર ઓછું થઇ જવાની સમસ્યા હોય તેના માટે આ મીઠું ફાયદાકારક છે. તેના માટે તે લોકોએ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી આ મીઠું નાખીને પીવે તો તેને ફાયદો થાય છે. આવું નિયમિત કરવાથી લો – બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે.Image Source :

💁 હાઈ બ્લડપ્રેશરને પણ ઠીક કરે છે પરંતુ જે લોકોને હાઈ બ્લડપ્રેશર છે તેમણે મીઠા વાળું પાણી પીવાનું નથી પરંતુ આ મીઠા વાળા પાણીમાં સ્નાન કરવાનું છે. તેનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થશે. પરંતુ આ પ્રયોગમાં તમારે સાવધાની રાખવાની છે કે એક બાલ્ટી પાણીમાં સો ગ્રામ મીઠું નાખવાનું છે અને નહાતી વખતે પાણી ક્યારેય માથામાં નથી નાખવાનું. માથાને છોડી શરીરના દરેક ભાગ પર તમે તેનો ઉપયોગ કરી શકો. સ્નાન કાર્ય બાદ તમારે શરીરને લૂછવાનું નથી પરંતુ પાંચ મિનીટ રહેવા દેવાનું છે. લૂછ્યા વગર જ કપડા પહેરી લેવાના છે.

💁 આ ઉપરાંત આ મીઠાનું સેવન આપણી પાચનક્રિયા માટે એક ઔષધી જેવું કાર્ય કરે છે. તે તમારી ભૂખ અને ગેસમાં પણ રાહત આપે છે.

💁 રોજ સિંધાલુણ મીઠું ખાવાથી તમારા શરીરમાં ખોવાયેલા ઇલેક્ટ્રોન્સ પાછા મળી રહે છે અને ph સ્તર નિયંત્રણમાં રાખે છે. તે રક્ત પરીસંચરણને ઉતેજીત કરે છે અને શરીરમાં રહેલ ગંદકી અને ટોક્સિકને બહાર કાઢવામાં મદદ કરે છે.Image Source :

💁 સિંધાલુણ મીઠું વજન ઘટાડી  ચરબી ઓછી કરવામાં પણ મદદરૂપ છે. કારણ કે સિંધાલુણ મીઠું શરીરમાં રહેલ ફેટ સેલ્સને ઘટાડે છે.

💁 માંસપેશીઓમાં તણાવ થતો હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખી તેને મિક્સ કરી પીય જાવ તો રાહત મળે છે.

💁 આ ઉપરાંત સિંધાલુણ હાડકાને મજબૂત બનાવે છે. તેમજ સિંધાલુણ નામક ચહેરાની સુંદરતા વધારે છે તેમજ તમારી ત્વચાને યંગ બનાવે છે.

💁 તો મિત્રો હવે આજથી સામાન્ય મીઠું છોડો અને ઘરે લાવો સિંધાલુણ મીઠું અને તેનો ઉપયોગ ચાલુ કરો. કારણ કે તેના સેવનથી તમને ઘણા બધા શારીરિક ફાયદા થશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

 

Leave a Comment