આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

મિત્રો આપણી ગુજરાતની ધરતી સંતો, મહાપુરુષો અને વીર પુરુષોની ધરતી છે. અહિયાં આ ધરતીમાં ઘણા બધા એવા મહાપુરુષો થઇ ગયા જેમના આજે ગુજરાતમાં મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. તો આજે અમે તમને તેવા જ એક મહાપુરુષ અને એક ખુબ જ મોટા સંતની જગ્યા વિશે જણાવશું. જ્યાં ક્યારેય પણ દાન લેવામાં નથી આવતું. છતાં પણ ત્યાં રોજ હજારો અને લાખો લોકો જમે છે. તો ચાલો જાણીએ એ જગ્યા વિષે.

મિત્રો સામાન્ય સામાન્ય રીતે મોટા મોટા મંદિરો અને ધાર્મિક સ્થળો પર પૈસાના દાનને સ્વીકારવા માટે દાન પેટીઓ મુકવામાં આવી હોય છે. પરંતુ આપના ગુજરાતની ધરતી પર એક એવું મંદિર આવેલું છે જ્યાં હાલમાં એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું. અને તેમ છતાં પણ ત્યાં હજારોની સંખ્યામાં રોજ લોકો જમે છે અને ખુબ જ મોટું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તે મંદિર આજે આખી દુનિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે અને લોકો ત્યાં ખુબ જ દર્શન માટે આવે છે. તો ચાલો જાણીએ તે મંદિર કયું છે અને દાનનો સ્વીકાર કર્યા વગર ત્યાં કેવી રીતે અન્નક્ષેત્ર ચાલે છે. જાણો અને આ લેખને અવશ્ય અંત સુધી વાંચો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર સંતો અને મહંતોની ભૂમિ છે. તેમાં એક ખુબ જ મહાન સંત પુરુષ થઇ ગયા જલારામ બાપા. જલારામ બાપાનો જન્મ વર્ષ 1856 ની કારતક સુદ સાતમના દિવસે લોહાણા સમાજમાં ઠક્કરપૂર નામના ગામમાં થયો હતો. જલારામ બાપા બાળપણથી જ પ્રભુ ભક્તિમાં રસ ધરાવતા હતા અને તેમાં જ લીન રહેતા હતા. એટલું જ નહિ એક સમયે તેણે પોતાની પત્નીના ઘરેણા વહેંચીને પણ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. આવા મહાન સંત પુરુષ જલારામ બાપાએ વીરપુરમાં એક સદાવ્રત ચાલુ કર્યું હતું. જે આજે અવિરત અને ક્યારેય બંધ ન થાય એ રીતે ચાલુ છે.

જુનાગઢ – રાજકોટ નેશનલ હાઈ-વે પર ગોંડલ અને જેતપુરની વચ્ચે વીરપુર આવેલું છે. ત્યાં આજે એક ખુબ જ મોટું મંદિર છે અને વીરપુર ધામ તરીકે આખા વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. ત્યાં કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશી શકે છે અને ત્યાં ચાલતા અન્નક્ષેત્રમાં દરેકને સ્વમાન સાથે આવકાર મળે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ અન્નક્ષેત્ર વિના મુલ્યે પ્રસાદી મેળવી શકે છે.

પરંતુ આજે હાલ વીરપુર જલારામ બાપાની જગ્યામાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આખા વિશ્વનું આ એક માત્ર એવું મંદિર છે જ્યાં એક રૂપિયાનું પણ દાન સ્વીકારવામાં આવતું નથી. તો આપણા મનમાં સવાલ થાય કે આખરે કોઈ પણ દાન મેળવ્યા વગર તે અન્નક્ષેત્ર કંઈ રીતે ચાલે છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આ મંદિરમાં એટલું બધું દાન આપવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરી 2002 પછી કોઈપણ ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. પહેલા મંદિરમાં દાન અને અનાજ સ્વીકારવામાં આવતું હતું. પરંતુ પછી જણાવવામાં આવ્યું કે મંદિર એટલું દાન આવી ગયું છે કે જેના દ્વારા પુરા 100 વર્ષ સદાવ્રત આરામથી ચાલી જશે. જેના કારણે ત્યાના ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ભક્તોના સમ્માનને ઠેંસ ન પહોંચે માટે વિનમ્રતાથી દાન સ્વીકારવાની નાં પાડી દેવામાં આવી હતી.અહીં 24 કલાક સદાવ્રત ચાલે છે અને કહેવાય છે કે જે પણ લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી વીરપુર જલારામ બાપાની જગ્યા પર આવે છે તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. પરંતુ તમે જો ત્યાં એક રૂપિયાનું પણ દાન કરો તો ટ્રસ્ટ ખુબ જ વિનમ્રતાથી એ દાનને જલારામ બાપાના શરણે મુકીને પરત કરી દે છે. મિત્રો જલારામ બાપના પર્ચાઓના કારણે આ મંદિર આખી દુનિયામાં પ્રખ્યાત છે અને દિવસે દિવસે આ મંદિરની મુલાકાત લેતા ભક્તોની સંખ્યા વધી રહી છે.

જો મિત્રો તમે પણ ક્યારેય વીરપુર જલારામ બાપાની જગ્યાએ ગયા હોવ અને ત્યાંનો પ્રસાદ લીધો હોય તો તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો અને કોમેન્ટમાં…. જય જલારામ બાપા અવશ્ય લખજો.

1 thought on “આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?”

Leave a Comment

error: Content is protected !!