અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બોલીવુડના 6 સુપર સ્ટાર જે બારમુ નાપાસ થયેલ છે અને ક્યારેય આગળ અભ્યાસ કર્યો જ નથી…

મિત્રો આપણે જોઈએ છીએ કે શિક્ષણનું કેટલું મહત્વ છે. દરેક માતાપિતા પોતાના બાળકો એક સારો અભ્યાસ કરે તેના માટે મહેનત  કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા વ્યક્તિઓ વિશે જણાવશું કે જેઓ બારમાં ધોરણમાં નાપાસ થયા હતા તેમ છતાં છે આજે બોલીવુડના સુપર સ્ટાર.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે કરોડો લોકોના ચહિતા સલમાન ખાન. સલમાન ખાન બોલીવુડના ખુબ જ પ્રખ્યાત અભિનેતા છે અને ખુબ જ લોકપ્રિય કલાકાર છે. પરંતુ સલમાન ખાન બારમાં ધોરણમાં થયા હતા નાપાસ. ત્યાર બાદ તેમણે પોતાનું ફિલ્મી કરિયર ચાલુ કર્યું હતું અને આજે તેઓ બોલીવુડના દબંગ છે. તેમની દરેક ફિલ્મ લગભગ 100 કરોડથી પણ વધુ પૈસાની કમાઈ કરે છે.

બીજા નંબર પર છે કરિશ્મા કપૂર. કરિશ્મા બોલીવુડની ખુબ જ સુંદર અને ગ્લેમરિયસ અભિનેત્રી છે. તે પણ બારમાં ધોરણમાં થઇ હતી નાપાસ અને માત્ર 17 વર્ષની વયે જ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. લાખો લોકો તેમની સુંદરતાના દીવાના છે.

ત્યાર બાદ આવે છે બોલીવુડની ચુલબુલી અભિનેત્રી કાજોલ. જે આજે બોલીવુડના ખુબ સારા અભીનેતા અજય દેવગનની પત્ની છે. કાજોલને નાનપણમાં જ તેમના માતાપિતા છોડીને જતા રહ્યા હતા અને માત્ર 16 વર્ષની વયે ફિલ્મોમાં પોતાનું  કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તેમનો અભ્યાસ છૂટી ગયો અને તેના કારણે તે બારમાં ધોરણમાં નાપાસ થઇ. પરંતુ આજે કાજોલ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે.

ત્યાર બાદ આ લીસ્ટમાં નામ આવે છે આજના ઉભરતા અભિનેતા અર્જુન કપૂર. અર્જુન બોલીવુડના હેન્ડસમ અને સ્ટાઈલીશ અભિનેતા છે. પરંતુ તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ફિલ્મોના સેટ પર વધારે સમય વિતાવતા હતા. જેથી તેમને એક્ટિંગમાં વધારે શોખ જાગવા લાગ્યો અને ધીમે ધીમે તેઓ અભ્યાસથી દુર થતા ગયા અને તે બારમાં ધોરણમાં નાપાસ થઇ ગયા.

પાંચમાં નંબર પર છે બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રી કંગના રનૌત. કંગના રનૌત બોલીવુડની ખુબ જ સુંદર અને ગ્લેમરિયસ અભિનેત્રી છે. પરંતુ તેમણે અહીં પહોંચવા માટે ખુબ જ મહેનત કરેલી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે બારમાં ધોરણમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં નાપાસ થઇ હતી. તે ડોક્ટર બનવા માંગતી હતી માટે તેમણે હાર ન માની અને ફરી પાછી પરીક્ષાઓ આપી. પરંતુ તે સફળ ન થઇ અને અંતે ત્યાર બાદ તેણે બોલીવુડમાં પોતાનું કરિયર બનાવાનું નક્કી કર્યું અને તે તેમાં સફળ પણ રહી.

ત્યાર બાદ આવે છે ખુબ જ લોકપ્રિય અભિનેત્રી અને યુવા દિલોની ધડકન કેટરીના કેફ. કેટરીના કેફ બોલીવુડની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી છે જેને દર્શકો ખુબ જ પસંદ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટરીનાએ માત્ર 12 વર્ષની ઉંમરથી જ મોડલિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. જેના કારણે તેમનું ધ્યાન અભ્યાસમાં ન રહેતું અને તે બારમાં ધોરણમાં નાપાસ થઇ ગઈ. પરંતુ આજે તે બોલીવુડની ખુબ લોકપ્રિય અભિનેત્રી છે.

મિત્રો આ સુપરસ્ટારો પાસેથી આપણે એક સીખ લેવી જોઈએ કે તે લોકો પણ પોતાની જિંદગીમાં પહેલા ફેલ જ થયા હતા એટલું જ નહી તેમણે તેમના કરિયરમાં પણ ઘણી અસફળતાઓ મળી હશે તેમ છતાં પણ તેમણે આગળ વધવાની ઈચ્છા પ્રબળ રાખી અને પરિણામે તેઓ આજે સુપરસ્ટાર છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here