રાત્રે બેડ પાસે ફોન રાખીને સુવું સાબિત થશે જીવલેણ અને ઘાતક, શરીરના એક એક અંગને કરી દેશે આવી રીતે ખરાબ… નુકશાન જાણીને ઉડી જશે તમારા હોંશ…

આજનો જમાનો મોબાઇલ નો છે. ઘરમાં જેટલા વ્યક્તિ એટલા ફોન. પોતાનો ફોન દરેકને અતિ પ્રિય હોય છે. આપણામાંથી કેટલાય લોકો સુતા સમયે પણ પોતાના મોબાઈલને પોતાનાથી દૂર નથી રાખી શકતા. એવામાં લોકો તેને ઓશિકાની નીચે કે પથારીની પાસે રાખે છે. આમ કરવાના અનેક કારણો હોઈ શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ ઈન્ટરનેટ બ્રાઉઝ કરતા ઊંઘી જવું છે. પરંતુ શું તમે જાણો છો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

એક સંશોધન પ્રમાણે 65% પુખ્ત વયના વ્યક્તિ અને 90% કિશોરો પોતાનો ફોન લઈને સુવે છે. પરંતુ શું તમે જાણો છો આમ કરવાથી તમારા માટે કેટલું નુકસાન દાયક બની શકે છે? જો તમે થાકેલા અને ખરાબ મૂડમાં રહેતા હોવ તો તેની પાછળ પણ તમારો સ્માર્ટ ફોન જ હોય છે. તમે સાંભળ્યું હશે કે ઠીક સુતા પહેલા બ્લુ લાઈટ સ્ક્રીન નો ઉપયોગ કરવાથી તમારી નીંદર ખરાબ થઈ શકે છે.પરંતુ તેમાં બીજું પણ ઘણું બધું છે. તો આવો જાણીએ કે તમારો ફોન સાઇલેન્ટ કિલર બનીને તમારા સ્વાસ્થ્યને કેવી રીતે બગાડવાનું કામ કરે છે.ફોનને બાજુમાં રાખીને સૂવું છે જોખમકારક:- મોબાઈલ ફોનમાંથી નુકશાનકારક રેડીએશન નીકળે છે, જે તમારા મગજને નુકશાન પહોંચાડી શકે છે. જેનાથી તમને માથાનો દુખાવો, માસ પેશીઓમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અનુભવ થઈ શકે છે.

ફોન રેડીએશનના આ પણ છે નુકસાન:- મોબાઇલ ફોન રેડિયેશન ઇરેક્ટાઇલ ડીસફંક્શનથી જોડાયેલું હોય છે. તેની સાથે જ તમારા સેલફોન માંથી નીકળતો વાદળી પ્રકાશ ઊંઘ લાવવા વાળા હોર્મોનના ઉત્પાદનને અટકાવે છે, જેને મેલાટોનીન પણ કહેવામાં આવે છે. આ સર્કેડિઅન રિધમ એટલે કે બોડી ક્લોકને બાધિત કરી શકે છે, જેથી ઊંઘવામાં મુશ્કેલી અનુભવાય છે.શું કહે છે  WHO:- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફોનથી નીકળતા આર એફ રેડીએશનને ગ્લીયોમા, જે એક પ્રકારના મગજના કેન્સરના જોખમને વધારે છે જેના આધાર પર મનુષ્યો માટે કાર્સિનોજેનિકના રૂપમાં વર્ગીકૃત કરે છે.

સુતી વખતે કેટલો દૂર હોવો જોઈએ ફોન:- તમે જેવો જ ફોનને દૂર લઈ જાઓ છો રેડિયો ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની શક્તિ જે ફોનથી જોડાયેલી હોય છે, ખૂબ જ ઓછી થઈ જાય છે. મોબાઈલ ને કેટલો દૂર રાખવો તેનું કોઈ ચોક્કસ  મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, પરંતુ સલાહ આપવામાં આવી છે કે તેને ઓછામાં ઓછુ ત્રણ ફીટના અંતર પર રાખવાથી તેના ગંભીર પરિણામોથી બચી શકાય છે.સૂતી વખતે ફોન ચલાવવાની આદત આવી રીતે છોડો:- જ્યારે તમે એ સુવાની તૈયારી કરી રહ્યા હોવ ત્યારે ફોન બંધ કરી દેવો કે સાયલેંટ પર રાખી દેવો. જો તમારે કોલ રિસીવ કરવા માટે ઉપલબ્ધ રહેવું આવશ્યક હોય તો તમારા મોબાઈલ ફોન ને પથારીથી દૂર રાખવો. એલાર્મ માટે ઘડિયાળનો ઉપયોગ કરવો. એવા કેટલાય લોકો છે જેને સુતા પહેલા ઈ બુક વાંચવાની વધારે આદત હોય છે, તેની જગ્યાએ વાસ્તવિક પુસ્તક વાંચો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment