વધુ પડતું આદુ ખાવું એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે..

આદુને સ્વાસ્થય માટે ખુબ સારું માનવામાં આવે છે. કેમ કે તેના સેવનથી અનેક ફાયદાઓ થાય છે. પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન આપણા શરીર માટે જોખમરૂપ પણ બની શકે છે. તેથી કોઈ પણ વસ્તુને લિમિટમાં જ ખાવી આપણા માટે જરૂરી બની જાય છે. જો તમે પણ કોઈ વસ્તુનું વધુ પડતું સેવન કરતાં હો, તો તેના વિશે વધારે વિગત જરૂરથી જાણી લેવી જોઈએ. જ્યારે આજે અમે તમને જણાવશું કે જો આદુનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પણ બની શકે છે.

મિત્રો, લગભગ લોકો શિયાળામાં આદુ નાખીને જ ચાનું સેવન કરતા હોય છે. લગભગ દરેકને શિયાળા દરમિયાન આદુ વાળી ચા પસંદ હોય છે. પરંતુ ઘણી વખત ચામાં વધુ આદુ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત આદુ પણ તેના ઔષધીય ગુણધર્મોને કારણે ખોરાકમાં ખુબ ઉપયોગી છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું આદુ આપણા આરોગ્ય પણ બગાડે છે. હા, એ વાત બિલકુલ સાચી કે આદુનું સેવન વધારે  પ્રમાણમાં કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ વધુ પડતાં આદુના સેવનથી થતાં કેટલાક નુકસાન વિશે.   બ્લડ પ્રેશર : આમ જોઈએ તો આદુ બ્લડ પ્રેશર ઘટાડવામાં ખુબ મદદ કરે છે. પરંતુ જો બ્લડ પ્રેશરના દર્દી તેનું વધુ પડતું સેવન કરી લે તો તે તેના સ્વાસ્થય માટે સમસ્યા બની શકે છે.

ડાયેરિયા : એક વાત અલગ છે કે આદુનું સેવન કરવાથી તમારા પેટની બધી સમસ્યાઓમાં રાહત મળે છે. આ સિવાય આદુનો રસ ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે. પરંતુ જ્યારે આદુ વધારે માત્રામાં પીવામાં કે ખાવામાં આવે ત્યારે તે દુષ્ટ પરિણામમાં ફેરવાય જાય છે. કારણ કે આવી સ્થિતિમાં વ્યક્તિને ઝાડા થવાની સંભાવના વધી જાય છે.

ગેસ-બ્લોટિંગ : તમને જણાવી દઈએ કે આદુના વધુ પડતા સેવનથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે તમે ચા અથવા શાકભાજીમાં આદુનો ઉપયોગ કરો છો, તો તેની માત્રા મર્યાદિત હોવી જોઈએ.

હૃદય માટે હાનિકારક : એવું જાણવા કે સાંભળવા મળ્યું છે કે આદુમાં હાજર તત્વો લોહીને પાતળું બનાવે છે. આદુનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી હૃદયરોગમાં વધારો થઈ શકે છે. આ સિવાય તેના બ્લડ પ્રેશરને ઘટાડવાની ગુણવત્તા પણ હૃદય પર દબાણ વધારી શકે છે.

જલન : જો તમે વધુ પડતું આદુ ચામાં અથવા તો શાકભાજીમાં નાખીને તેનું સેવન કરો છો, તો તે પેટમાં બળતરા ઉત્પન્ન કરે છે. ત્યાર બાદ દવાઓ પણ લેવાની જરૂર પડી શકે.

Leave a Comment