ખરાબ કોલેસ્ટ્રોલને જડમૂળથી કાઢી એક એક નસને કરી દેશે સાફ, બસ ખાઈ લ્યો આ 1 વસ્તુ, વૈજ્ઞાનિકો પણ આપે છે આ ખાવાની સલાહ..

મિત્રો આજનું ખાનપાન અને જીવનશૈલીને જોતા અનેક પ્રકારની બીમારીઓ નો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે ખરાબ કોલેસ્ટ્રોલ. જેના કારણે હૃદય સંબંધિત અનેક ગંભીર બીમારીઓ નું જોખમ વધી જાય છે. હૃદય રોગ દુનિયાભરમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સોજા જેવી અનેક જોખમકારક હૃદયની બીમારીઓનું જોખમ વધવા લાગ્યું છે. એન સી બી આઈ માં પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે તમારા રસોડામાં મળતું લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખીને તમને હૃદય રોગોથી બચાવવાનું કામ કરે છે.

અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે લસણ સાથે લીંબુના રસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવા અને હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. લસણ ઇમ્યુનિટી અને એન્ટિઓક્સિડન્ટ ગુણોના કારણે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ એક ગંદો પદાર્થ હોય છે જે રક્તવાહિનીમાં જમા થાય છે. તેનું લેવલ વધવાથી લોહીનો પ્રવાહ ધીમો થઈ શકે છે અને તમને હૃદયના રોગ, સ્ટ્રોક, હૃદયનો હુમલો અને નસો થી જોડાયેલા રોગોનું જોખમ વધી શકે છે.1) લસણ અને લીંબુ માં કોલેસ્ટ્રોલ ઘટાડવાની શક્તિ:- સંશોધકો નું માનવું છે કે લસણમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો પ્રભાવ હોય છે. લસણ અને લીંબુના રસને એક સાથે લેવાથી હાઇપર લિપિડિમિયા વાળા દર્દીઓનું લિપિડ લેવલ, ફાયબ્રિનોજન અને બ્લડ પ્રેશરમાં સુધારો થયો. અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે દરરોજ લસણની અડધી કે એક કળી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ લગભગ 10% ઘટાડી શકાય છે.

2) કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેટલું અસરકારક લસણ અને લીંબુ:- અભ્યાસકારોએ પોતાના અભ્યાસમાં તારણ કાઢ્યું કે લસણ અને લીંબુના રસના સંયોજનથી હાઈપરલિપિડિમીયા વાળા લોકોનું લિપિડ લેવલ અને હાઈ બ્લડ પ્રેશરમાં સુધારો થયો.3) લસણ હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખે:- લસણ પોતાના બાયો એક્ટિવ યોગીક એલિસિન અને અન્ય ઘટક જેવા કે ડાયલિલ ડાયસલ્ફાઈડ અને એલિસ્સીસ્ટીન ના કારણે પાવર ફૂલ જડીબુટ્ટી છે. અભ્યાસકારોનું માનવું છે કે લસણના પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય ને વધારો આપવામાં મદદ કરે છે.

4) એન્ટિઓક્સિડન્ટ નો ખજાનો છે લસણ અને લીંબુ:- આમાં વિટામિન સી હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે અને જે હૃદયને ફ્રી રેડીકલથી થતા નુકશાન થી બચાવે છે. વિટામીન b6 હેલ્ધી રેડ બ્લડ સેલ્સ ને બનાવી રાખવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને દૂર કરે છે.5) કેવી રીતે કરવું લસણનું સેવન:- લસણના રસને AGE ના રૂપમાં ઓળખાય છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે. તમે લસણનું સેવન કોઈપણ સ્વરૂપમાં કરો છો, તે કુલ કોલેસ્ટ્રોલ અને ઓછું ઘનત્વ ધરાવતા લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સંશોધકોએ તેમના અભ્યાસમાં ભાગ લેનારાઓને દરરોજ એક-એક ચમચી લસણ અને લીંબુનો રસ પીવાની સલાહ આપી હતી. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment