ડ્રાયફ્રુટનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ આવી શકે છે આવું ગંભીર પરિણામ… જાણો કેટલા પ્રમાણમાં ખાવો જોઈએ સુકોમેવો…

ડ્રાયફ્રુટનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ આવી શકે છે આવું ગંભીર પરિણામ… જાણો કેટલા પ્રમાણમાં ખાવો જોઈએ સુકોમેવો…

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુમાં બધા અલગ અલગ પ્રકારના સૂકામેવામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે અને તેનુ સેવન કરે છે. શિયાળાનું કોઈપણ વસાણું બનાવવાનું હોય તેમાં આપણે ડ્રાયફ્રુટનો ઉપયોગ કરીએ છીએ. ડ્રાયફ્રુટ સૌથી જૂના અને પારંપારિક સુપરફૂડ રહ્યા છે. ડ્રાયફ્રુટમાં ફેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી અને ફાઈબરથી ભરપૂર પોષક તત્વો હોય છે, જે એક સંપૂર્ણ આહાર માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ શું તમને ખબર છે કે શિયાળામાં ડ્રાયફ્રુટ્સનો વધુ પડતું સેવન આપણી માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ડ્રાયફ્રુટનું સંતુલિત માત્રામાં સેવન કરવું ખૂબ જ જરૂરી છે. 

શિયાળામાં આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખાસ કરીને ઓછું થઈ જાય છે અને ડ્રાયફ્રૂટ આપણા લોહીને જાડુ બનાવી દે છે. તેનાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તે સિવાય અમુક ડ્રાયફ્રુટની તાસીર ગરમ હોય છે જે વિશેષ રૂપથી આપણા ચહેરાની તેલ ગ્રંથીઓને સક્રિય કરે છે અને ત્વચાને ઓઈલી બનાવે છે. તેના કારણે આપણી ત્વચા ઉપર ખીલ થઈ જાય છે. તેથી જ બદામ, અખરોટ, ખજૂર, કાજુ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. તે જ રીતે ડ્રાયફ્રુટને વધુ માત્રામાં ખાવાથી શરીરને બીજા ઘણા નુકસાન પણ હોઈ શકે છે.

ડ્રાયફ્રુટથી થતી બીમારીઓ : 1) પેટ સંબંધિત તકલીફ : આપણને ભોજનમાં વધુ ફાઇબર યુક્ત ભોજન સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ સુકામેવા ફાઈબરથી ભરપૂર હોય છે પરંતુ તેનું વધુ સેવન જોખમ કારક બની શકે છે. તેના વધુ પડતા સેવનના કારણે આપણને પેટમાં બળતરા, ખેંચાણ, દુખાવો, કબજિયાત અને ઝાડા જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી આપણા સારા સ્વાસ્થ્ય માટે તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

2) વજન વધારે : ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપુર હોય છે તેમાં ઉચ્ચ માત્રામાં કેલરી હોય છે. જે આપણા વજનને વધારવા માટે જવાબદાર હોય છે. જો તમે દરરોજ ઘણા બધા પ્રકારના ડ્રાય ફ્રુટ ખાવ છો તો કદાચ તમે થોડાક જ સમયમાં જાડા થઈ શકો છો તેથી તેની માત્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેની માટે તમે ખાસ ફાઇબર વાળા ડ્રાયફ્રુટ પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો.

3) ડાયાબિટીસ : ડ્રાયફ્રૂટ પ્રોટિન અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ તેમાં ખાંડની માત્રા પણ વધુ હોય છે. ખાસ કરીને જે સુગર કોટેડ ફ્રૂટ્સ હોય છે તેનુ ડાયાબિટીસવાળા વ્યક્તિઓને સેવન કરવાની સલાહ આપવામાં આવતી નથી અને એ વાતનું પણ તેમને ધ્યાન રાખવું જોઈએ કે કેટલી ખાંડની માત્રા તે દરરોજ લઈ રહ્યા છે તેથી તેમનું શુગર લેવલને કંટ્રોલમાં રહે. તેથી તમે જ્યારે પણ ડ્રાયફ્રૂટ ખરીદવા જાઓ ત્યારે આ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે તેમાં વધુ ખાંડની માત્રા ન હોય.

4) અસ્થામા : શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટને સુરક્ષિત રાખવા માટે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે જે એક ખતરનાક રસાયણ છે તે માનવના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડની સીમિત માત્રાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ તેના વધુ પડતા સેવનથી આપણને બીમારી થઇ શકે છે તેનાથી એલર્જી અને અસ્થમા જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે.  તેથી દમના રોગીઓને વધુ સૂકોમેવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

5) ઝાડા : આમ તો ડ્રાયફ્રુટ ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે પરંતુ તેના વધુ પડતા સેવનથી ઝાડાની તકલીફ થઇ શકે છે. તેથી પોતાના સ્વાસ્થ્ય માટે તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું ખૂબ જરૂરી છે.

6) દાંતની તકલીફ : ફળની તુલનામાં સૂકામેવામાં ખાંડની માત્રા વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી આપણા દાંત ખરાબ થઈ શકે છે. વધુ ખાંડના સેવનથી આપણા દાંતમાં કીટાણુઓ પડી શકે છે અને દાંત ખરાબ પણ થઈ શકે છે.

ડ્રાયફ્રુટના નુકસાનથી કેવી રીતે બચવું ? : 1) ડ્રાયફ્રુટની સાઇડ ઇફેક્ટથી દૂર રહેવા માટે સૌથી પહેલા તમારે તેની માત્રા સંતુલિત કરવી ખૂબ જરૂરી છે. તેથી દરરોજ માટે તેની એક માત્રા નક્કી કરો અને તેનાથી વધુ ડ્રાયફ્રુટનું સેવન ન કરો.
2) બની શકે તો ડ્રાયફ્રુટની જગ્યાએ વધુમાં વધુ તાજા ફળ ખાવાની કોશિશ કરો. તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે.

3) આ સિવાય તમે ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાથી તેનું તાપમાન ઓછું થઈ જાય છે અને તે શરીરના હાઇડ્રેશન માટે પણ સારું રહેશે.
4) તમારે એક દિવસમાં કાજુ અને બદામના પાંચ દાણા જ ખાવા જોઈએ અને તેને પણ પલાળીને ખાઓ.
5) તે સિવાય જે લોકોને પિત્ત દોષની તકલીફ છે અને તેમનું શરીર હંમેશા ગરમ રહે છે. તેમનાથી તાપ સહન થતો નથી તેમને બદામ અને અખરોટનું સેવન ઓછું કરવું જોઈએ.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેનું સંતુલિત માત્રામાં સેવન જ આપણા સ્વાસ્થ્યને માટે સારું છે. નહીં તો અતિ કોઈ પણ વસ્તુની સારી હોતી નથી તમે તમારી સ્વાસ્થ્યની સુવિધા અનુસાર અમુક ડ્રાયફ્રૂટ પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. તેની માટે તમારે ડાયટિશિયન પાસે સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!