વાળની A to Z સમસ્યા મફતમાં કરો દુર, અજમાવો બટેટાની છાલનો આ ઉપાય.. વાળ બની જશે એકદમ મજબુત, ઘાટા અને લાંબા…

જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો તો તમારે અહી આપેલ ઉપાય જરૂરથી કરવો જોઈએ. કહેવાય છે કે બટેટાની છાલ વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી ગણવામાં આવે છે. ચાલો તો આપણે બટેટાની છાલનો ઉપયોગ કરવાની રીત વિશે જાણી લઈએ. આજના પ્રદુષિત વાતાવરણમાં લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે. તેની સાથે જ ખરાબ લાઈફસ્ટાઈલ પણ લોકોના સ્વાસ્થ્યને બગાડવાનું મુખ્ય કારણ બનતી જઇ રહી છે. પ્રદુષિત વાતાવરણ અને પર્યાપ્ત પોષણ ન મળી શકવાને કારણે લોકોને ત્વચા તેમજ વાળ સંબંધી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

તેમાંથી એક મુખ્ય છે વાળનું સમય કરતાં પહેલા સફેદ થવાની સમસ્યા અને ઝડપથી ખરવા. આ બંને સમસ્યાઓ આજના યુવાનોને પરેશના કરી રહી છે. મુખ્ય રૂપથી શહેરી યુવાનોના વાળ નાની ઉંમરમાં જ ખરવા લાગ્યા છે. જ્યારે મોટા ભાગના લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ઘરમાં તમે જે શાકભાજીની છાલને બેકાર સમજીને ફેંકી દો છો તે તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં રામબાણ ઉપાય બની શકે છે. તેમાંથી એક છે બટેટાની છાલ. બટેટા લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ઉપયોગથી તમે તમારા વાળને સમય સફેદ થવાથી અટકાવી શકે છે. સાથે જ તેમની ઝડપથી ખરવાની સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. આ લેખમાં અમે તમને બટેટાની છાલથી વાળ કાળા, ઘટ્ટ, મુલાયમ અને ચમકદાર બનાવવા વિષે જણાવી રહ્યા છીએ. 

બટેટાની છાલથી વાળને મળતા ફાયદાઓ:- બટેટાની છાલથી તમે તમારા વાળને નેચરલી લાંબા અને ઘટ્ટ બનાવી શકો છો. સાથે જ તેનાથી તમે વાળને પર્યાપ્ત પોષણ પણ પ્રદાન કરી શકો છો. બટેટામાં ઘણા પ્રકારના એંટીઓક્સિડેંટ હોય છે જે, વાળના મૂળને મજબૂત તેમજ રોગમુક્ત બનાવવાનું કામ કરે છે. આગળ જાણીએ, બટેટાની છાલથી વાળને મળતા ફાયાદાઓ વિશે.વાળને સફેદ થતાં અટકાવે છે:- બટેટાની છાલમાં સ્ટાર્ચ હોય છે, આ સ્ટાર્ચ વાળના સ્કેલ્પ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તમને જણાવી દઈએ કે, બટેટાની અંદર વિટામિન એ, બી, સી હોય છે જે માથાની ત્વચા પર જામેલ એક્સ્ટ્રા ઓઇલને સાફ કરવાનું કામ કરે છે. તમે બટેટાની છાલનું માસ્ક બનાવીને તેને પોતાના માથાની ત્વચા પર લગાડી શકો છો. આ માસ્ક નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે અને સમય પહેલા સફેદ થયેલા વાળને કાળા કરવામાં મદદ કરે છે. 

વાળને ઘટ્ટ બનાવવામાં મદદરૂપ:- બટેટાની છાલમાં રહેલ વિટામીન્સ માથાની ત્વચાની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે, માથાની ત્વચામાં ગંદકી જમા થવાને કારણે જ વાળ સમય પહેલા ખરવા લાગે છે. સાથે જ તેમના મૂળ પણ નબળા થઈ જાય છે. પરંતુ બટેટાની છાલને ઉપયોગમાં લેવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને તમારા વાળ ઝડપથી વધે છે તેમજ ઘટ્ટ થવા લાગે છે. તેને અઠવાડિયામાં બે વખત ઉપયોગમાં લેવાથી વાળનું ખરવું જલ્દી અટકે છે અને ધીરે ધીરે નવા વાળ માથામાં ઉગવા લાગે છે.વાળની લંબાઈ વધે છે:- વાળનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી પર્સનાલિટી સારી થાય છે. તમને જણાવી દઈએ કે, બટેટાની છાલમાં રહેલ તત્વ તમારા વાળની સમસ્યાને મટાડવાની સાથે સાથે વાળની લંબાઈ વધારવામાં પણ મદદ કરે છે. જ્યારે બટેટાની છાલનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે તો, વાળની ડેંસિટીની સાથે જ તેની લંબાઈ પણ વધે છે. જેનાથી તે નબળા પડીને તૂટતાં કે ખરતા નથી. 

બટેટાની છાલને ઉપયોગમાં લેવાની રીત:- વાળમાં બટેટાની છાલને ઉપયોગ કરવા માટે તમારી પાસે લગભગ 5 થી 10 બટેટાની છાલ હોવી જોઈએ. સૌથી પહેલા બટેટાની છાલ ધોઈ લો. ત્યારબાદ બટેટાની છાલને એક પેનમાં પાણી નાખીને ઉકાળી લો અને તેમાં મીઠો લીમડો તેમજ મેથીના દાણા નાખો. 

જ્યારે પાણી અડધું થઈ જાય તો, તેને ગેસ પરથી ઉતારી લો. પાણી ઠંડુ થાય એટલે આ પાણીને વાળમાં લગાડો. સૌથી પહેલા વાળના મૂળમાં આ પાણીને લગાડો. વાળમાં લગભગ 20 થી 30 મિનિટ લગાડેલું રહેવા દો. ત્યાર બાદ વાળાને સાફ પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં જ તમારા વાળ નેચરલી કાળા, ઘટ્ટ અને લાંબા, મજબૂત તેમજ શાઈની બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment