પાણીના ટાંકામાંથી ડહોળું પાણી અને બદબુ આવે છે ? તો ઉમેરીદો એમાં આ એક વસ્તુ, બદબુ પણ નહીં આવે અને રહેશે એકદમ સાફ…

મોટા શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવો હવે એક સામાન્ય વાત છે. ખાસ, કરીને મોટા શહેરોમાં પાણી ટાંકી વગર જીવન જીવવું એ ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકો 100 લિટરની ટાંકીનો વપરાશ કરે છે, તો ઘણા લોકો 200 થી પણ વધારે લિટરની ટાંકીનો વપરાશ કરે છે. ખાસ કરીને જ્યારે પાણીની સપ્લાય થતી નથી, તો ત્યારે ટાંકીમાં રહેલું પાણી જ કામમાં આવે છે.

પરંતુ ફ્ક્ત પાણી રાખવું એ જ જરૂરી નથી, પરંતુ તેની જાળવણી અને તેની સ્વસ્છતા રાખવી એ પણ જરૂરી છે. ક્યારેક-ક્યારેક ટાંકી માંથી ખુબ જ ખરાબ ગંઘ આવે છે. ઘણી વાર ટાંકીના પાણીથી કેટલાક લોકો બીમાર પણ થઈ જાય છે. તેવામાં જો તમે ટાંકીને સાફ કરો છો તે પછી પણ ટાંકી માંથી ગંઘ આવે છે, તો તમે આ ટિપ્સની મદદથી ખુબ જ સહેલાઈથી આ ગંઘને દૂર કરી શકો છો. જી હા મિત્રો સાચે જ આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ટાંકીના પાણીમાંથી આવવા વાળી ગંઘને સહેલાઈથી દૂર કરી શકશો.સમય પર સફાઈ જરૂરી છે : જેવી રીતે ઘરની સફાઈ નિયમિત રૂપથી જરૂરી છે, તેવી જ રીતે પાણીની ટાંકીની સફાઈ પણ ખુબ જ જરૂરી છે. પાણીની ટાંકી માંથી આવતી ગંઘનું મુખ્ય કારણ ટાંકીની સમયસર સફાઈ ન કરવી તે પણ હોય શકે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે, આળસને કારણે લગભગ દરેક લોકો, બે મહિના, ચાર મહિના અથવા તો કેટલીક વાર તો વર્ષોના વર્ષો સુધી ટાંકીની સફાઈ નથી કરતા. આ કારણથી ટાંકીના પાણીમાં ગંઘ આવવા લાગે છે. તેથી જ, મહિનામાં એકવાર તો ટાંકીની સફાઈ જરૂરથી કરવી જોઈએ.

ક્લોરીનનો કરો ઉપયોગ :

જો તમે વારંવાર ટાંકીની સફાઈ કરવાનું મન થતું નથી, તો તમે ક્લોરીનનો ઉપયોગ કરીને, પાણીમાં આવવા વાળી ગંઘને દૂર કરી શકો છો. ટાંકીમાં કેટલીક વાર માટીના થર જામી જાય છે, તેના કારણે કેટલીક વાર ટાંકીના પાણી માંથી ગંઘ આવવા લાગે છે. તેવામાં પાણી માંથી આવતી ગંઘને દૂર કરવા માટે અને પાણીમાં રહેલ કોઈ પણ બેક્ટેરિયાને દૂર કરવા માટે ક્લોરીનનો ઉપયોગ બેસ્ટ છે. આ માટે તમે ક્લોરીનના પાવડરને અથવા તો ક્લોરીનના લિક્વિડને પણ ટાંકીમાં નાખી શકો છો. તેનાથી ગંઘ સહેલાઈથી દૂર થઈ જશે.લીંબુના રસનો ઉપયોગ કરો : કદાચ, તમને ખબર હશે, અને જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ટાંકીમાં બેક્ટેરિયા થવાથી જ ટાંકીના પાણીમાં ગંઘ આવવા લાગે છે. આપણે નળ દ્વારા પાણીનો વપરાશ કરતાં હોઈએ છીએ તેથી ખબર રહેતી નથી, કે ટાંકીના પાણીની અંદર બેક્ટેરિયા છે. પરંતુ જ્યારે ટાંકી ખોલીને તપાસ કરીએ છીએ ત્યારે તેમાં આપણને બેક્ટેરિયા જોવા મળે છે. તેથી જ પાણીમાં રહેલ બેક્ટેરિયાને દૂર કરવા માટે અને તેમાંથી આવતી ખરાબ ગંઘને દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ટાંકીમાં 2 કપ લીંબુના રસને નાખો અને થોડીવાર સુધી આમ, જ રહેવા દો.

સપ્લાય ચેક કરો :

ઘણી વાર એવું થતું હોય છે કે, ટાંકીની સફાઈ પણ થતી હોય છે અને ક્લોરીન સાથે લીંબુનો રસ પણ ટાંકીમાં નાખવામાં આવે છે, આમ છતાં પણ ટાંકીના પાણી માંથી ગંઘ આવતી હોય છે. જો તમારે પણ કોઈ વાર આવું થતું હોય તો, ટાંકીની સપ્લાયની તપાસ કરવી જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે કે, જમીન માંથી જે પાઇપ દ્વારા પાણી ટાંકીમાં પહોંચે છે, તે પાઇપમાં ગંદગી જામેલી હોય છે. તેથી તે પાઇપની સફાઈ પણ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment