તાવડી સાથે જોડાયેલી આ વસ્તુ ટીપ્સ ગરીબ માણસને પણ બનાવી દેશે ધનવાન, જાણો તાવડીને યોગ્ય રીતે મુકવાથી લઈ ઉપયોગ કરવા સુધી ટીપ્સ…

તાવડી સાથે જોડાયેલી આ વસ્તુ ટીપ્સ ગરીબ માણસને પણ બનાવી દેશે ધનવાન, જાણો તાવડીને યોગ્ય રીતે મુકવાથી લઈ ઉપયોગ કરવા સુધી ટીપ્સ…

ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી હોય છે. રોટલી બનાવવામાં વપરાતી લોઢી કે તાવડી પણ વાસ્તુની દ્રષ્ટિએ ખુબ જ મહત્વની હોય છે. તાવડીમાં બનાવેલ રોટલી આપણને ઉર્જા આપે છે. આ દરમિયાન તાવડીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવું ઘરના લોકોનું નસીબ બદલી શકે છે.

આજે આપણે તાવડીના ઉપયોગો સંબંધિત વાસ્તુના નિયમો અને આપણા જીવન પર તેની શું અસર થઈ શકે તેના વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર જાણો.

તાવડીમાંથી ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરો : ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતા લાવવા માટે તાવડી ખુબ જ મહત્વની વસ્તુ છે. આ સિવાય તાવડી દ્વારા કેટલાક વાસ્તુ ઉપાય કરવાથી તમારું નસીબ પણ ઉજ્જવળ થઈ શકે છે. કારણ કે તાવડી રાહુની ખરાબ અસરને દૂર કરે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર શું કરવું જોઈએ.

1 ) ઘણા ઘરોમાં તાવડી દરરોજ સાફ થતી નથી. આવું બિલકુલ ન કરો. હંમેશા માટીની તાવડી હોય તો બરોબર સાફ કરીને મુકો અને લોઢી હોય તો તેને ધોઈને સાફ કરો. ત્યાર પછી જ તેના પર રોટલી બનાવો.

2 ) રોટલી બનાવવા માટે, સ્ટવ પર તાવડી  મૂક્યા પછી, તેના પર પહેલા થોડું મીઠું નાખો, પછી રોટલી બનાવો. તેનાથી રાહુની નકારાત્મક અસર સમાપ્ત થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે મીઠામાં અન્ય કોઈ મસાલો મિશ્રિત ન હોય

3 ) તાવડીને ખુલ્લી જગ્યાએ ન રાખો અને તેને ઊંધી પણ ન રાખો. સાવરણીની જેમ તાવડીને પણ બીજાની નજરથી દૂર રાખો.
4 ) દરરોજ રોટલી બનાવતી વખતે, પ્રથમ રોટલી ગાય અથવા પક્ષી માટે અલગથી બહાર કાઢો. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, પશુ અથવા પક્ષીને પ્રથમ રોટલી ખવડાવો.

5 ) રોટલી બનાવતી વખતે મનના વિચારોને સકારાત્મક રાખો કારણ કે, ખોરાક બનાવનાર વ્યક્તિના વિચારો પણ ખોરાક પર અસર કરે છે.
6 ) તાવડી ઠંડી થયા પછી તેના પર લીંબુ અને મીઠું ઘસવું એ તમારી કિસ્મત ચમકાવવા જેવું છે.

7 ) ગરમ તાવડી પર ક્યારેય પાણી ન નાખો, તેનાથી આવતો અવાજ ખુબ જ અશુભ છે અને મુશ્કેલીનું કારણ પણ બની  શકે છે.
8 ) તાવડીનો ઉપયોગ કર્યા પછી, જ્યાં ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે તેની ડાબી બાજુ પર તાવડી રાખો, આમ કરવું શુભ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!