શિયાળામાં તમારી સ્કીનને આ વસ્તુ બનાવી દેશે એકદમ સોફ્ટ અને મુલાયમ, બસ આવી રીતે કરો ઉપયોગ….

મિત્રો હાલ ઠંડીના દિવસો શરૂ છે. આથી દરેક લોકોને પોતાની સ્કીનને લઈને ખુબ જ ચિંતા થતી હોય છે. આથી લોકો ઈચ્છે છે કે, તેમની સ્કીન રૂખી, બેજાન ન બને. આથી તેઓ સ્કીન મુલાયમ બનાવવા માટે વિવિધ કોસ્મેટીક આઈટમ અપનાવે છે. પણ ઘણી વખત આ ક્રીમનો ઉપયોગ નુકસાનકારક પણ સાબિત થાય છે. આથી જો તમે ઈચ્છો છો કે, તમારી સ્કીન એકદમ સોફ્ટ બને, મુલાયમ બનાવવા માટે તમે ચીકુનો ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ રીતે ચીકુનો ઉપયોગ કરી જુઓ અને પછી અમને કોમેન્ટ જણાવો કે આ ઉપાય તમને કેવો લાગ્યો.

મિત્રો ચીકુ સ્વાદમાં મીઠું અને પૌષ્ટિક ફળ છે. તે સ્વાદમાં તો ટેસ્ટી છે જ સાથે સાથે તે પચવામાં પણ ખુબ સારા છે. ચીકુ તંદુરસ્તી માટે ખુબ ફાયદાકારક છે. ચીકુ એ ત્વચા અને વાળની ખુબસુરતી વધારવા માટે એકદમ કારગર સાબિત થાય છે. તે શરીરને એનર્જી પણ આપે છે. કેમ કે તેમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય છે. આ ફળ વિટામીન અને ખનીજોથી ભરપુર છે. ચીકુ ત્વચા અને વાળને કોમળતા અને ચમક આપીને તેની સુંદરતા બનાવી રાખે છે. શિયાળામાં સ્કીનને ઘણા પ્રકારની સમસ્યાથી દુર કરવા માટે તમે ચીકુનો ઉપયોગ કરી શકો છો.

ડલ સ્કીનને ગ્લોઇંગ બનાવે છે : શિયાળામાં અક્સર સ્કીન રૂખી અને બેજાન બની જાય છે. આમ ત્વચાને ગ્લોઇંગ બનાવવા માટે ચીકુના બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકાય છે. જેની સામગ્રી અમે નીચે તમને જણાવી છે.સામગ્રી :  સમારેલા ચીકુ એક ચમચી,  દૂધ – એક નાની ચમચી, બેસન અથવા મકાઈનો લોટ – એક નાની ચમચી.

ઉપયોગ કરવાની રીત : પહેલા આ બધી સામગ્રીને ભેગી કરીને સારી રીતે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પોતાના ચહેરા અને ગરદન પર લગાવો. પેકના સુકાઈ ગયા પછી હળવા ગરમ પાણીથી મોઢું ધોઈ નાખો. આમ અઠવાડિયામાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા એકદમ ગ્લોઇંગ થવા લાગશે.

કરચલીયોને દુર કરે છે : ચીકુના પલ્પમાં થોડી સામગ્રીઓને મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરવામાં આવે છે. જે ચહેરા પરની કરચલીયોને દુર કરે છે.સામગ્રી : ચીકુનો પલ્પ – એક નાની ચમચી, ગુલાબ જળ – એક નાની ચમચી, ચંદન પાઉડર – એક નાની ચમચી.

ઉપયોગ કરવાની રીત : ચીકુના પલ્પમાં ચંદન પાઉડર અને ગુલાબ જળ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તે તરત સુકાઈ જાય છે આથી 5-6 વખત ભીના હાથે તેને સ્પર્શ કરતા રહો. પછી ચહેરા અને ગરદનને ગરમ પાણીથી ધોઈ નાખો. આમ કરચલીયો માટે આ પેસ્ટ ખુબ જ અનુકુળ છે. આ ફેસ પેકનો ઉપયોગ સપ્તાહમાં બે વખત કરો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment