સુર્યાસ્ત બાદ આ પ્રકારના ખોરાકનું ન કરવું જોઈએ સેવન, સુર્યાસ્ત બાદ પેટમાં ઝેર જેવું કામ કરે છે આ વસ્તુઓ.

તમે ઘણીવાર પોતાના વડીલો પાસેથી એવું સાંભળ્યું હશે કે રાતે કે સૂર્યાસ્ત પછી અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો જૈન ધર્મના ઘણા લોકો આ નિયમનું પાલન ખુબ જ ચુસ્તપણે કરે છે. સુર્યાસ્ત પહેલા રોજ જમી લેવું જોઈએ, તેવું આપણું આયુર્વેદ કહે છે. આપણા આયુર્વેદ રાત્રે ભોજન કરવાની મનાઈ કરવામાં આવી છે. આજે અમે તમને આ લેખમાં અમુ વસ્તુ વિશે જણાવશું જેનું સુર્યાસ્ત બાદ ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ.

એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી અમુક ખોરાક ન ખાવો જોઈએ. જૈન ધર્મના લોકો આ નિયમનું પાલન કરે છે. આયુર્વેદ અનુસાર, હંમેશા સૂર્યાસ્ત પહેલા ખોરાક ખાઈ લેવો જોઈએ. પરંતુ તેમ છતાં તમે રાત્રે ભોજન કરો છો તો રાત્રે અમુક વસ્તુનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત બધા જ ધર્મોમાં ખોરાક ખાવા માટેના તેમના પોતાના નિયમો જરૂર હોય છે, તેમ અલગ પદ્ધતિ પણ હોય છે જેમાં જમ્યા પહેલાં પાણી પીવું સારું છે, ભોજન દરમિયાન અથવા ભોજન પછી 40-45 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ અને તેનાથી શરીરને ફાયદો થઈ શકે છે.

અહીં અમે તમને જાણવી રહ્યા છીએ કે કેટલીક ચીજવસ્તુઓ સૂર્યાસ્ત પછી ન ખાવી જોઈએ, નહીં તો તેનાથી શરીરમાં ઝેરી તત્વો પ્રવેશે છે. તો જાણી લો તે વસ્તુઓ શું છે અને ખાધા પછી શું થઈ શકે છે

સુર્યાસ્ત બાદ ન ખાવું જોઈએ આ વસ્તુ :

તેના વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ફળો, શેરડી, જંક ફૂડ ક્યારેય ન ખાવું જોઈએ. જો તમે આ પ્રકારના ખોરાકનું સેવન સુર્યાસ્ત બાદ કરો છો તો તમને ખુબ જ નુકશાન થઇ શકે છે. ત્યાર બાદ સૂર્યાસ્ત પછી ફળો, દહીં, સત્તુ, મૂળા અને વરિયાળી પણ રાત્રે ન ખાવા જોઈએ.

આ સિવાય ગરમ ખાદ્ય પદાર્થો, ખુબ જ મરચાં-મસાલા વાળો ખોરાક અને એસિડયુક્ત જ્યુસથી બનેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો રાત્રે જમ્યા પછી ચા, કોફી પીવાના શોખીન છો, તો તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. શાકભાજી સાથે ફળ કે ફળ સાથે શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. સલાડમાં દૂધ, દહીં અને ડુંગળી ન ખાવી જોઈએ. સૂર્યાસ્ત બાદના સમયે વ્યક્તિએ આ વસ્તુઓના સેવનથી દૂર રહેવું જોઈએ.મુખ્ય કારણો :
એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પહેલા ખોરાક લેવો એ સવાર સુધી ખોરાક પચાવવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે, જે પાચક શક્તિને સ્વસ્થ રાખે છે.

સૂર્યાસ્ત પહેલા ખાવાથી અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે. રાતના સમયમાં ભોજન કરવાથી બેક્ટેરિયા અને અન્ય જીવો રાત્રે ખોરાકને વળગી રહે છે અથવા સ્વ-ઉત્પન્ન થાય છે. જેના કારણે બીમાર થવાનું જોખમ વધે છે.

સૂર્યના આથમ્યા પછી રાતે ભેજનું પ્રમાણ વધવાને કારણે, સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. દિવસ દરમિયાન સૂર્યની ગરમીને લીધે તેઓ ઉત્પન્ન થતાં નથી. પરંતુ સૂર્યાસ્ત પછી, ભેજ વધવાને કારણે ક્ષ્મજીવો અને બેક્ટેરિયા જેવા તત્વો સક્રિય થાય છે.

સૂર્ય આથમ્યા પછી ખોરાક દૂષિત અને વાસી થઈ જાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આમ પણ કોઈ પણ ખોરાક હોય તેનું તાજું સેવન કરવામાં આવે તો તે વધારે અસરકારક રહે છે. સુર્યાસ્ત બાદ આપણી પેટની અગ્નિ એટલે એ જઠરાગ્નિ મંદ પડી જાય છે. જો એ સમયે ભારે ખોરાક લેવામાં આવે તો તે આપણા પેટમાં એ ખોરાક બરાબર પચતો નથી. જેના કારણે અંદર ફેફસામાં ઇન્ફેકશન પણ થઇ શકે છે અને અનેક રોગો પણ આવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment