દુનિયામાં ફક્ત એક મિનીટમાં આટલા બનાવો બની જાય છે. આ માહિતી જાણી તમને આશ્વર્ય થશે.

શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, એક કલાકમાં દુનિયામાં શું શું ફરી જાય છે. ક્યાં વધારો થાય છે ને ક્યાં ઘટાડો થાય છે ? એક કલાક તો શું એક મિનીટમાં આખી દુનિયામાં કેટલા ફેરફારો થઈ જાય છે. કેટલા લોકોના મૃત્યુ થાય અને કેટલા લોકોના જન્મ થાય છે. અથવા તો એક મિનીટમાં કંઈ વસ્તુ સૌથી વધુ વહેંચાય અને કંઈ વસ્તુ ઓછી. એક મિનીટમાં ફેસબુકમાં કેટલા એકાઉન્ટ ઓપન થયા અને કેટલા બંધ થયા ? instragram માં કેટલા લાઈક મળ્યાને કેટલા વિડીયો શેર થયા ? આ બધા સવાલો વિશે વિચારવા બેસીએ તો કદાચ તેનો કોઈ જવાબ ન મળી શકે.

શું તમે આ સવાલનો જવાબ શોધી રહ્યા છો કે એક મિનીટમાં આખી દુનિયામાં શું શું ફેરફાર થાય ? જો તમે પણ એ અંગે જાણવા જ માંગતા હો તો એક વખત આ લેખ અંત સુધી જરૂર વાંચો.

પૃથ્વી પરનું પાણી : આપણી પૃથ્વી પર આખી પૃથ્વી પરના 71% ભાગમાં પાણી આવેલું છે. એટલે કે 100% માં 71% ભાગ પાણીનો છે. પણ આ પાણી સૂર્યની ગરમીને કારણે ઘણી હદ સુધી ભાપ એટલે કે વરાળ બનીને ઉપર આકાશમાં ચાલ્યું જાય છે. શું તમે જાણો છો કે દરેક મિનીટે ધરતી પરથી લગભગ 950 લાખ ટન પાણી વરાળ બનીને ઉડી જાય છે. 950 ટન પાણી એટલે કે 95 કરોડ લીટર પાણી વરાળ બની જાય છે. અને જો પાણીની ડોલ સાથે સરખાવવામાં આવે તો એક મિનીટમાં 9 કરોડ 50 લાખ ડોલનું પાણી વરાળ બની જાય છે.વોટ્સઅપ : આજે વોટ્સઅપ એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મેસેન્જર એપ છે. આજે આખી દુનિયામાં લગભગ 100 કરોડ લોકો whatsapp યુઝ કરે છે. જ્યારે 30 કરોડ લોકો તો સતત whatsapp નો ઉપયોગ કરી રહ્યા છે. આમ whatsapp નો આટલો ઉપયોગ હોવાને કારણે આજે 1 મિનીટમાં 4 કરોડ કરતા પણ વધુ મેસેજ થાય છે. જ્યારે તમને એ જાણીને ખુબ આશ્ચર્ય થશે કે whatsapp નું આટલું મોટું યુઝર ગ્રુપ હોવા છતાં પણ તેને માત્ર 60 કરતા પણ ઓછા લોકો મેનેજ કરી રહ્યા છે.

સિગારેટ : આખી દુનિયામાં મોટાભાગના લોકો સીગારેટનો ઉપયોગ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે એક મિનીટમાં કેટલા લોકો સીગારેટનો ઉપયોગ કરી રહ્યા છે. તમે જાણો જ છો કે સિગારેટ શરીર માટે ખુબ જ હાનિકારક છે. શું તમે જાણો છો કે 1 મિનીટમાં લગભગ 1 કરોડ કરતા પણ વધુ સિગારેટ વહેંચાય જાય છે.

યુટ્યુબ : વિડીયો જોવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન યુટ્યુબ છે. આજે લગભગ દરેક લોકો યુટ્યુબનો ઉપયોગ તેમજ તેના વિશે જાણે છે. ગુગલ સર્ચ એન્જીન પછી જો સૌથી વધુ કોઈ સર્ચ એન્જીનનો ઉપયોગ થતો હોય તો છે યુટ્યુબ. યુટ્યુબ પર આજે 50 કરોડથી પણ વધુ ચેનલ છે. આજે એક મિનીટની અંદર યુટ્યુબમાં 300 કલાક કરતા પણ વધુ વિડીયો અપલોડ થઈ જાય છે. માની લો કે એક વિડીયો 10 મિનીટનો હોય તો એક મિનીટમાં 1800 વિડીયો અપલોડ થાય છે. એમ એક મિનીટમાં એટલી હદે વિડીયો અપલોડ થાય છે કે તેનો હિસાબ કરવો ખુબ મુશ્કેલ છે. કારણ કે જો તમે એક વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં તો કેટલા હજાર વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ જાય છે.ક્રાઈમ : સાડા 7 અબજની વસ્તી ધરાવતી આ દુનિયામાં કોઈને કોઈ માણસ સાથે કંઈને કંઈ દુર્ઘટના ઘટિત થતી રહે છે. તેમાં પણ જો ક્રાઈમની વાત કરવામાં આવે તો દુનિયામાં દર મિનીટે કરોડોની સંખ્યામાં ક્રાઈમ થતા રહે છે. રેપ, ચોરી, લુંટ, મડર, સાઈબર ક્રાઈમ વગેરે એટલી હદે વધી રહ્યું છે કે જેની કોઈ ગણતરી થઈ ન શકે. જો અમેરિકાની વાત કરવામાં આવે તો ત્યાં દર મિનીટે એક ક્રાઈમ રીપોર્ટ દર્જ થાય છે. જ્યારે ભારતની વાત કરીએ તો અહી મહિલાઓ સાથે સૌથી વધુ ક્રાઈમ થાય છે.

પ્લેન : આજે પ્લેનમાં મુસાફરી કરવી દરેક લોકો માટે એક સમાન્ય બાબત બની ગઈ છે, તેનું કારણ છે કે આજે પ્લેનની ટિકિક ખુબ સસ્તી થઈ ગઈ છે. તેથી લોકો પોતાનો સમય બચાવવા માટે પ્લેનનો ઉપયોગ કરે છે. જેના કારણે આજે તમે આકાશમાં અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં એમ પ્લેન ઉડતા જોઈ શકો છો. આમ આજે આખી દુનિયામાં લગભગ 23600 પ્લેન હાજર છે. જો ટેકઓફની વાત કરવામાં આવે તો 1 મિનીટમાં 212 પ્લેન થાય છે.

હ્યુમન બોડી : ભગવાને આપણા શરીરની રચના કંઈક એવી રીતે કરી છે કે, દરેક સેકન્ડે તેમાં કોઈને કોઈ ક્રિયા થતી જ રહે છે. ત્યાં સુધી કે સુતી વખતે પણ આપણું શરીર સતત એક્ટીવ રહે છે. આપણું હૃદય એક મિનીટમાં 60 થી 100 વખત ધડકે છે અને માત્ર એક જ મિનીટમાં ત્રણ વખત બ્લડને પંપ કરીને શરીરના બધા અંગોને લોહી પહોંચાડે છે. મોટાભાગના લોકો એવું મને છે કે આપણું હૃદય ડાબી બાજુ હોય છે, પણ એવું નથી, વાસ્તવમાં આપણું હૃદય છાતીની બરાબર વચ્ચે હોય છે. જો ફેફસાની વાત કરવામાં આવે તો એક મિનીટમાં 12-20 વખત શ્વાસ લે છે. જ્યારે 24 કલાકમાં એક સમાન્ય માણસ 17800 વખત શ્વાસ લે છે.

ઘણી એવી બાબતો છે જે એક મિનીટમાં લાખો વાર થઈ જાય છે. એવી તો અસંખ્યક વસ્તુઓ છે જેનો ઉપયોગ માણસો એક મિનીટમાં લાખો વાર કરે છે. જેનો હિસાબ કરવો ખુબ મુશ્કેલ છે.

Leave a Comment