અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે, ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

આજે વિશ્વની સૌથી મોટી સમ્સસ્યા બની ગયો કોરોના વાયરસ. જેને પરાસ્ત કરવા માટે આખું વિશ્વ લડી રહ્યું છે. તેમ છતાં પણ તેના પર કાબુ મેળવી શકાયો નથી. આજે વિશ્વમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દિવસે દિવસે ખુબ વધી રહી છે. જ્યારે કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. કોરોનાના કારણે 3 લાખથી પણ વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે.

આમ આખી દુનિયા જ્યાં એક તરફ કોરોના સામે લડી રહ્યો છે, ત્યાં બીજી બાજુ એક એવી બીમારી છે જેના કારણે યુવાન છોકરાઓના મૃત્યુ થઈ રહ્યા છે. અમેરિકાના ચિચિગલપામાં કોરોનાના કારણે નહિ, પરંતુ બીજી એક અન્ય બીમારીના કારણે યુવાન છોકરાઓના મોત થઈ રહ્યા છે. આ દેશને વિધવાઓનો દેશ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં સવાલ એવો ઉદ્દભવે છે કે એવું ક્યું કારણ છે, જેના કારણે યુવાન છોકરાના મૃત્યુ થઇ રહ્યા છે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી જાણીએ.

સેન્ટ્રલ અમેરિકાના આ ટાપુને એટલે કે ચિચિગલપાને વિધવાઓનો ટાપુ કહેવામાં આવે છે. ત્યાં રહેતા લોકોમાં એક એવી બીમારી ફેલાઈ છે, જેમાં માણસને કીડની બીમારી થઈ જાય છે અને તેના જ કારણે યુવાનોના મૃત્યુ થઇ જાય છે. તે જગ્યાએ મહિલાઓનો સુહાગ ન રહે, માટે તેને વિધવાનો ટાપુ કહેવામાં છે. ત્યાં એવું કહેવાય છે કે, શેરડીની ફેક્ટરીમાં કામ કરતા લોકો કિડનીની બીમારીની ચપેટમાં આવી જાય છે. તે ફેક્ટરીમાં કામ કરતા યુવાનો આ બીમારીનો શિકાર બને છે અને યુવાન મૃત્યુ થાય છે. જેને કારણે આ યુવાનોની પત્નીઓ નાની ઉંમરે જ વિધવા થઈ જાય છે. ત્યાંની એક એવી તસ્વીર દેખાડી રહ્યા છીએ જેમાં એક 49 મજદૂર યુવાનને દફનાવવામાં આવી રહ્યો છે. આ કમ્યુનીટીના લોકો શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘણા દાયકાઓથી શેરડીના ખેતરમાં કામ કરતો હતો, (1 નંબરનો ફોટો) તે હાલ પોતાની  દીકરી પાસે ડાયાલીસીસ કરાવી રહ્યો છે. અને તેનો 24 વર્ષીય દીકરો પણ 5 વર્ષથી સાથે જ શેરડીના ખેતરમાં કામ કરતા હતા. પરંતુ આજે બંને કિડનીની બીમારીથી પીડિત છે.

આમ બીજા એક અન્ય ફોટોમાં પણ એક માણસ દેખાઈ રહ્યો છે, તે પણ કિડનીની બીમારીથી પીડિત છે. જેની ઉંમર માત્ર 29 વર્ષ છે. જે ચિચિગલપાના શેરડીના ખેતરોમાં ઉભેલો દેખાય છે. (2 નંબરનો ફોટો)

આ ઉપરાંત જાણવા મળતી માહિતી અનુસાર ત્યાંના સુરક્ષા ગાર્ડ સ્થાનીય શ્રમિકો અને la Isla ફાઉડેશનના એક સદસ્યને ખેતરોમાં થતા અત્યાચાર વિશે જણાવે છે. ત્યાં કીડનીને લગતી બીમારીને કારણે વધતી ઘટનાઓને જણાવતી આ એક બિન સરકારી સંગઠન છે. જે કીડની બીમારીનું કારણ શોધી રહી છે. જ્યારે બીજી એક અન્ય ફોટોમાં એક માણસનું મોત થઈ ગયું છે, જેની ઉંમર 36 વર્ષ છે. આ માણસે પણ આ ખેતરોમાં 12 વર્ષ સુધી કામ કર્યું હતું. બીજી એક તસ્વીરમાં ખેતરોમાં કામ કરતા પૂર્વ શ્રમિકોના મૃત્યુ પર લોકો ભેગા થયા છે અને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ વિશે વિગતે વાત કરીએ તો 2002 થી 2012 સુધીમાં ત્યાં 35 થી 55 વર્ષીય પુરુષોની 75% મોત કિડનીની બીમારીને કારણે થઈ છે. (3 નંબર ફોટો)

એક તસ્વીરમાં એક મહિલા પોતાના ઘરના દરવાજે ઉભી છે. તેણે પોતાના બે ભાઈઓ અને પતિને કિડનીની બીમારીના કારણે મૃત્યુ થયું હતું અને એ મહિલાએ નરી આંખે જોયું હતું. ત્યાંના  લોકો હવે કિડનીની આ બીમારીને સ્વીકારી ચુક્યા છે. પિતા અને પુત્ર બંને કિડનીની બીમારીથી પીડિત હતાતેઓ બંને સમુદ્રતટ પર ઉભેલા છે અને સમુદ્રના પાણીને જોઈ રહ્યા છે. (4 નંબર ફોટો)

Leave a Comment