14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો.. પણ આવા કામ થઇ શકશે, જાણો લગ્નની તારીખો…

મિત્રો 16 ડિસેમ્બર, 2૦19 ના દિવસ બપોર 3.31 સમયે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તો તેની જ સાથે ધનારક એટલે કે કમુરતા શરૂ થઇ ગયા છે. આ કમુરતા 14 જાન્યુઆરી સુધી રહેશે. જ્યોતિષીએ જણાવ્યા અનુસાર આ સમયમાં કોઈ શુભ કાર્ય કરવા માટે મનાઈ કરવામાં આવી છે. કેમ કે સૂર્યનું ભ્રમણ ગુરુ રાશિમાં પ્રવેશ કરશે તેનાથી કુદરતી રીતે જ સૂર્યનું બળ ઘટી જાય છે. આ સમયમાં જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો તેમાં ઉર્જા નથી મળતી. આ સમયમાં શુભ કાર્ય માટે બરકત પણ પ્રાપ્ત થતી નથી. કેમ કે સૂર્યનું ધન રાશિમાં અને પશ્વિમ દિશામાં ભ્રમણ રહે છે.

આ સમયે ધન રાશિમાં શનિ અને સૂર્યનો યક્ષ યોગ બની રહ્યો છે. એટલા માટે કોઈ પણ શુભ કામ ન કરવું જોઈએ. આ સમયમાં માત્ર ધાર્મિક કર્યો જ કરવામાં આવે તો વધારે ફળદાયી રહે છે. મોટા મંદિરો કે હવેલીમાં ભગવાનના વિશેષ દર્શન કરવામાં આવશે અને સત્સંગ, ભાગવત કથા, આધ્યત્મિક શિબિરો વગેરેનું આયોજન થશે. જ્યોતિષ શાસ્ત્રીઓએ જણાવ્યું તે પ્રમાણે 14 જાન્યુઆરીના રોજ રાત્રે 2 વાગીને એક મિનીટ પર સૂર્યનું આગમન મકર રાશિમાં થશે. એજ સમયે કમુરતા પૂર્ણ થશે. ત્યાર બાદ લગ્ન આદિ દરેક શુભ કાર્ય થશે. પરંતુ હાલ આ સમયમાં શુભ કર્યો સંપૂર્ણ બંધ રહેશે. તો મિત્રો આ લેખમાં અમે દરેક રાશિ વિશે પણ જણાવશું. આ સમયમાં દરેક રાશિના જાતકો માટે કેવો સમય રહેશે :

મેષ રાશિના જાતકો લાંબી યાત્રા કરે તેવી સંભાવના બની રહી છે, આ રાશિના જાતકો ધર્માચાર્યોના આશીર્વાદથી ખુબ જ વિકાસ પામશે.

વૃષભ રાશિના જાતકો સાથે નાનો મોટો અકસ્માત થઇ શકે, કોઈ શારીરિક સમસ્યા ઉભી થાય, તેમજ પરિવારના કોઈ સભ્યની તબિયત પણ બગડી શકે.

મિથુન રાશિના જાતકો માટે માનસિક ઉગ્રતા વધે તેવું બની શકે, જવાબદારી વધી શકે, લગ્નજીવનમાં અલગ અલગ મતમતાંતર બને.

કર્ક રાશિના જાતકોના જીવનમાં શત્રુ પર વિજય મળે, જો લાંબા સમયથી કોઈ કામ બાકી હશે તો તે કામોમાં ઉકેલ આવે.
સિંહ રાશિના જાતકોના જીવનમાં સંતાનના ભાગ્યમાં ઉન્નતિ થાય, નવા સંબંધ તમને તક આપે.કન્યા રાશિના જાતકો જો વેપાર સાથે જોડાયેલા હશે તો ધંધામાં સરકારી પ્રશ્નો વધી શકે, ત્યાર બાદ નાની મોટી તકલીફ પણ આવી શકે.

તુલા રાશિના જાતકોના જીવનમાં નાના મોટા સાહસ થાય અને સફળતા મળે, નવા અને જુના દસ્તાવેજ માટે આ સમય યોગ્ય છે.

વૃશ્વિક રાશિ માટે આ સમયમાં કુટુંબ પરિવારમાં સારા સમાચાર મળી શકે, તેમજ આંખને લઈને કોઈ સમસ્યા થઇ શકે.

ધન રાશિના જાતકો પદ સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, યુવાવર્ગને સરકારી નોકરી મળવાની શક્યતા રહે.

મકર રાશિના જાતકોને જો લેણું હોય તો સરકારી નોટીસ આવી શકે, આરોગ્ય વિશે થોડી કાળજી લેવી.

કુંભ રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે, વાહન, મકાન અને સમૃદ્ધિમાં પરિવર્તન યોગ છે અને શારીરિક સમસ્યા દુર થાય.

મીન રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ મળશે, સરકારી લાભો પણ થાય, જ્વેલરી ખરીદવાના સંજોગ બની રહ્યા છે, બાકી અન્ય સમસ્યાઓ દુર થતી જણાય. તો હવે જાણી લઈએ કે ક્યાં કાર્ય થશે અને ક્યાં કાર્ય નહિ થાય :

આ કાર્ય થશે :- આ સમયમાં જો તમારે કોઈ જપ, તપ, ભાગવત કથા, શાંતિ હોમ, પિતૃકાર્ય, લઘુરુદ્ર અનુષ્ઠાન જેવા કાર્ય કરવા હોય તો કરી શકો.

આ કાર્ય ન કરવા :- આ સમયમાં લગ્ન, વાસ્તુ, શુભ કાર્ય, વેવિશાળ, સોના-ચાંદી અને જમીન-મકાન જેવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

આ સિવાય તમને લગ્નના શુભ મુહૂર્ત વિશે પણ નીચે જણાવી દઈએ. તેમાં મહિના અનુસાર લગ્ન કંઈ તારીખ શુભ રહેશે તે દર્શાવવામાં આવ્યું છે.

લગ્નનાં શુભ મુહૂર્તો : જાન્યુઆરી : 15,16,18,20,29,30,31. ફેબ્રુઆરી : 1, 4, 9, 11, 12, 13, 14, 16, 25, 26, 27. માર્ચ : 10,11,12. એપ્રિલ : 16,25,26. મે : 1,2,5,6,8,14,15,17,18,19,24. જૂન : 13,14,15,25,26,28,29,30. આ તારીખો લગ્ન માટે શુભ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment