જાણો આ છે અનુષ્કા શર્માની ચમકદાર ત્વચાનું રહસ્ય? તમે પણ એવી ત્વચા બનાવી શકો છો.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને માત્ર એક્ટિંગ માટે જ નહિ, પરંતુ તેની સુંદરતા માટે પણ તેને ઓળખવામાં આવે છે. તેના ચહેરાનો ગ્લો અને તેની ફ્લોલેસ ત્વચા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ બાબતે અનુષ્કાનું માનવું છે કે એક હેલ્ધી ડાઈટ અને યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરીને પોતાને સુંદર રાખવા સરળ છે.

તો મિત્રો આજના સમયમાં દરેક લોકો સુંદર દેખાવા માંગે છે ખાસ કરીને સ્ત્રીઓ. જો તમે પણ ઈચ્છો છો કે તમારી ત્વચા પણ ગ્લોઇન્ગ અને ફ્લોલેસ રહે, તો અનુષ્કાએ પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવેલ અમુક ટીપ્સ અમે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સુંદર રહી શકો છો. તો અનુષ્કા શર્માના બ્યુટી સિક્રેટને જાણવા માટે આગળનો લેખ પૂરો જરૂર વાંચવો.અનુષ્કા શર્માએ જણાવ્યું કે તે ત્વચાને ડીટોક્સ કરવા માટે એક ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ તેણે જણાવ્યું હતું કે તે લીમડાના ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. જે તેની ત્વચાને સાફ અને ગ્લોઇન્ગ બનાવી રાખે છે. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે તે પોતાની સ્કીનને ફ્લોલેસ રાખવા માટે તે ઘણી ટ્રીક્સનો ઉપયોગ કરે છે.

અનુષ્કા શર્માએ કહ્યું કે, “હું મારી ત્વચાને હેલ્ધી રાખવા માટે સિમ્પલ, પરંતુ અસરકારક વસ્તુને ટ્રાય કરું છું. જેમ કે હું ખુબ પાણી પીવું છું અને યોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક પર વિશ્વાસ રાખું છું. તમે જે કંઈ પણ છો તે તમારા ખોરાકના કારણે જ છો. સાચી અને યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવો પણ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે.”

આ ઉપરાંત અનુષ્કા શર્મા જણાવે છે કે, “સ્કીન કેરમાં સનસ્ક્રીન લોશન, મોઈસ્યુરાઈઝર અને ક્લેન્જર જેવી પ્રોડક્ટ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત સુતા પહેલા હું ક્યારેય મેકઅપ રીમુવ કરવાનું નથી ભૂલતી.” તો મિત્રો આ રીતે અનુષ્કા શર્મા હેલ્ધી ડાઈટ અને ઓર્ગીનીક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે તેને વધારે સુંદર બનાવી રાખે છે. માટે જો તમે પણ સુંદર અને ફ્લોલેસ તેમજ ગ્લોઇન્ગ ત્વચા મેળવવા માંગો છો તો તમારે એક હેલ્ધી ડાઈટ ખાસ અનુસરવી જોઈએ. આ ઉપરાંત  અમુક સમયાંતરે ફેસ માસ્ક અને અન્ય જરૂરી સ્કીન કેર ટ્રીક્સ અપનાવવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment