100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

જો તમે પૈસા બચત માટે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો બેંક અથવા અન્ય કોઈ સ્કિમમાં રોકવા પહેલાં પોસ્ટ ઓફિસની નવી રોકાણ યોજના વિશે જરૂરથી જાણકારી મેળવવી જોઈએ. જી હાં, પોસ્ટ ઓફિસ નાની-નાની બચત યોજના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટની આ નાની નાની યોજનાઓ દ્વારા તમને બેંકના એફડી અથવા આરડીથી પણ વધારે અને સારું રિર્ટન આપે છે. તો આજે અમે તમને આ લેખમાં પોસ્ટ ઓફિસની બચત કરવા માટેની સ્કિમ વિશે જણાવશું માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.  

પોસ્ટ ઓફિસની સ્કિમ્સ એટલા માટે શ્રેષ્ઠ વિકલ્પ કહેવાય છે કારણ કે, તેમાં આપણી મૂડી એકદમ સેફ અને ફાયદાકારક રહે છે. તેમાં આપણી થયેલી જમા રાશી(રકમ) પર સોવરેન ગેરેંટી હોય છે. પોસ્ટની યોજનામાં એક નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. જેમાં એફડીની સરખામણીમાં સારું એવું વ્યાજ મળે છે. 

વ્યાજદર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની NSC યોજનામાં અત્યારે વર્ષનું 6.8 ટકાના દરે વ્યાજ મળે છે. તેને વાર્ષિક આધાર પર કમ્પાઉન્ડ કરવામાં આવે છે. પરંતુ આ સ્કિમમાં પૈસા ભરવાનું મેચ્યોરિટી પર નિર્ભર હોય છે. આ યોજનાના ટેન્ચોક 5 વર્ષનું હોય છે. જો કે મેચ્યોરિટી પૂર્ણ થવા પર આ યોજનાને બીજા 5 વર્ષ માટે વધારી શકાય છે.

ઇન્વેસ્ટ એટલે કે રોકાણની વાત કરીએ તો આ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનામાં પાંચ વિકલ્પ છે. અત્યારે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા અને 10,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં અલગ અલગ વેલ્યુના ગમે એટલા સર્ટિફિકેટ ખરીદીને એનએસસીમાં રોકાણ કરી શકાય છે. તેમાં મિનિમમ 100 રૂપિયાથી રોકણ કરવું જરૂરી છે. નોંધનીય છે કે, વધારેમાં વધારે રોકાણની કિંમત માટે કોઈ સીમા નથી. 

આ યોજનામાં જ્યારે પૈસા ડબલ થવાની વાત સાંભળશો ત્યારે તમને પણ થશે કે આ કેવી રીતે શક્ય બને ? તો તેના વિશે જાણીએ કે, જો તમે આ સ્કિમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી રહ્યાં છો, તો 6.8 ટકા વ્યાજદરથી 5 વર્ષમાં 20.85 લાખ રૂપિયા થઈ જશે. તેમાં તમારું રોકાણ માત્ર 15 લાખ હશે, પરંતુ વ્યાજના રૂપમાં તમને લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો થશે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80c ના અંતર્ગત NSC હેઠળ 1.5 લાખ રૂપિયા વર્ષ સુધી રોકાણ પર ટેક્સના કપાત પર લાભ મળે છે. 

Leave a Comment

error: Content is protected !!