જાણો પોસ્ટ ઓફિસની આ અફલાતુન સ્કીમ વિશે…. 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરો… મળશે પુરા 16 લાખ રૂપિયા…

મ્યુચ્યુઅલ ફંડના આ સમયમાં પોસ્ટ ઓફિસમાં રોકાણ કરીને તમે ખુબ જ મોટો નફો લઈ શકો છો. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી બધી સેવિંગ્સ સ્કીમ ચાલવી રહ્યું છે. તે સ્કીમમાં રોકાણ કરીને તમે ભવિષ્ય માટે મોટી રકમ જમા કરી શકો છો. તમને જણાવી દઈએ કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઝોખમ ભરેલું છે, પરંતુ જો તમે સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છતા હો, તો પોસ્ટ ઓફિસની સ્કીમાંમાં રોકાણ કરી શકો છો. જેમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક વગર અને મોટી રકમમાં રિટર્ન મેળવવા માટે પોસ્ટ ઓફિસની રેકરીંગ ડિપોઝીટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. 

100 રૂપિયાથી કરી શકાય છે શરૂઆત:- પોસ્ટ ઓફિસની સ્કીમ સ્મોલ સેવિંગ સ્કીમ રેકરીંગ ડિપોઝીટમાં રોકાણ કરવું પૂરી રીતે સુરક્ષિત છે. આ સ્કીમમાં રોકાણની શરુઆત તમે 100 રૂપિયાથી કરી શકો છો, અને વધુ રોકાણ માટે કોઈ લિમીટ નક્કી કરવામાં આવી નથી. રેકરીંગ ડિપોઝીટ સ્કીમમાં તમે તમારી સુવિધા અનુસાર 1 વર્ષ, ર વર્ષ અથવા વધુ સમય માટે પણ રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની રકમ પર દર ત્રણ મહિને વ્યાજ મળે છે. દર ત્રણ મહિનાના અંતે તમારા ખાતામાં કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટની સાથે વ્યાજની રકમ પણ આવી જાય છે.કેટલું મળે છે વ્યાજ:- પોસ્ટ ઓફિસની સ્કીમ રેકરીંગ ડિપોઝીટ પર ફિલહાલ 5.8% ના દરથી વ્યાજ મળી રહ્યું છે. આ દર 1 એપ્રિલથી લાગુ છે. કેન્દ્ર સરકાર પોતાની સેવિંગ સ્કીમના વ્યાજ દરમાં દર ત્રણ મહિને નક્કી કરવામાં આવે છે. કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને આ સ્કીમને ખોલાવી શકો છો. જો તમે આ સ્કીમમાં લાંબા સમય સુધી રોકાણ કરે છે. તો લખો રૂપિયા ભેગા કરી શકો છો. 

કેવી રીતે મળે 16 લાખ રૂપિયા ?:- રેકરીંગ ડિપોઝીટ સ્કીમમાં જો તમે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 10 વર્ષ પછી તમને 16 લાખ રૂપિયા કરતા વધુ રકમ મળશે. માની લો કે તમે દર મહિને 10,000 રૂપિયા જમા કરે છે, તો એક વર્ષમાં તમે 1 લાખ 20 હજાર રૂપિયા જમા કરસો. એવી જ રીતે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે.જો તમે આવી રીતે 12,00,000 રૂપિયા રોકાણના રૂપમાં જમા કરશો. તો ત્યાર બાદ સ્કીમના મેચ્યોર થયા બાદ તમને રિટર્નના રૂપમાં 4,26,476 રૂપિયા મળશે. તેવામાં તમને 10 વર્ષ પછી કુલ 16,26,476 રૂપિયા મળશે. આ રીતે તમે રેકરીંગ ડિપોઝીટમાં રોકાણ કરીને લાખો રૂપિયા જમા કરી શકો છો. 

લોનની સુવિધા ઉપલબ્ધ:- રેકરીંગ ડિપોઝીટ સ્કીમમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ પોતાનું ખાતું ખોલાવી શકે છે. માતા-પિતા તેના નાબાલિક બાળકનું ખાતું પણ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને લોન લેવાની સુવિધા પણ મળે છે. તમે 12 હપ્તા જમા કરીને પણ લોન લઈ શકો છો. ખાતામાં જમા કુલ રકમના 50% લોનના રૂપમાં મળી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment