ઘણા વર્ષોથી ગાયબ છે કોઈ વ્યક્તિ તો તેના માટે કેવી રીતે મળશે પરિવારના સભ્યોને વિમા રકમ ?

મિત્રો તમે ઘણી વીમા પોલિસી વિશે ઘણું જાણતા હશો તેમજ તમારામાંથી ઘણા લોકોએ બીમાં પોલિસી લઈ પણ રાખી હશે. પણ જ્યારે કોઈ વ્યક્તિ ગાયબ થઈ અને તેના પરિવારના લોકોને વીમા પોલિસીની રકમ કંઈ રીતે મળે તે વિશે જો તમે ન જાણતા હો તો આજે જ જાણી લો.

દર વર્ષે પ્રાકૃતિક મુસીબતોને કારણે તેમજ અન્ય કારણોને લીધે ઘણા લોકો ગાયબ થઈ જાય છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આ વ્યક્તિઓ નથી મળતા. તો પરિવારના લોકો થાકીને હાર માની લે છે. આવા લોકો વિશે કંઈ ખબર નથી હોતી કે તે જીવિત છે કે નહિ. આ સમયે પરિવારના લોકો શું કરે ? શું તેમણે તે વ્યક્તિની વીમા રકમ માટે આવેદન કરવું જોઈએ ? અને જો આવેદન કરવા માંગે છે તો કેવી રીતે થઈ શકે ? ચાલો તો તેના વિશે વિશેષ માહિતી જાણી લઈએ.ક્યારે કરી શકો છો ક્લેમ ? : સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તો પરિવારના લોકો તેનું અવસાન સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો જમા કરાવીને રકમ મેળવી લેતા હોય છે. પણ ગાયબ થયેલા વ્યક્તિનું કોઈ ડેથ સર્ટિફિકેટ નથી હોતું, પણ એક એવો કાયદો છે જે અનુસાર ગાયબ થયેલ વ્યક્તિને મૃત ઘોષિત કરી શકાય છે.

ઇન્ડિયન એવિડન્સ એક્ટના સેક્શન 108 અનુસાર કોઈ વ્યક્તિના ગાયબ થવા પર દર્જ કરવામાં આવેલ એફઆઈઆરના સાત વર્ષ સુધી ન મળે તો તેને મૃત માનવામાં આવે છે. આ રીતે કોઈ પણ ગાયબ વ્યક્તિની વીમાની રકમ મેળવવા માટે પરિવારના લોકોએ ઓછામાં ઓછા સાત વર્ષ રાહ જોવી પડે છે.

પરંતુ જો વ્યક્તિ ગાયબ થાય છે તો તેના આગલા વર્ષમાં તેની વીમા પ્રીમિયમની રકમ પરિવારે જમા કરાવવી પડશે. નહિ તો પોલિસી લેપ્સ થઈ શકે છે. ખાસ કરીને ટર્મ પ્લાનના મામલે આવું થતું હોય છે.કેવી રીતે મળશે વીમાની રકમ : પોલિસી ધારક ખોવાઈ જાય છે તો સૌથી પહેલા તેના વારીસ ઇન્શ્યોરન્સ ઓફિસમાં જઈને જાણ કરી દે. તે જરૂરી છે. પરિવારના લોકો સાત વર્ષ થવા પહેલા તે વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ મેળવી લે, ત્યાર પછી કોર્ટનો સંપર્ક કરશે. કોર્ટ જ વીમા કંપનીને વીમો આપવાનો આદેશ આપશે. ગાયબ વ્યક્તિના કાનૂની વારસદારને આ માટે એફઆઈઆરની કોપી અને પોલીસની નોન ટ્રેસેબલ રિપોર્ટ પણ જમા કરાવવી પડશે.

કંઈ સ્થિતિમાં પૈસા પહેલા મળી જાય છે ? :

ઘણી વખત ગાયબ વ્યક્તિના વીમાના મામલે 7 વર્ષની શર્તનું પાલન નથી કરી શકાતું. જો બધા સાક્ષ્યોથી એ વાત પ્રમાણિત થાય છે કે વ્યક્તિની મોત થઈ ગઈ છે. તો વીમા કંપની સાત વર્ષમાં રાહત આપે છે. જેમ કે સરકારે લિસ્ટ જાહેર કરીને મોતની આશંકા જાહેર કરી હોય. જો કે અકસર પ્રાકૃતિક મુશ્કેલીઓની સ્થિતિમાં વીમા કંપની દાવાને સત્ય નથી માનતી, કારણ કે વીમા ધારકની મોતનું કોઈ પ્રમાણ નથી હોતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment