કપલમાં બંને લોકો ટી-શર્ટ પહેરો છો? તો આ બાબત જાણીને તમે ચોંકી જશો.

મિત્રો આજના સમયમાં લગભગ લોકો ખુબ ટેન્શન ભરી અને તણાવ વાળી જિંદગી વિતાવી રહ્યા છે. તો આજે અમે આ બાબતને લઈને એક ખુબ જ મહત્વની વાત તમને જણાવશું. કેમ કે આજે લોકો દરેક સમયે એવું જ વિચારતા હોય છે કે તે પોતાની તણાવભરી જિંદગીમાંથી સુખનો શ્વાસ લઇ શકે. પરંતુ તેના માટે લોકો દવાઓ પણ લેતા હોય છે. પરંતુ તેમ છતાં પણ માનસિક શાંતિ પ્રાપ્ત નથી થતી. પરંતુ આજે અમે જે સચોટ વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ તે કંઈક અદ્દભુત અને અલગ છે. જેના દ્વારા તમે થઇ શકો છો તણાવ મુક્ત.

તો આજે અમે જે ઉપાય વિશે જણાવશું તેમાં જરૂર પડશે માત્ર તમારા પાર્ટનરના શર્ટ અથવા ટીશર્ટની. જેનાથી તમે થઇ શકો ટેન્શન ફ્રી. તો ચાલો જાણીએ તેના વિશે આખી વિગતવારની માહિતી. જી હા મિત્રો, આ જાણકરી એક સ્ટડીથી સામે આવી છે. જેમાં આ સ્ટડીના પ્રમુખ લેખક અને કેનેડાના યુબીસી વિભાગના મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થી રહેલા માર્લીસ હોફરની એક શોધના માધ્યમથી એ વાત સામે આવી છે કે, સ્ટડી અનુસાર તમારા પાર્ટનરના ટી-શર્ટમાં તમારી ખુશાલ જિંદગીનું રાઝ છુપાયેલું છે. સ્ટડીનું માનીએ તો પાર્ટનરના શર્ટ અથવા ટીશર્ટની ખુશ્બુ એટલી સ્ટ્રોંગ હોય છે કે તમારો તણાવ અમુક મિનીટોમાં જ ગાયબ થઇ શકે છે.

સ્ટડી માટે શોધકર્તાઓએ 96 કપલ પર પર્યોગ કર્યો. જેમાં પુરુષોને 24 કલાક માટે ટીશર્ટ પહેરવા માટે આપ્યા અને તે ટીશર્ટને કોઈ પણ પ્રકારના અત્તર કે સુગંધથી દુર રાખવામાં આવ્યા. પરંતુ અમુક સમય પછી તે ટીશર્ટ મહિલાઓને સુંઘવા માટે આપવામાં આવ્યા. તેમાંથી ઘણી મહિલાઓને તો તેના પાર્ટનરનું ટીશર્ટ આપવામાં આવ્યું. જ્યારે અન્યને બીજા પુરુષના ટીશર્ટ આપવામાં આવ્યા. પરંતુ કંઈ મહિલાને ક્યાં પુરુષનું ટીશર્ટ આપવામાં આવ્યું તેની જાણકારી કોઈ પણ મહિલાને આપવામાં ન આવી. ત્યાર બાદ મહિલાઓના સ્ટ્રેસ લેવલનો એક ટેસ્ટ કરવામાં આવ્યો. એ ટેસ્ટ બાદ શોધકર્તાઓને મહિલાઓને ટીશર્ટની ખુશ્બુ સુંઘવા માટે કહેવામાં આવ્યું. કેમ કે મહિલાઓમાં સુંઘવાની ક્ષમતા પુરુષના મુકાબલે વધારે હોય છે. તો તેમાં શોધકર્તાઓને જાણવા મળ્યું કે જે મહિલાઓને પોતાના પાર્ટનરના ટીશર્ટ સુંઘવા આપ્યું હતું, તેમાં સ્ટ્રેસ લેવલ ઓછું થઇ ગયું હતું. પરંતુ જ્યારે મહિલાઓને કોઈ અન્ય પુરુષોના ટીશર્ટ સુંઘવા આપ્યું તે સ્ત્રીઓમાં સ્ટ્રેસ લેવલ ઓછું થયું ન હતું.

મિત્રો આ શોધમાં એવું પ્રૂફ થયું કે આપણા પાર્ટનરના શર્ટ અથવા ટીશર્ટને સુંઘવામાં આવે તો આપણું સ્ટ્રેસ લેવલ ઓછું થઇ જાય છે. તો તમે પણ એક વાર આ ટેકનીકને ટ્રાય કરો અને કોમેન્ટ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment