ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક, જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક, જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

મિત્રો આપણા ભારતમાં ઘણા એવા મહાન પુરુષો બની ગયા છે જેની ગાથાઓ અને તેના આપેલા વિચારો આજે પણ લોકોને પોતાના જીવનમાં ઘણું બધું શીખવી આપે છે. પરંતુ તેવા વિચારોને આજે અપનાવે છે ખુબ જ ઓછા લોકો. તો આજે અમે તમને એવી વાત જણાવશું જે ખુબ જ મહત્વની છે. કેમ કે આજના સમયમાં માણસ માત્ર પોતાના વિચારથી બધું વિચારે છે. એટલે કે પોતાને યોગ્ય લાગે તેવું જ વિચારે છે. પરંતુ આજે અમે જે વ્યક્તિ વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિચારો લગભગ બધા જ લોકો પોતાના જીવનમાં ઉતારતા હોય છે. તો ચાલો જાણીએ કોણ છે એ મહાન વ્યક્તિ.

મિત્રો આપણા ભારતમાં બની ગયેલા મહાન પુરુષ સ્વામી વિવેકાનંદને લગભગ બધા જ લોકો ઓળખે છે. જેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. પરંતુ ગુરુ રામકૃષ્ણ પરમહંસના સૌથી પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદ હતા. મિત્રો સ્વામીજીના જીવનમાં ઘણી બધી એવી એવી ઘટનાઓ બની ગઈ છે જેની નોંધ આજે પણ લોકો દ્વારા લેવામાં આવે છે.

જેના પ્રસંગો જોઇને લોકો આજે પણ પોતાની અંદર જ્ઞાનની અભિવ્યક્તિ કરે છે. પરંતુ આજે અમે સ્વામી વિવેકાનંદજીના જીવનનો એક એવો પ્રસંગ જણાવશું જેના વિશે લગભગ ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આજે આ લેખમાં તમને ખબ જ મહત્વની વાત જણાવશું. તો ચાલો જાણીએ તેના વિશે.

અમે જે પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં સ્વામીજીની મજાક એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ શા માટે અને પછી શું બન્યું.

આપણે બધા જ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદજીની જ્ઞાનનું સૂઝ અને બુદ્ધિની ક્ષમતા ખુબ જ ફેલાયેલી હતી. તેવો દેશ અને વિદેશ બધી જ જગ્યા પર ખુબ જ જાણીતા હતા. સ્વામીજીને મળવા માટે રોજ લોકો આવતા જતા. જેમાં બધા પોતાના સવાલો લઈને આવતા હતા. તેમાં ઘણા લોકો સમ્સ્ન્ય પ્રશ્નો પૂછતાં તો ઘણા લોકો ખુબ જ કઠીન પ્રશ્નો પણ પૂછી લેતા હતા. પરંતુ સ્વામી વિવેકાનંદજી તે સવાલોને ખુબ જ હળવાશથી લેતા અને તેનો જવાબ પણ આસાનીથી આપી દેતા હતા. પરંતુ કઠીન પ્રશ્નોના સચોટ જવાબ આટલી સરળતા સાથે આવતા હતા માટે સ્વામીજીની લોકો દ્વારા ખુબ જ પ્રશંસા કરવામાં આવતી હતી.

તો મિત્રો બધા લોકો સરખા નથી હોતા. એક દિવસ એક વ્યક્તિએ એવું વિચાર્યું કે સ્વામીજીને એવો સવાલ કરું કે જેનો જવાબ તે ક્યારેય ન આપી શકે. માટે તે વ્યક્તિએ સ્વામીજીને સવાલ પૂછવા માટે પરવાનગી મેળવી. પરંતુ તે સમયે સ્વામીજી સાથે ઘણા બધા લોકો બેઠા હતા. પરંતુ સ્વામીજીએ તે માણસને પ્રશ્ન પૂછવા માટે કહ્યું. તે માણસે પ્રશ્ન પૂછ્યો કે, “સ્વામીજી, એ જણાવો કે કબીરદાસજી એ દાઢી શા માટે રાખી હતી ?”

પરંતુ મિત્રો ત્યારે સ્વામી વિવેકાનંદજીને એવો આભાસ થઇ ગયો હતો કે તે માણસે મારી મજાક ઉડાવવા માટે જ આ સવાલ કર્યો છે. પરંતુ ત્યારે સ્વામીજીએ યુવકને કહ્યું, જો કબીરદાસજી દાઢી ન રાખતા હોત તો તમે મને એમ પૂછ્યું હોત, કબીરદાસજી દાઢી શા માટે નથી રાખતા ? તો મિત્રો સ્વામીજીનો આ જવાબ સાંભળીને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ શરમાય ગયો અને ત્યાંથી નીકળી ગયો.

પરંતુ એ સમયે ત્યાં બેઠેલા બધા જ લોકો વિવેકાનંદજીની જ્ઞાનતા સામે નતમસ્તક બની ગયા હતા. કેમ કે આપણે જો કોઈ વ્યક્તિને નીચે જોવડાવવા ઇચ્છીએ તો આપણે જ તેના શિકાર બની જઈએ છીએ. તો આ બાબતમાં સ્વામીજી માત્ર પોતાના માર્ગમાં હતા. જ્યારે પેલા વ્યક્તિને સ્વામીજીની મજાક કરવી હતી. પરંતુ તેના બદલામાં તે વ્યક્તિ જ મજાક બની ગયો.   (આ નીચેના ફોટો પર ક્લિક કરીને વિવેકાનંદએ યુવાનોને કહેલા સોનેરી નિયમો વાંચો)SWAMI VIVEKANANDતો મિત્રો આ પ્રસંગથી એવું પ્રતીત થાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને સામાન્ય ન સમજવો જોઈએ. કેમ કે કોઈને નીચું દેખાડી આપણે ઉપર ન જોઈએ શકીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!