38 વર્ષની આ મહિલાએ રહસ્યમય રીતે.. થોડા જ સમયમાં ઘટાડ્યું પોતાનું 12 કિલો વજન.. દરેક લોકો માટે પ્રેરણારૂપ કિસ્સો

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેનું વજન ઓછું થાય અને આ માટે તેઓ અનેક ઉપચાર કરે છે. સાથે તેઓ કસરત અને યોગ પણ કરે છે, તેમજ પોતાની ડાયટનું પણ તેઓ ખાસ ધ્યાન રાખે છે. પણ અમુક નિશ્ચિત સમય પછી ફરી વજન વધે છે. અથવા તો ડાયટમાં ફેરફાર થવાથી પણ વજન વધવા લાગે છે. આ સમયે જો તમે કોઈ આયુર્વેદિક ઉપચાર અપનાવવા માંગતા હો તો આજે જ આ એક ઉપાય અજમાવી જુઓ.

ઘણી વખત આપણે અલગ અલગ સ્વાદના કારણે ઘણી વાનગીઓ ખાતા હોઈએ છીએ. પણ આગળ જતા તે ફેટના રૂપે આપણને જ નડે છે. આવું જ કંઈક એક મહિલા સાથે થયું તો તેણે એલોવેરા જ્યુસ અને ડેઈલી વર્કઆઉટ કરીને આશ્વર્યજનક વજન ઘટાડ્યું છે.આ વાત છે નીતિ ટૂટેજાની. તેના માટે લોકડાઉનમાં ઘરનું કામ માત્ર રસોઈ કરવાનું જ હતું. આ દરમિયાન કેક, મીઠાઈ અને જુદી જુદી વાનગી સાથે જાણે તેનો એક અલગ જ સંબંધ બની ગયો હતો. આમ સ્વાદના ચક્કરમાં તેનો ગયા લોકડાઉનમાં 7 કિલો વજન વધી ગયો. જો કે નીતિને નવેમ્બર 2020 માં સંબંધીના લગ્નમાં જવાનું હતું. જેના માટે તેને વજન ઓછું કરવું હતું. પછી તેને ઘણા પ્રયાસો કરવાનું ચાલુ કરી દીધું. અને આમ જોત જોતામાં તેનો 12 કિલો જેટલું વજન ઓછું થઈ ગયું. નીતિએ જે રીતે વજન ઓછું કર્યું તેની કહાની ખુબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેણે વજન ઘટાડ્યું…

નીતિ ટૂટેજાનો વ્યવસાય બેન્કિંગ ક્ષેત્રમાં છે અને તે કોર્પોરેટ ક્રેડિટ એનાલીસ્ટ છે. તેની ઉંમર 38 વર્ષ છે. ઉંચાઈ 5 ફૂટ, 2 ઇંચ છે. પોતે દિલ્લી શહેરમાં રહે છે. પહેલા તેનો વજન 70.72 કિલો હતું, પરંતુ તેમાંથી તેણે 12.35 કિલો વજન ઘટાડ્યું. પરંતુ સૌથી આશ્વર્ય વાળી વાત એ છે કે, તેમણે માત્ર 5 મહિનામાં જ આટલું વજન ઘટાડ્યું હતું.ટર્નિંગ પોઈન્ટ : નીતિ એ જણાવ્યું કે, ‘આ વાત મારા મગજમાં હંમેશા રહેતી હતી કે, માટે મારા વધતા વજન માટે કંઈક કરવું જોઈએ. અને લોકડાઉન દરમિયાન મેં ખુબ જ ટેસ્ટી કેલેરી ભરેલી વાનગીઓ ખાધી હતી. જેમ કે કેક, અને અન્ય મીઠાઈઓ. ત્યારે મારો વજન 6-7 કિલો વધી ગયો હતો. જેનાથી મારો વજન 70 કિલો થઈ ગયો હતો. મેં આ માટે કામ કરવાનું શરૂ કરી દીધું. નવેમ્બર 2020 માં મારા ઘરે લગ્ન હતા અને એટલો જ સમય મેં પોતાને આપ્યો, વજન ઓછો કરવા માટે.

મેં એક ડાયટ સ્પેશિયલિસ્ટની સલાહ લેવાનું નક્કી કર્યું. મારા પતિએ મને એક દોસ્તના ફિટનેસ ક્લબમાં જોડાવા માટે કહ્યું. જો કે મેં મારા પતિમાં પણ આ બાબતે બદલાવ જોયો હતો. તેણે જ મને જવા માટે કહ્યું હતું. જુન 2020 માં મેં વર્ચુઅલ વર્કઆઉટ પ્રોગ્રામ શરૂ કર્યો અને 10 કિલો વજન ઓછું કરવાનું નક્કી કર્યું. આમ મારી સતત મહેનત રંગ લાવી અને મેં નિયમિત વ્યાયામ અને સંતુલિત આહારની સાથે 12 કિલો વજન ઓછું કરવામાં સફળ રહી. ત્યાર પછી મેં પાછળ વળીને નથી જોયું.આખા દિવસનું ડાયટ : મારો નાસ્તો સામાન્ય રીતે પ્રોટીન શેક, સ્મુદી હોય છે. આ સાથે જ હું એલોવેરા જેવા ડીટોક્સ ડ્રીંક પણ દય્તમાં લઉં છું અને હેલ્ધી જ્યુસ પણ પીવ છું. બપોરના ભોજનમાં સલાડ, અને દહીંની સાથે ઘર પર બનેલ શાકભાજી, દાળની સાથે એક રોટલી. રાતના ભોજનમાં ઉકાળેલા ઇંડાનો સફેદ ભાગ, કબાબ, એક મોટો વાટકો દાળ. પ્રી – કસરત મીલ, 5 પલાળેલી બદામ અને 2 અખરોટ, કસરત પછી ભોજનમાં પ્રોટીન શેક. મન થાય ત્યારે પાંઉભાજી તે પણ માખણ વગરની. કારણ કે તે જંક ફૂડની તુલનામાં હેલ્દી છે. હું તેમાં બટેટા ઓછા અને શાકભાજી વધુ નાખું છું. અથવા તો વેજીટેબલ સેન્ડવીચ અથવા બિરયાની ખાવું છું. લો – કેલેરી સેરીપી – ઓટ્સ અથવા રાગીનું થેપલા.

વર્કઆઉટ : દરરોજ એક કલાક કસરત. સામાન્ય રીતે યોગ, એરોબિક્સ, HIIT અને વેટ લિફ્ટિંગ કરું છું. આ મારી ફિટનેસનો મૂળ મંત્ર છે. વજન ઘટાડવા માટે પ્રોટીન ખુબ જરૂરી છે. તમારે પોતાના આહારમાં થોડા પ્રકારના પ્રોટીન સામેલ કરવા જોઈએ. ભલે તમે માંસાહારી હો કે શાકાહારી. સાથે જ યોગ્ય પ્રકારનું વર્કઆઉટ તમને વજન ઓછું કરવામાં મદદ કરે છે.પોતાને ઉત્સાહિત કેમ કરું છુ ? : મેં પહેલા જીમમાં વર્કઆઉટ કરવાની કોશિશ કરી. પણ તેનાથી મને કોઈ ફાયદો ન થયો. જ્યારે મેં પહેલા દિવસે વર્કઆઉટ કર્યું તો એવો અનુભવ થયો કે, મેં પોતાના જીવનમાં એક વખત પણ પગ નથી હલાવ્યો. હું મારા જુના અને નાના કપડાઓને લક્ષ્યમાં રાખું છું જે મને તેમાં ફીટ રહેવા માટે ઉત્સાહિત કરે છે. એક વખત હું મારું લક્ષ્ય પૂરું કરું છું પછી બીજા કપડાને લક્ષ્ય બનાવું છું.  હવે હું XXL થી M સાઈઝમાં પહોંચી ગઈ છું. ફિટનેસ થી મારું ધ્યાન ભટકે નહિ અને લક્ષ્ય પર ધ્યાન રહે તે માટે હું મારી આવશ્યકતા અનુસાર મારો ટાર્ગેટ નક્કી કરું છુ. સિક્રેટ એ છે કે પોતાના શરીરને એક ચેતવણી આપતા રહો અને એક જ પ્લાન પર ધ્યાન આપો.

ખોટું લાગ્યું : સૌથી વધુ ખરાબ ત્યારે લાગ્યું જ્યારે હું મારા ફેશનેબલ કપડાં પહેરી શકતી ન હતી. કારણ કે તે મારી સાઈઝમાં મળતા ન હતા. આમ હું ધીરે ધીરે નિરાશ થવા લાગી. અને અંદરથી ખોટું લાગી આવ્યું.

10 વર્ષ પછી તમે પોતાને ક્યાં શેપમાં જોવો છો ? : મારી પાસે કસરત કરવા માટે 1 કલાકનો સમય હોય છે. આ સિવાય ફિટનેસ મારા માટે એક લાઈફ બદલવા માટેનો અનુભવ છે. હું હજી પણ મારા આહાર અને કસરતને શરૂ રાખું છું. જેથી કરીને હું પોતાને ફીટ અને સ્વસ્થ રાખી શકું.લાઈફ સ્ટાઈલ માં શું શું ફેરફાર થયા :  હવે ચાના એક જ કપનું સેવન કરું છું. કોઈ બિસ્કીટ, મેંદો, ખાંડ, કોલ્ડ ડ્રીંક, નથી પીતી. મીડ મીલ સ્નેક્સના રૂપે ડ્રાય ફ્રુટ્સ, નટ્સ અને સીડ્સ સામેલ કરું છુ. નિયમિત રીતે એલોવેરા જ્યુસ અને ફળ ખાવ છું. દરરોજ વ્યાયામ કરું છું.

લોકોની નકારાત્મક વાતો : ઘણા લોકોની જેમ પોતાના વજનને કારણે નેગેટિવ ફિલ થતું હતું. ઘણા લોકોએ મને કહ્યું કે, હું વજન ઓછું કરવાનું બંધ કરી દઉં. કારણ કે હું ખુબ પાતળી અને કમજોર થઈ ગઈ છું. હું જણાવવા માંગું છું કે ફિટનેસ અને હેલ્દી ખોરાક ખાવો તે તમારા દેખાવ માટે જ નહિ પણ હેલ્દી લાઈફ સ્ટાઈલ માટે છે. વજન ઓછું કરવું એ એક લક્ષ્ય છે. દરેક પળનો આનંદ લો. સાથે યાદ રાખો કે તમારે જંક ફૂડ નથી લેવાનું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment