નર્મદાના કારણે સરકાર અને ખેડૂત બંને છે ખુશ, જાણો શા માટે.

મિત્રો હાલ આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં અને સમ્રગ ભારતમાં આ વર્ષે મેઘરાજા ખુબ જ મહેરબાન રહ્યા છે. જેના કારણે બધી જગ્યાઓ પર ખુબ જ સારો વરસાદ આવ્યો છે અને ખેડૂતો માટે પણ આવરશ પાકની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનું રહેશે. તો આજે અમે તમને આગામી સમયની થોડી ખુશ ખબર જણાવશું. આખા ગુજરાત માટે અને ગુજરાતના ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર છે. આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો જોઈએ અને બીજા લોકોને પણ અવગત કરાવવા જોઈએ. તો ચાલો જાણીએ શું છે ખુશ ખબર…

હાલમાં સમગ્ર ગુજરાતમાં ખુબ જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેના કારણે હાલ જે ગુજરાત પર પાણીનું સંકટ હતું એ દુર જતું હોય તેવું જણાઈ રહ્યું છે. તો આજે અમે તમને જણાવશું કે આગામી સમય ખેડૂતો માટે ખુબ જ સારો રહેશે. જેની પાછળ શું કારણ છે તેના વિશે જણાવશું. તો ચાલો જાણીએ આવનારો સમય ખેડૂતો અને સરકાર બંને માટે કેવી રીતે સારો રહેશે. ગુજરાતની જીવા દોરી ગણાતી કોઈ નદી હોય તો એ છે નર્મદા. આજે નર્મદાના નીરથી લગભગ આખા ગુજરાતમાં પાણી પીવા મળે છે. તો હાલમાં નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટર આસપાસ પહોંચવા આવી છે. જેના કારણે લગભગ આગામી દિવસોમાં એવી શક્યતા બને કે નર્મદા ડેમ ઓવરફલો થાય અને તેનો એક ઐતિહાસિક નજરો જોવા મળી શકે. ડેમ ઓવરફલો થવાની સંભાવનાના કારણે હાલ ડેમ પર ફલડ કંટ્રોલ અને તંત્રના અધિકારીઓ દ્વારા પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમની સપાટી વધવાના કારણે નર્મદા નદીના કિનારા પરના બધા જ ગામોના સરકાર દ્વારા ચેતવી દેવામાં આવ્યા છે અને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે.

હાલમાં નર્મદા ડેમમાં કુલ 7 લાખ અને 12 હજાર ક્યુસેકની પાણીની આવક ઉપરવાસમાંથી આવી છે. તો તેના કારણે પાણી છોડવાની સ્થિતિ પણ સર્જાઈ છે. જેમાં ડેમના 23 દરવાજા 4.1 મીટર સુધી ખોલી નાખવામાં આવશે અને 6 લાખ અને 51 હજાર ક્યુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. અત્યાર સુધીમાં લગભગ સૌપ્રથમ વાર ડેમના દરવાજા 4.1 મીટર ખોલાવમાં આવ્યા. તેથી લગભગ આવનારા સમયમાં 10 લાખ ક્યુસેક પાણીને છોડવામાં આવશે. તો મિત્રો કેવડિયાના ગોરા બ્રીઝ પર પાણી ફરી વળ્યું છે જેના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા ડેમ હાલમાં 5045 mcm લાઈવ પાણીનો સ્ટોરેજ સાચવીએ બેઠું છે. ઉપરવાસમાં અને લાગુ પડતા ગામડામાં વરસાદના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ગજરાત માટે આ એક ખુશીની ખબર જાણવામાં આવી રહી છે. કેમ કે નર્મદામાં પાણીની આવક ખુબ જ થઇ છે માટે ખેડૂતો પણ ખુબ સારા સમાચાર છે. કેમ કે નર્મદાનું પાણી લગભગ બધા ખેડૂતોના ખેતરમાં જોવા મળતું હોય છે.  માટે આ વખતે ખેડૂતો ઉનાળામાં પણ સિંચાઈ કરી શકશે. જેના કારણે સરકાર પણ ખુશ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment