રસોઈ બનાવતા સમયે ગેસ પર વાસણમાં દાઝ પડી કાળા થઈ જાય છે, તો કરો આ એક નાનકડું કામ. પછી ક્યારેય કાળા નહિ થાય..

મિત્રો તમે જોયું હશે કે, ઘણી વખત કોઈ પણ કારણ વગર ગેસના ચૂલામાં મશ થવા લાગે છે, જેના કારણે વાસણ કાળા થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે આ ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યા દુર કરી શકાય છે. ચાલો તો આ ટીપ્સ વિશે વિગતે જાણી લઈએ.

ચુલાના બર્નરમાં જ્યારે કચરો જામી જાય છે તો ફ્લેમ નીલા રંગની જગ્યાએ પીળી થવા લાગે છે. જેના કારણે વાસણ કાળા થઈ જાય છે. ઘણી વખત આ સમસ્યા બર્નરને સાફ કરવાથી દૂર થઈ જાય છે. જો કે ઘણી વખત સફાઈ કરવા છતાં પણ આ સમસ્યા દૂર નથી થતી. આથી કોઈ પણ વાસણ નીચેથી હંમેશા કાળું થઈ જાય છે. જેને આપણે ખુબ ઘસવું પડે છે. પણ વાસણ સારું નથી થતું. આથી જ વાસણને બહારથી કાળું થવાથી બચાવવા માટે તમે થોડા ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આ ઉપાય ખુબ જ જુના છે પણ ખુબ જ અસરકારક છે.બર્નરમાં જામેલો હોઈ શકે છે કચરો : ગેસની ફ્લેમ નીલી આવે તો સૌથી પહેલા બર્નરને ચેક કરી લો. બની શકે છે કે, તેમાં કચરો જામેલો હોય, તેને સાફ કરવા માટે સોય લઈ શકો છો અને બર્નરના છિદ્રને તેનાથી સાફ કરો. ઘણી વખત બર્નર જુના થવા પર તેના લોખંડના ટુકડા પડી જાય છે. આ કારણે ગેસની ફ્લેમ નીલીની જગ્યાએ પીળી થઈ જાય છે. કોશિશ કરો કે અઠવાડિયામાં એક વખત બર્નરમાં જામેલ ધૂળને સાફ કરી લો.

ગેસના ચૂલા જુના હોય તો ગેસની ફ્લેમ મીડિયમ : બર્નરમાં જામેલ ગંદકી જ નહિ પણ ચૂલો જ્યારે જુનો થઈ જાય છે તો પણ ફ્લેમ પીળી થવા લાગે છે. આથી ચૂલો જુનો હોય તો રસોઈ હંમેશા મીડીયમ તાપે કરવી જોઈએ. જે ગેસની લો ફાસ્ટ રાખશો તો વાસણ બહારથી કાળા થઈ જશે.ભીની માટીનો લેપ વાસણ પર લગાવો : આ બધા ઉપાયો અજમાવ્યા તો પણ વાસણ કાળા થઈ રહ્યા છે તો તમે ભીની માટીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે ભીની માટીનો લેપ વાસણની નીચે લગાવો, તો તે કાળા નહિ પડે. અને વાસણ સાફ કરતી વખતે તે સહેલાઈથી ધોવાઇ પણ જશે. માટી વાસણને કાળા પડવા નથી દેતી અને ધોતી વખતે સ્ક્રબની જેમ કામ કરે છે અને વાસણની ચીકાશ પણ દૂર થઈ જાય છે.

કાળા વાસણને ધોવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરો : બર્નર અથવા નવા ચુલાનો ઉપયોગ કર્યા પછી પણ વાસણ કાળા થઈ રહ્યા છે તો તેને દરરોજ સ્ક્રબરનો ઉપયોગ કરીને ધોવો. ઘણી વખત આપણે વાસણ સતત કાળા થવા દઈએ છીએ અને પછી સ્ક્રબરથી સાફ કરીએ છીએ. આથી પ્રેશર કુકર, કઢાઈ અને અન્ય વાસણને નીચેથી સાફ કરવા માટે હંમેશા સ્ક્રબરનો ઉપયોગ કરવો જોઈએ.પાણી અને મીઠાનો ઉપયોગ : જો તમે માટીનો ઉપયોગ નથી કરતા તો કઢાઈ અથવા અન્ય વાસણના નીચેના ભાગમાં પાણી લગાવો અને તેના પર થોડું મીઠું ચિપકાવી દો. હવે તેને ગેસ પર મુકો આમ કરવાથી વાસણ કાળા નહિ પડે. અને રસોઈ બનાવ્યા પછી વાસણની નીચેથી બધું જ મીઠું દૂર થઈ જશે. આ વાસણને કાળું પણ નથી પડવા દેતું.

આમ તમે ઉપર આપેલ ટિપ્સને અપનાવીને વાસણને કાળા થવાથી બચાવી શકો છો. તેમજ ગેસની ફ્લેમ પીળી થવાથી ગેસ પણ વધુ વપરાય છે, આથી જો તમને આ સમસ્યા છે તો તેનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment