જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી…

જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી…

વોરેન બફેટનું કહેવું છે કે જ્યારે બધું જ સારું નજરમાં આવે તો શંકાશીલ બની જાઓ. તેઓ કહે છે કે જ્યારે બીજા લાલચી હોય તો ડરવું અને બધા જ ડરી રહ્યા હોય તો લાલચી બની જાવ. વોરેન બફેટ કહે છે કે જે રોકાણના વિકલ્પની તમને સમજ ન હોય ત્યાં ક્યારેય પૈસા લગાવવા ન જોઈએ.

શેર બજારમાં પૈસા રોકવા વાળો કદાચ જ એવો વ્યક્તિ હશે જેને વોરન બફેટનું નામ ન સાંભળ્યું હોય. બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેટ વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. વોરેન બફેટની ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ ખૂબ પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં શેર બજારના રોકાણકારો આ ટિપ્સ ને ફોલો કરે છે. બફેટે વર્ષ 1994 માં બર્કશાયર હેથવેની વર્ષીય બેઠકમાં કહ્યું હતું,ક્યારેય વાળંદને એમ નહીં પૂછવું કે તમારે વાળ કપાવવા જોઈએ કે નહીં. બફેટની સલાહ ની ચર્ચા આજે પણ રોકાણકારોની વચ્ચે સાંભળવા મળે છે. તો આવો જાણીએ બફેટ ના 10 મોટા ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ વિશે.

1) પોતાનું રિસર્ચ જાતે જ કરવું:- વોરેન બફેટ કહે છે કે તેવા લોકોના અનુમાન કે ભવિષ્યવાણી પર ક્યારેય ભરોસો ના કરવો જેનું તે અનુમાનથી જોડાયેલું પોતાનું હીત હોય. બફેટ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટના કિસ્સામાં એક્સપર્ટ કે એજન્ટના પોતાના સ્વાર્થ હોય છે તેથી હંમેશા રોકાણ કરતા પહેલા પોતાનું રિસર્ચ કરી લેવું જોઈએ. વોરન બફેટનું કહેવું છે કે કોઈપણ કંપનીના કામકાજ કે તેના પરિણામ પર આંખ બંધ કરીને ભરોસો કરવાની જરૂરત નથી. આજ ઉદાહરણને સમજાવતા તેમણે વાળંદ વાળી વાત કરી છે. 

2) જોખમ એટલું જ લેવું જેટલું ઉઠાવી શકો:- વોરન બફેટ કહે છે કે તમારે એટલું જ જોખમ લેવું જોઈએ જેટલું તમે સરળતાથી ઉઠાવી શકો. તેમણે કહ્યું છે કે જો તમે નદી કિનારે બેસીને બંને પગ પાણીમાં નાખીને તેનું ઊંડાણ માપવાની કોશિશ કરશો તો તમે જાતે જ ડૂબી જશો. તેથી જરૂરી એ છે કે તમે એક હાથથી મજબૂતી થી કિનારા ને પકડો અને પગથી જાતે જ બેલેન્સ બનાવીને બીજા પગને નદીના ઊંડાણનો અંદાજો લગાવો. જો તમે આ રીતે નદીના ઊંડાણનું અનુમાન કરશો તો તમે ડૂબતા બચી જશો.

3) સેલેરીમાંથી બચાવો આટલા રૂપિયા:- વોરેન બફેટ કહે છે કે જો તમારા દર મહિનાની સેલેરી 10,000 રૂપિયા હોય તો તમારે 2000 રૂપિયા જરૂર બચાવવા જોઈએ આ 2,000 રૂપિયા ઇમર્જન્સીમાં તમને કામ આવી શકે છે. એક્સપર્ટ પણ કહે છે કે તમારે છ મહિનામાં ઘરેલુ ખર્ચ જેટલુ જ એક ઇમર્જન્સી ફંડ જમા કરીને રાખવું જોઈએ.

4) જ્યારે બધા લાલચી હોય તો ડરો અને જ્યારે બધા ડરી રહ્યા હોય ત્યારે લાલચી બની જાવ:- વોરન બફેટ કહે છે કે જ્યારે બધું જ સારું નજરમાં આવે ત્યારે શંકાશીલ બની જાવ. તેઓ કહે છે કે જ્યારે બીજા લાલચી હોય તો ડરવું અને બધા ડરી રહ્યા હોય ત્યારે લાલચી બની જાવ.5) તક ની શોધ કરતા રહો, મળે એટલે ઝડપી લો:- વોરન બફેટનું કહેવું છે કે એક રોકાણકારે હંમેશા તકની શોધ કરતા રહેવું જોઈએ અને જ્યારે મળે ત્યારે તેને ચૂકવું ન જોઈએ. જે લોકો આવા મોકા ને ઝડપી લે છે તે હંમેશા સફળ થાય છે.

6) સોક્સ હોય કે સ્ટોક માત્ર ક્વોલિટી નાજ ખરીદવા:- વોરન બફેટ કહે છે કે સોક્સ હોય કે સ્ટોક માત્ર ક્વોલિટીના જ ખરીદવા તે પણ સસ્તા જ ખરીદવા. તેઓ કહે છે કે જે કંપનીના ફંડામેન્ટલ સારા હોય તેના જ શેરો ખરીદવા. સાથે જ તે જણાવે છે કે શેર ત્યારે ખરીદવા જ્યારે એકદમ નીચે ગગડી ગયા હોય. તેઓ કહે છે કે જ્યારે બજાર ગગડી રહ્યું હોય ત્યારે ખરીદવાનો સારો સમય હોય છે. 7) જે રોકાણ નથી કરતા તે મોટી ભૂલ કરી રહ્યા છે:- બફેટ કહે છે કે જે લોકો રોકાણ નથી કરી રહ્યા તેઓ પોતાની જિંદગીમાં મોટી ભૂલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સમયની સાથે બધી જ વસ્તુઓના ભાવ વધવા લાગે છે. વધતી મોંઘવારી અને વધતાં ખર્ચાને રોકાણ જ મેનેજ કરી શકે છે. તેથી ઓછી ઉંમરમાં જ રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ એક્સપર્ટ કહે છે કે વ્યક્તિએ પોતાની પહેલી સેલેરીમાંથી જ થોડું રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

8) જેની તમને સમજ ન હોય ત્યાં ક્યારેય પૈસા ન લગાવવા:- વોરેન બફેટ કહે છે કે જે રોકાણના વિકલ્પમાં તમને સમજ ન હોય ત્યાં ક્યારેય પૈસા ન લગાવવા તેવો કહે છે કે “મહત્વપૂર્ણ વાત એ જાણવી જરૂરી છે કે તમે તેના વિશે શું જાણો છો અને તે જાણવું કે તમે તેના વિશે શું નથી જાણતા.”9) ખુબ વાંચો અને વિચારો:- વોરન બફેટ પોતાના દિવસ નો મોટો ભાગ લગભગ 80 ટકા વાંચવા અને વિચારવામાં વિતાવે છે. તેઓ કહે છે કે રોકાણ વિશે વિચારવાનો સૌથી સારી રીત એ છે કે તમે એક રૂમમાં હોય અને બીજું કોઈ વ્યક્તિ ત્યાં ન હોય. ત્યાં માત્ર તમે વિચારો. જો આ રીત કામ ન કરે તો બીજું કઈ કામ નહીં કરે.

10) તમે તમારી શ્રેષ્ઠ સંપત્તિ છો:- વોરેન બફેટ કહે છે કે તમે તમારી સૌથી શ્રેષ્ઠ સંપત્તિ તમે જાતે જ છો. તેથી તમારુ સૌથી સારું રોકાણ તમે જાતે છો. તેની તુલના કોઈ અન્યથી ન થઈ શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!