મિર્ઝાપુરના કાલીન ભૈયાથી લઈને ગુડ્ડુ પંડિત સહીતના કલાકરો છે કરોડપતિ | જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ…

એમેઝોન પ્રાઈમ (Amazon Prime) ની સુપરહિટ સિરીઝ મિર્ઝાપુરની બીજી સિરીઝ મિર્ઝાપુર-2, 23 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. એક વાર ફરી કાલીન ભૈયા, મુન્ના ભૈયા, બીના ત્રિપાઠી, ગોલુ ગુપ્તા, મૌર્ય સાહેબ, ડિમ્પી બધાએ શાનદાર અભિનય કર્યો છે. આં સિઝનની ભાષામાં વાત કરીએ તો આ સિઝનમાં ભૌકાલ પણ જોવા મળ્યું છે. અમુક નવા કલાકાર પણ આ વખત જોવા મળ્યા છે. તો આજે આ લેખમાં અમે દર્શકો પર હાવી થનારા મિર્ઝાપુરના કલાકારોની સંપત્તિ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ.

કાલીન ભૈયા, એટલે કે પંકજ ત્રિપાઠીએ એક દશકમાં વિશેષ ખ્યાતી પ્રાપ્ત કરી છે. તેની દરેક ભૂમિકા છેલ્લા એકની તુલનામાં વધુ સારી હોય છે. ગેંગ્સ ઓફ વાસેપુર, સ્ટ્રી, ન્યુટન, મસાન, ગુંજન સક્સેના પંકજ ત્રિપાઠીની ખુબ જ બહેતરીન ફિલ્મ છે. મિર્ઝાપુર વેબ સિરીઝ સિવાય તેમણે સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તે દરમિયાન મીડિયા રિપોર્ટ અનુસાર, પંકજ ત્રિપાઠીની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયા છે.

મિર્ઝાપુરના રાજા મુન્ના ત્રિપાઠીનું કિરદાર દિવ્યેંદુ શર્માએ નિભાવ્યું છે. તેઓ આ પહેલા પણ પ્યાર કા પંચનામાં, બત્તી ગુલ મીટર ચાલુ અને ટોઇલેટ એક પ્રેમ કથામાં નજર આવી ચુક્યા છે. 37 વર્ષના દિવ્યેંદુ શર્માની કુલ કમાણી 14 કરોડ રૂપિયા છે.અલી ફઝલ એટલે કે ગુડ્ડુ ભૈયાની કુલ કમાણી 23 કરોડ રૂપિયા છે. બોલીવુડ અથવા વેબ સિરીઝમાં જ નહિ, અલીએ હોલીવુડમાં પણ પોતાના કામ અને અભિનયની છાપ છોડી છે. ત્યાર બાદ મિર્ઝાપુરમાં તેઓએ ખુબ જ દમદાર અભિનય કર્યો છે.

મિર્ઝાપુરની શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ઉર્ફ ગજગામિની ગુપ્તાની કુલ કમાણી 8 કરોડ રૂપિયા છે. ફિલ્મ મસાનમાં તેની એક્ટિંગ સર્વશ્રેષ્ઠ પ્રદેશનોમાંથી એક છે. ફિલ્મ હરામખોરમાં તેમણે નાવાજુદ્દીન સિદ્દીકી જેવા ટ્વિસ્ટેડ એકતાર સાથે સ્ક્રીન શેર કરી હતી.

મિર્ઝાપુર સિઝન 2 માં બીના ત્રિપાઠીએ ખુબ જ આશ્વર્યજનક ભૂમિકા નિભાવી છે, જે કાલીન ભૈયાની પત્ની છે. બીનાનો દમદાર રોલ કરીને રસિકા દુગ્ગલે દર્શકોની સાથે સાથે સમીક્ષકોનું પણ દિલ જીતી લીધું છે. તેના કિરદારમાં સૌથી વધુ ટ્વિસ્ટ જોવા મળ્યું છે. એક્ટ્રેસ રસિકા દુગ્ગલની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment