મિત્રો ભારતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે.. આ છે તેની સાબિતી.. 

મિત્રો ભારતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે.. આ છે તેની સાબિતી.. 

મિત્રો, અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાની વાત આવે તો એવું તો આપણે કહી જ ન શકીએ કે બધા જ લોકો અંધશ્રદ્ધામાં માનતા નથી. પરંતુ અંધશ્રદ્ધા પર ભારત જ નહીં, પરંતુ વિશ્વના દરેક લોકો માને છે. એટલે કે દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય, તેમ છતાં એક અંધશ્રદ્ધા તો દરેકના મનમાં રહેલી જ હોય છે. કદાચ તેનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં રહેલું હોય છે. આજે અમે તમને એવી જ એક વાત વિશે જણાવશું, જ્યાં લોકોની અદ્દભુત અને અનોખી અંધશ્રદ્ધા વિશે. જાણીને તમે પણ દંગ રહી જશો.

દુનિયામાં ઘણી અંધશ્રદ્ધાઓ છે, જેને લોકો વર્ષોથી અનુસરે છે. જેમ કે બિલાડીનું રસ્તા વચ્ચે આડું ઉતરવું હજી પણ અપશુકન માનવામાં આવે છે. એટલું જ નહીં, બહાર જતી વેળાએ છીંક આવવી તેને પણ લોકો અંધશ્રદ્ધા જ કહે છે. આવી દુનિયામાં અનેક અંધશ્રદ્ધાઓ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે જાણીને તમને પણ આશ્વર્ય થશે.

યુરેશિયન રાઈનેક : યુરેશિયન રાઈનેક વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. જો કે, આ એક પક્ષી છે. જે વિશ્વના સૌથી દુ:ખી પક્ષી તરીકે જ ઓળખાય છે. આ પક્ષી મોટાભાગે યુરોપમાં જ જોવા મળે છે અને તેની વિશેષતા એ છે કે તે દરેક જગ્યાએ માથું ફેરવે રાખે છે. આ પક્ષી વિશે બીજી વાત એ પણ કહેવામાં આવે છે જે પણ વ્યક્તિ તેના તરફ માથું ફેરવે છે, તે ચોક્કસ મરી જ જાય છે.

કેમેરો : 19 મી સદીમાં પણ એક અલૌકિક અંધશ્રદ્ધા પ્રચલિત હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે કેમેરા લોકોના આત્માને વશ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કેમેરાથી મનુષ્યની તસ્વીર લેતા હતા અને તેના આત્માને વશ કરતા હતા. આવી અંધશ્રદ્ધા તે સમયે ખુબ જ પ્રચલિત હતી. જેને હજી પણ વિશ્વના ઘણા સ્થળોએ માનવામાં આવે છે.

ગ્લાસ : આ સિવાય અન્ય માન્યતાઓમાં એવું પણ માનવામાં આવે છે કે વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એવું માનવામાં આવે છે કે માનવની આત્મા અરીસામાં કેદ થઈ શકે છે. જેના કારણે ઘણા લોકો અરીસો જોતા જ નથી.

ઓપલ સ્ટોન : ઓપલ સ્ટોન એટલે કે સ્ફટિક મણિનો પથ્થર થાય છે. તેના વિશે એવું કહેવામા આવે છે કે આ પથ્થર 19 મી સદીનો છે અને તે સમયે તે સૌથી દુઃખી પથ્થર માનવામાં આવતો હતો. એવું માનવામાં આવતું હતું કે આ પથ્થર જે પણ પહેરે છે તેની કિસ્મત બગડી જશે. જ્યારે મધ્ય યુગના લોકો માનતા હતા કે આ ઓપલ સ્ટોનમાં અલૌકિક શક્તિઓ રહેલી છે. એવું કહેવામાં આવતું હતું કે તાજા તેજ પાનમાં ઓપલ પથ્થરને લપેટીને હાથમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વ્યક્તિને અદૃશ્ય રહેવાની બધી શક્તિઓ મળી જાય છે.ચકલીની ચરક : રશિયામાં એક એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પક્ષીની ચરક પડે તો તેની સાથે કંઈક સારું થશે. તેનો અર્થ એ છે કે રશિયામાં ચકલીની ચરકને ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો પક્ષી તમારી સામે અથવા કાર પર ચરક કરે તો તમે જલ્દી ધનિક બની જશો. તેવી માન્યતા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!