ફિલ્મની સ્ટોરી બની સત્ય ઘટના, 36 વર્ષ પછી આ યુગલ આવી રીતે મળ્યા વિચાર્યું પણ નહિ હોય

મિત્રો, ફિલ્મની કોઈ સ્ટોરી સત્ય બની જાય તો કેવી નવાઈ લાગે. આપણને જાણે એવું લાગે કે આ તો સપનું અથવા તો કોઈ ફિલ્મ ચાલી રહી છે. પરંતુ એવું નથી હોતું. કારણ કે આ ફિલ્મોમાં જોઈએ તો આપણી આસપાસની ઘટનાઓ દર્શાવવામાં આવતી હોય છે. પછી ભલે આ ઘટનાઓ ઓછા પ્રમાણમાં હોય કે વધુ પ્રમાણમાં.

મિત્રો એક યુગલ 36 વર્ષ પછી ફરી મળી ગયું. આ વાંચતા તમને એવું નથી લાગતું હશે કે આવી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ સફળ થઈ હતી. તો તમે વિચારો કે કંઈ ફિલ્મ છે ? જી હા, મિત્રો ફિલ્મનુ નામ છે વીર-જારા.  લગભગ લોકોએ ‘વીર-જારા’ ફિલ્મને જોઈ હશે. જેમાં જીવનની ઘણી વસંતો એકલા જ જોયા પછી, વીર અને જારા મળે છે. ત્યારે દરેક વ્યક્તિના મનમાં પ્રેમની ગરમી અનુભવાય છે. કેરળમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પરંતુ તે કોઈ ફિલ્મની વાર્તા નથી, એક સાચી લવ સ્ટોરી છે. કેરળમાં 80 વર્ષથી વધુ વયના યુગલો તેમના વતનના વૃદ્ધાશ્રમમાં 36 વર્ષ પછી મળ્યા અને ત્યાંરે ખુશીની જે લહેર જોવા મળી ! તે કંઈક અદ્દભુત હતી.

જે ઉંમરે બંનેને આંખોથી ખુબ ઓછું દેખાતું હોય ત્યારે તરત જ એકબીજાને ઓળખી કાઢ્યા હતા. એ ખુબ જ આશ્ચર્યની કહેવાય. 65 વર્ષ પહેલા લગ્ન કરનાર સૈદુ (90 વર્ષ) અને સુભદ્રા (82 વર્ષ) તેઓ આ વર્ષે અનુક્રમે ઓગસ્ટ અને જુલાઈમાં ત્રિસુર જિલ્લાના પુલ્લુટ નજીક વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા હતા. જ્યારે સૈદુ કામની શોધમાં ઘરેથી નીકળ્યો ત્યારે તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. આ દંપતી ત્રિસુર જિલ્લાના છે. જ્યારે સુભદ્રા અમ્માએ 36 વર્ષ પછી સૈદુનો અવાજ સાંભળ્યો ત્યારે તેને કંઈક પરિચિત અવાજ લાગ્યો. તેણે જોયું કે વૃદ્ધાશ્રમમાં આવનારી નવી વ્યક્તિ કોણ છે અને તે પોતાના પતિને ત્યાં જોઈને  આશ્ચર્ય પામી ગઈ.  વધુ વિગતોમાં જાણવા મળ્યું કે વૃદ્ધાશ્રમ અને સામાજિક કાર્યકરની દેખરેખ રાખનારા અબ્દુલ કરીમે એવું કહ્યું કે, તેઓએ 36 વર્ષ પછી એકબીજાને જોયા હતા. ઉંમરના આ તબક્કે ઓછું દેખાતું હોવા છતાં આ દંપતીએ એકબીજાને ઓળખી લીધા હતા. સૈદુ પોતાની 30 વર્ષની ઉંમરે નોકરીની શોધમાં ઉત્તર ભારત જવા રવાના થયો હતો. વર્ષો વીતતાં સુભદ્રા પણ તેના પતિની રાહ જોતી હતી. પરંતુ તે પાછો ફર્યો નહીં. જ્યારે સુભદ્રાએ તેના પાડોશમાં રહેતા મુસ્લિમ પુરુષ સૈદુ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તેને તેના પહેલા પતિથી બે બાળકો થયા હતા. તેના પહેલા પતિનું મૃત્યુ થઇ ગયું. જ્યારે તેમના બાળકોનું થોડા વર્ષો પહેલા મૃત્યુ થયું હતું,  આ વૃદ્ધ મહિલા પર સમય કહેર વરસાવી રહ્યો હતો. આગળ જાણવા મળતી માહિતી મુજબ કરીમે કહ્યું કે, વૃદ્ધ મહિલાને મંદિરમાં બિમાર પડ્યા પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાંથી તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી હતી. જ્યારે તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય લોકોને આ સ્ટોરી વિશે જાણ થઈ ત્યારે ખુશીની લહેર રેલાઈ ગઈ અને મીઠાઇ વહેંચવામાં આવી હતી. સુભદ્રાએ પણ આ આનંદકારક પ્રસંગે એક મધુર ગીત ગાયું હતું. કરીમે જણાવ્યું કે બંને હવે ખુશ છે અને તેમણે બાકીનું જીવન એક સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment