એક સારી છોકરીની ઓળખ આ હોય છે, દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

એક સારી છોકરીની ઓળખ આ હોય છે, દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

લગભગ કોઈ પણ વ્યક્તિ હોય તેને તેના જીવનમાં એક વાર લગ્ન કરવાની ઈચ્છા અવશ્ય હોય છે. પરંતુ લગ્ન બે વ્યક્તિના મિલનથી સંભવ બને છે. જેમાં છોકરો અને છોકરી જોડાય જાય ત્યાર બાદ લગ્ન પૂર્ણ બને છે. તો મિત્રો લગ્ન બાદ આદર્શ જીવન જીવવું પણ ખુબ જ મહત્વનું છે. કેમ કે લગ્ન બાદ આપણે જોઈએ છીએ કે આજકાલ લોકો થોડા જ દિવસોમાં ડિવોર્સ પણ લઇ લેતા હોય છે. તો લગભગ બંને પાત્રમાં આદર્શતા હોય તો લગ્ન જીવનની મીઠાશ કંઈક અલગ હોય છે. પરંતુ આજે અમે તમને છોકરો કેવી છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે તેના વિશે જણાવશું.

લગભગ બધા છોકરાઓ પોતાના લગ્નને લઈને એવું જ વિચારતા હોય છે કે તેના લગ્ન એક સુંદર અને સુશીલ કન્યા સાથે થાય. જે તેના પરિવાર અને તેને સાચવી શકે અને પ્રેમ આપી શકે. દરેક છોકરાની એવી જ તમન્ના હોય છે કે તેની પત્ની સર્વગુણ સંપન્ન મળે. તો આજે અમે તમને જણાવશું છોકરાઓ કેવી છોકરીની તલાશ લગ્ન માટે કરતા હોય છે.

સૌથી પહેલા છે મધુર ભાષી: મિત્રો મધુર ભાષી એટલે જે જે છોકરી મીઠું બોલતી હોય. છોકરીનો સૌથી સારો ગુણ એ હોય છે કે તે મીઠું બોલતી હોય. વાત વાત પર ગુસ્સો કરતી છોકરીને લગભગ છોકરા નાપસંદ કરતા હોય છે. દરેક છોકરાને મીઠું અને મધુર બોલતી છોકરી વધારે પસંદ હોય છે. જે બધાને તેની બોલીથી આકર્ષિત પણ કરે છે. જો કોઈ છોકરીમાં આ ગુણ હોય તો સૌથી સારો ગુણ છે.

તર્ક હીન: એક સારી છોકરીમાં આ ગુણ હોય છે કે તે સામે વાળી વ્યક્તિ સાથે તર્ક ન કરે. ઘણી વાર બંને પાત્રમાં બહેસ થઇ જતી હોય છે અને સામે વાળું વ્યક્તિ જો વધારે બહેસ કરે તો ઝગડો ઉગ્ર બની હતો હોય છે. પરંતુ જો છોકરીમાં તર્ક ન કરવાની આદત હોય તો છોકરાને તે વધારે પસંદ આવે છે. જેના કારણે ભવિષ્યમાં લગ્નજીવન પણ સુખી રહેવાની સંભાવના હોય છે. સમજદાર છોકરી ક્યારેય પણ બહેસને આગળ નથી વધવા દેતી.

માફી માંગવી: માંફી માંગવી પણ એક સારી છોકરીની ઓળખ હોય છે. જો છોકરીથી કોઈ ભૂલ થઇ જાય તો તે સામેથી માફી માંગી લે છે. કેમ કે ક્ષમા મનુષ્યનો સૌથી મોટો ધર્મ હોય છે. એટલા માટે જે છોકરી માફી માંગી લે તે પણ સારી બાબત કહેવાય છે. માટે છોકરાને આવી છોકરી પણ વધારે પસંદ આવે છે.

સહાનુભૂતિ દેખાડવી: મિત્રો આજના સમયમાં લગભગ એવા ખુબ જ ઓછા લોકો જોવા મળે છે, જે પોતાની અંદર સહાનુભૂતિ રાખતા હોય. પરંતુ છોકરીમાં જો આ બાબત જોવા મળે તો એ ખુબ જ સારી બાબત છે. કેમ કે જે છોકરી જરૂર પડે ત્યારે સહાનુભૂતિ દર્શાવે તે જીવનમાં પ્રેમને ખુબ જ મહત્વ આપે છે. માટે જે છોકરીમાં આ ગુણ હોય તે ખુબ જ સારી બાબત કહેવાય છે.

બિનજરૂરી ખર્ચ ન કરે: જે છોકરી પૈસાને જરૂર પડે ત્યારે જ ખર્ચ કરે અને પૈસાને વ્યર્થ ન વાપરે તે છોકરીનો સૌથી સારો ગુણ કહેવાય છે. કેમ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે છોકરીઓ ખુબ જ ફેશન કરતી હોય છે અને તે પોતાના દેખાવ પર વધારે પૈસા ખર્ચ કરતી હોય છે. તો આજે દરેક વ્યક્તિ પોતાના ઘરને ચલાવવા માટે એક સુવ્યવસ્થિત છોકરીની તલાશ કરતો હોય છે. જો છોકરી ઓછા પૈસા ખર્ચ કરે તો છોકરાને એવી છોકરીઓ ખુબ જ પસંદ આવે છે.

સંસ્કારી: જે છોકરીમાં સારા સંસ્કાર હોય છે તે ઘરના બધા જ વડીલનું કહેવું માનતી હોય છે. જેનાથી ઘરમાં એક સંતુલન જળવાઈ રહે છે. જેના પરિણામ સ્વરૂપ ઘરમાં શાંતિ બની રહે છે. તો આ બધા જ ગુણો છોકરીમાં હોય તો છોકરાને એવી છોકરી વધારે પસંદ આવે છે. પરંતુ મિત્રો છેલ્લે એટલું જણાવી દેશું કે જો કોઈ છોકરો એક આદર્શ છોકરીની શોધ કરતો હોય, તો દરેક છોકરી પણ પોતાના પતિ તરીકે એક આદર્શ પુરુષની શોધ કરતી હોય છે. તે સામેના પાત્રમાં પણ આ બધા ગુણો શોધતી હોય છે. માટે પુરુષે પણ આ બધા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી બંનેનો સંસાર ખુબ જ સુખી અને આનંદમય બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!