આ કારણે મુગલ બાદશાહોની પુત્રીઓ રહી ગઈ કુંવારી.. આ છે તેના ચોંકાવનારા ત્રણ કારણ…

ઇતિહાસની વાત કરવામાં આવે તો ઘણા એવા સવાલો છે જેનો જવાબ હજી સુધી નથી મળ્યો. એમ કહી શકાય કે સવાલોને ઇતિહાસમાં દબાવી દેવામાં આવ્યા છે. મોગલ બાદશાહઓને લઈને અનેક સવાલો, અને ઘટનાઓને હજી સુધી બહાર પાડવામાં નથી આવી. તેમના જીવન, અને કવન અંગે અનેક ગેરસમજો જોવા મળે છે. તો આજે અમે તમને જણાવશું કે મુગલોની પુત્રીઓ એટલે કે શહેજાદીઓ શા માટે કુંવારી જ રહેતી હતી.

આ સવાલ વિશે અનેક જવાબો જોવા મળે છે. જેમ કે તમે જાણો જ છો કે મુગલો એ ઘણા વર્ષો સુધી ભારત પર પોતાની હુકુમત કરી હતી અને તેની અનેક નિશાનીઓ આજે પણ જોવા મળે છે. પરંતુ મોગલ સમ્રાટો વિશે અનેક સવાલો છે જેના જવાબો હજી સુધી નથી મળ્યા. આવા સવાલોમાં એક સવાલ એક એવો પણ છે કે શા માટે મોગલ સમ્રાટ પોતાની દીકરીઓને કુંવારી રાખતા હતા. કેમ કે ખુદ અકબરે પણ પોતાની ત્રણ દીકરીઓને કુંવારી રાખી હતી.

મોગલોના સમય દરમિયાન મોગલ અને રાજપુતો વચ્ચે એવું સમાધાન કરવામાં આવ્યું હતું કે, મોગલ બાદશાહ રાજપૂતોની દીકરીઓને પોતાના ઘરે લગ્ન કરીને લાવી શકે. પરંતુ રાજપૂતોએ મુગલોની દીકરીને લગ્ન કરીને ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. પરંતુ રાજપૂતોનું માનવું હતું કે, જો મુગલ સમ્રાટની દીકરીઓ પોતાના ઘરે આવશે તો તેમનો ધર્મ નાશ પામશે. માટે રાજપૂતોએ મોગલ સમ્રાટની દીકરીઓને પોતાના ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. જ્યારે બીજું એક કારણ એવું પણ જાણવા મળે છે કે, મુગલોને પોતાને બરાબર કોઈ ખાનદાન મળતું ન હતું.જ્યારે બીજું એક કારણ એવું પણ સામે આવે છે કે, હિંદુ ધર્મમાં જમાઈનું સ્થાન ખુબ ઊંચું હોય છે. જો તેઓ પોતાની દીકરીના લગ્ન રાજપૂતોમાં કરે તો તેમની દીકરીના લગ્ન સમયે તેમને નમવું પડે. માટે તેઓ પોતાની દીકરીના લગ્ન કરતા ન હતા. મુગલ બાદશાહઓને પોતાને બરાબર હિન્દુસ્તાનમાં કોઈ સંબંધ મળતો ન હતો અને જો તેના ખાનદાન માટે ઈરાન જવું પડતું. ત્યારે ઈરાન ખુબ જ દુર લાગતું હતું.

જ્યારે ત્રીજું અને મહત્વનું કારણ એ છે કે, લગ્ન થઈ ગયા પછી આ શહેજાદીના પતિ અને તેમના સંતાન મુગલ સામ્રાજ્ય માટે ખતરો બની જવાનો ભય મુગલોને રહેતો. જેમ કે અકબરની બહેનના પતિએ મોગલ સામ્રાજ્યની ગાદી મેળવવા માટે અકબર પર હુમલો કર્યો હતો. પુત્રીનો પતિ શાહી ગાદી પર પોતાના કબ્જો ન મેળવી લે એ હેતુથી મોગલ સમ્રાટ પોતાની દીકરીને કુંવારી જ રાખતા હતા. તે શહેજાદીઓમાં હુમાયુની દીકરી ગુલબદન, અકબરની દીકરી શકરુંનિશા, આરામબાનો અને શાહજહાંની દીકરી જરા આરા, અને રોશન આરા, તેમજ ઓરંગઝેબ ની દીકરી મેહરુનીશા તેમજ મોગલ સમ્રાટની દીકરીઓને કુંવારી જ રહેવું પડ્યું હતું.એવું પણ જાણવા મળે છે કે, આ પરંપરા અકબરના સમયકાળ દરમિયાન શરૂ થઈ હતી. જેનું પાલન અકબર પછી જહાંગીર, શાહજહાં, ઓરંગઝેબે પણ કર્યું હતું.

મુગલકાળ દરમિયાન આ એક એવો સવાલ હતો, જેમાં મોગલ સમ્રાટ પોતાની દીકરીઓના લગ્ન કરતા ન હતા અને તેની પાછળનું કારણ તેઓ એમ જણાવે છે કે, મોગલ પોતાની બરાબરીના લોકો સાથે સંબંધો ઇચ્છતા માંગતા હતા અને પોતાની સત્તા પર કોઈ પણ વ્યક્તિ પોતાનો અધિકાર ન જમાવે તે માટે પણ તેઓ પોતાની દીકરીઓને કુંવારી જ રાખતા હતા.

Leave a Comment