શરીરના આ ચાર અંગને વારંવાર ન કરવું જોઈએ ટચ, થઇ શકે છે ખતરા રૂપ.

શરીરના આ ચાર અંગને વારંવાર ન કરવું જોઈએ ટચ, થઇ શકે છે ખતરા રૂપ.

મિત્રો આપણું આખું શરીર કોઈને કોઈ અંગથી પૂર્ણ હોય છે. આપણા શરીરમ કોઈ નાનું અંગ પણ ન હોય તો એ આપણા માટે મુશ્કેલી વાળું હોય છે. ટૂંકમાં આપણા શરીરમાં રહેલા બધા જ અંગો ખુબ જ મહત્વના હોય છે. જેના કારણે આપણને કાર્યમાં સરળતા રહે છે. તો આજે અમે શરીરના એવા ચાર અંગો વિશે જણાવશું. જેને ખુબ જ સાચવીને રાખવા જોઈએ. કેમ કે તે આપણા શરીરના સૌથી નાજુક અંગ હોય છે. તો ચાલો જાણીએ તેના વિશેની વિશેષ માહિતી આ લેખ દ્વારા.

શરીરના અમુક અંગ ખાસ અને ખુબ જ નાજુક હોય છે. જેની દેખભાળ કરવી ખુબ જ આવશ્યક હોય છે. જેમ કે આંખ, કાન, નાક વગેરે. આજે અમે તમને જણાવશું કે શરીરના અમુક અંગને વારંવાર ટચ કરવાથી સંક્રમણ થવાનો ખતરો વધે છે. જેનાથી આપણી સેહદને ખુબ જ નુકશાન થાય છે. તો તમારે વારંવાર આ બોડી પાર્ટ્સને અડવાથી બચવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારે આ આદત બદલવી જોઈએ. તેનાથી કોઈ ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

સૌથી પહેલું અંગ છે આંખ : તો મિત્રો આંખ એ આપણા શરીરનો ખુબ જ નાજુક ભાગ હોય છે. આપણને હંમેશા ડોક્ટર એવું કહેતા હોય છે કે આંખને વારંવાર હાથ વડે આંખને ટચ ન કરવી જોઈએ. કેમ કે વ્યક્તિ જ્યારે કોઈ કામમાં હોય ત્યારે ઘણી બધી વસ્તુને ટચ કરતા હોય છે. ત્યાર બાદ આંખને ટચ કરતા હોય છે.જેના કારણે ઇન્ફેકશન થવાની સંભાવના રહે છે. આ કારણે આંખને અન્ય પણ ગંભીર સમસ્યા થવાની શક્યતા રહે છે.

બીજું એવું શરીરનું અંગ છે હોઠ : મિત્રો હોઠને પણ વારંવાર હાથ લગાવવાની આદત પણ આપણા માટે ખરાબ સાબિત વારંવાર જો હોઠને ટચ કરવામાં આવે તો સુકા પડી જાય છે. સાથે સાથે જો હોઠમાં ગુલાબી પણું હોય તો એ પણ જતું રહે છે. તેના સિવાય એક વૈજ્ઞાનિક કારણ એ પણ જણાવે છે કે હોઠને હાથ લગાવવા પર આંગળી પરના કીટાણું હોઠ પર લાગી જાય છે. જે મોં ની અંદર જાય છે. જેનાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે.

અન્ડર આર્મ્સ : અન્ડર આર્મ્સને પણ વારંવાર ટચ કરવાથી બચવું જોઈએ. શરીરના આ હિસ્સામાં સૌથી વધારે પરસેવો હોય છે. જેના કારણે ત્યાં ટચ કરવાથી આપણા હાથ પર બેક્ટેરિયા લાગી જાય છે અને શરીરના અન્ય ભાગોમાં પણ તે બેક્ટેરિયા ફેલાય છે. જેના કારણે ઘણી વાર ચામડીના રોગો થવાની સંભાવના રહે છે.

આપણો ચહેરો : મિત્રો આપણા ચહેરાની ત્વચા ખુબ જ નાજુક અને સેન્સેટીવ હોય છે. તેણે વારંવાર ટચ કરવાથી પિમ્પલની સમસ્યા વધી શકે છે. એટલા માટે ચહેરાને હંમેશા સાફ હાથો વડે ટચ કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment

error: Content is protected !!