જો તમારા બાળકને માથું દુઃખે તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે એ મોટી મુશ્કેલીમાં.

મિત્રો આજકાલ જોઈએ તો મોટાભાગના લોકો તેમજ બાળકો માથાના દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. આ માથાના દુઃખાવાના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક કારણો વ્યકતિગત હોય શકે છે. જ્યારે કેટલાક કારણો બિનજરૂરી હોય છે. વધારે પડતા વિચારોથી પણ માથાના દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે. ચાલો તો આપણે આ અનેક તેમજ અગત્યના કારણો વિશે વિસ્તારથી જાણી લઈએ.

આજે મોટા તેમજ બાળકોને માથાના દુઃખાવાની શિકાયત વધુ જોવા મળે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સ્કુલમાં ભણતા લગભગ 75% બાળકોમાં માથાના દુઃખાવાની ફરિયાદ જોવા મળી હતી. આ માથાનો દુઃખાવો ઘણા કારણોથી થઈ શકે છે. જ્યારે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સ્કુલ જતા 58.4% બાળકોમાં તણાવને કારણે માથાનો દુઃખાવો જોવા મળ્યો છે. જ્યારે ઘણા બાળકોમાં માથાનો દુઃખાવો અન્ય કારણોથી પણ જોવા મળ્યો છે.

બાળકોમાં માથાના દુઃખાવાના કારણો : અભ્યાસમાં નબળા હોવું, સારું પ્રદર્શન ન કરી શકવું, તેમજ શારીરિક ગતિવિધિ ઓછી હોવી વગેરે બાળકોને માથાના દુઃખાવા માટે જવાબદાર હોય છે. આમ બાળકોની તંદુરસ્તી કેવી છે, શું તેને પહેલેથી કોઈ બીમારી છે ? આ બધી બાબતો દ્વારા માથાના દુઃખાવાનું સાચું કારણ જાણી શકાય છે. આમ માથાના દુઃખાવાનું સાચું કારણ જાણીને કોઈ સારા ડોક્ટરને બતાવી શકાય છે. બાળકોમાં માથાના દુઃખાવાના થોડા સામાન્ય કારણો હોઈ શકે છે. જે મોટાભાગના બાળકોમાં જોવા મળે છે. ઘણા બાળકો આવા પ્રકારના માથાના દુઃખાવાની ફરિયાદ કરે છે.તણાવને કારણે થતો માથાનો દુઃખાવો : તણાવને કારણે થતા માથાના દુઃખાવામાં માથું બંને બાજુ દુઃખે છે. તેના કારણે માથું અને ગરદનની માંસપેશીયોમાં ખેંચાણ થાય છે. આમ લોકો અને બાળકોમાં તણાવને કારણે આ પ્રકારનું દર્દ થાય છે. તણાવગ્રસ્ત થવાથી તેમજ થાક અનુભવ કરવાથી માથું અને ગરદનનો રક્ત પ્રવાહ અવરોધિત થાય છે. જેને કારણે માથું દુઃખે છે.

ધીમી ગતિએ થતો માથાનો દુઃખાવો : ઘણા બાળકોમાં માથાનો દુઃખાવો ખુબ ધીમી ગતિ થાય છે. એટલે કે થોડી વાર દુઃખે અને થોડી વાર સારું થઈ જાય. આમ એક વખત શરૂ થઈ ગયા પછી આ દુઃખાવો 15 મિનીટ રહે છે. આ માથાના દુઃખાવામાં એક બાજુ જ માથું દુઃખે છે, જે ખુબ દુઃખાવો કરે છે. આ પ્રકારના માથાના દુઃખાવામાં બેચેની, આંખમાં પાણી આવવું, નાક બંધ થઈ જવું. જેવા લક્ષણો જોવા મળે છે.માઈગ્રેન : ઘણા બાળકોમાં માઈગ્રેનને કારણે  માથાના દુઃખાવો જોવા મળે છે. માઈગ્રેનમાં માથાની એક બાજુ ખુબ દુઃખાવો થાય છે. તેના કારણે માંસપેશીયોમાં ખેંચાણ થાય છે. માઈગ્રેનના દુઃખાવામાં ઉલટી, બેચેની જેવી સમસ્યા જોવા મળે છે.

પૂરી નીંદર ન કરવી : તણાવ, નીંદર ન આવવી, અને થાકને કારણે પણ બાળકોને માથું દુઃખે છે. જરૂરિયાત કરતા વધુ શારીરિક ગતિવિધિ, આંખ ભારે થવી, ફ્લુ અથવા વાયરસ ઈન્ફેકશનને કારણે પણ માથાનો દુઃખાવો થઈ શકે છે. આમ તમારું બાળક સામાન્ય કરતા વધુ માથાના દુઃખાવાની ફરિયાદ કરે છે તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવવી.

Leave a Comment