શરૂ કરો દમદાર નફાવાળો આ બિઝનેસ, દર મહિને 70 હજાર રૂપિયા કરતા વધુ થશે કમાણી….

જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યાં છો તો તમે ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરી શકો છો. ઓછા પૈસામાં આ બમ્પર કમાણી થાય તેવો બિઝનેસ છે. સરકારી અને ગેરસરકારી એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ સમય દેશમાં ડેરી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. તેવામાં આ બિઝનેસ દ્વારા દર મહિને લગભગ 70 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકો છો. ખાસ વાત એ છે કે, તેના કારણે તમને વધારે પડતા સંસાધનની જરૂર નથી તમે થોડા પૈસામાં તેને શરૂ કરી શકો છો. તો આવો જાણીએ કે આ બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરવો…

ખર્ચ કરવા પડશે આટલા પૈસા : પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમથી તૈયાર કરેલા પ્રોજેક્ટ પ્રોફાઈલ અનુસાર, લગભગ 16 લાખ 50 હજાર રૂપિયાથી પ્રોજેક્ટ તૈયાર કરી શકાય છે. તેમાં તમને લગભગ 5 લાખ રૂપિયાનું ફંડની વ્યવસ્થા કરવી પડશે. જ્યારે તેમાં 70 ટકા પૈસાની મુદ્રા સ્કીમ હેઠળ બેંક તમને આપશે. બેંકથી તમને ટર્મ લોન તરીકે 7.5 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન તરીકે 4 લાખ રૂપિયા મળશે.

બનાવી શકો છો આ પ્રોડક્ટ્સ : તમે તેમાં ફ્લેવર મિલ્ક, દહીં, બટર મિલ્ક અને ઘી બનાવીને વહેંચી શકો છો. તે ઉપરાંત તમે ડેરીથી જોડાયેલી બીજી ઘણી પ્રોડક્ટ્સ બનાવી શકો છો.આ રો-મટિરિયલની જરૂર પડશે : એક મહિનાના રો-મટિરિયલની વાત કરીએ તો તમારે લગભગ 12 હજાર 500 લીટર કાચુ દૂધ જોઈશે. તે ઉપરાંત લગભગ 1 હજાર કિલો ખાંડની જરૂર પડશે. ફ્લેવર પ્રોડક્ટ માટે તમારે 200 કિલોગ્રામ ફ્લેવર અને 625 કિલોગ્રામ સ્પાઇસ અને મીઠાની વ્યવસ્થા કરવી પડશે. આ વસ્તુઓનો દર મહિને ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા થશે.

જોઈશે આટલી જગ્યા : જો જગ્યાની વાત કરીએ તો આ બિઝનેસ માટે તમારે ઓછામાં ઓછી એક હજાર વર્ગ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે. તેમાંથી પ્રોસેસિંગ એરિયા માટે લગભગ 500 વર્ગ ફૂટ જગ્યા જોઈશે. આ ઉપરાંત 150 વર્ગ ફૂટ રેફ્રિજરેશન રૂમ, 150 વર્ગ ફૂટનો વોશિંગ એરિયા, ઓફિસ સ્પેસ 100 વર્ગ ફૂટ અને ટોયલેટ જેવી સુવિઘા માટે 100 વર્ગ ફૂટ સ્પેસની જરૂર પડશે.થઈ શકે છે આટલો નફો : જો એક વર્ષમાં 82 લાખ 50 હજાર રૂપિયાનું વેચાણ કરો છો અને તમારું વર્ષ દરમિયાન ખર્ચ લગભગ 74 લાખ 40 હજાર રૂપિયા થશે, તેમાં કોસ્ટની સાથે-સાથે લોન પર 14 ટકાનો દર વ્યાજ પણ સામેલ થશે. આ રીતે એક વર્ષમાં તમારે લગભગ 8 લાખથી 10 હજાર રૂપિયાનો શુદ્ધ નફો થશે.

સરકાર આ રીતે કરશે બિઝનેસમાં મદદ : ડેરી પ્રોડક્ટના આ બિઝનેસમાં તમે સરકાર પાસેથી પણ મદદ લઈ શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા લોન સ્કીમ હેઠળ તમે સરકાર તરફથી પૈસાની મદદ લઈ શકો છો. આ લોન સ્કીમ હેઠળ સરકાર પૈસા લેવાની સાથે-સાથે તમને આ બિઝનેસ વિશે પણ જાણકારી આપશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment