આ ટીપ્સથી ઘરે બેઠા બેઠા તમારા સોનાના ઘરેણાને આપો નવી ચમક… ચળકી ઉઠશે એકદમ

મિત્રો આ દુનિયામાં ખુબ જ ઓછા લોકો એવા હશે જેને સોનું પસંદ ન હોય. ખાસ કરીની મહિલાઓ. મિત્રો મહિલાઓ સોનાની ખુબ જ દીવાની હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને સોના વિશે ખુબ જ મહત્વની જાણકારી જણાવશું. આમ જોઈએ તો સાચું સોનું ક્યારેય પણ કાળું પડતું નથી. પરંતુ આપણે સતત ને પહેરવાના ઉપયોગમાં લેતા હોઈએ તો તેમાં મેલ ભરાય જતો હોય છે. જેના કારણે સોનાની ચમક ઓછી થવા લાગે છે. તો ઘણા લોકો સોનીને ત્યાં જઇને પોલીશ કરાવતા હોય છે.

પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખમે એવી ટીપ્સ જણાવશું, જેનાથી તમારે સોની પાસે પણ નહી જવું પડે અને સોનું પણ ચળકી ઉઠશે. કેમ કે જો એ ઘરેણાને ઘરે જ સાફ કરી લેવામાં આવે તો કોઈ સમસ્યા જ નથી રહેતી. જેનો આસાન ઉપાય આજે અમે તમને જણાવશું.

મિત્રો લગભગ બધા જ લોકો અરીઠાથી માહિતગાર હશે. પરંતુ વાળ માટે ખુબ જ ઉપયોગી અરીઠાથી સોનું ધોવામાં આવે તો તેની રંગત કંઈક અલગ જ આવે છે. સોનાની ચમક માટે અરીઠાની ચમક ખુબ જ આકર્ષક આવે છે. તો ચાલો જાણીએ અરીઠાથી કંઈ રીતે સોનાને ચમકાવી શકાય. તેના ચાર સ્ટેપ છે.

પહેલું સ્ટેપ : લગભગ અરીઠાથી વાળ ધોવાના હોય છે ત્યારે મહિલાઓ અરીઠાને પાણીમાં પલાળે છે. પરંતુ સોનાને અરીઠાથી સાફ કરવા માટે અરીઠાને પાણીમાં પલાળવા નહિ. સૌથી પહેલા એક તપેલીમાં પાણી લો અને તેને ખુબ ઉકાળો. પરંતુ તેમાં અરીઠા નથી નાખવાના.

બીજું સ્ટેપ : એક અરીઠું લેવાનું, ત્યાર બાદ તેને ચીપિયા વડે બરાબર પકડવાનું અને ગેસ પર ગરમ કરવાનું. બધી જ બાજુથી તેને બાળી નાખવાનું અને બરાબર ખાતરી કરી લો. તે બળી ગયા બાદ કાળું બની જશે.

ત્રીજું સ્ટેપ : અરીઠું બિલકુલ બળીને કાળું થઇ જાય, ત્યાર બાદ તેને ગરમ પાણીમાં નાખો. ત્યાર અરીઠું નાખેલ પાણીને ખુબ હલાવો. જેમ જેમ હલાવતા જશો, તેમ તેમ પાણીનો રંગ બદલતો જશે.

ચોથું સ્ટેપ : પાણી ઠંડું પડે ત્યાં સુધી તેને હલાવતા રહો.પાણી ઠંડું થાય એટલે અરીઠાને એજ પાણીમાં બરોબર ચોળી નાખો. જ્યારે અરીઠા ચોળાઈ જશે ત્યારે તેમાં ફીણ પણ બનશે. ફીણ બને એટલે તેમાં દાગીના નાખી દેવાના. થોડી વાર માટે તે પાણીમાં જ દાગીના રહેવા દેવાના. ત્યાર બાદ જો ઘરેણાની નક્શીમાં જો વધારે મેલ હોય તો બ્રશના ઉપયોગથી એક દમ ક્લીન કરી શકો.

ત્યાર બાદ ઘરેણાને એ અરીઠા વાળા પાણીમાંથી બહાર કાઢો અને સાદા પાણીથી તેને સાફ કરો. ત્યાર બાદ તમે ઘરેણાને જોતો તો એકદમ સાફ અને ચમકદાર જોવા મળશે.  કોઈ પણ સોનાના ઘરેણા હોય તમે આ રીતે તેને સાફ કરશો તો ખુબ જ નવા જેવા ચમકદાર ઘરેણા બની જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment