દર વર્ષે ચીન 50 લાખ જેટલા ગધેડાને મારી નાખે છે, ફક્ત માંસ મેળવવા નથી મારતા, કારણ છે કઈક આવું…

આખી દુનિયામાં ગધેડાની આબાદી ખુબ જ ઝડપથી ઓછી થઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, પાંચ વર્ષની અંદર વર્તમાન સંખ્યા કરતા અડધી થઈ જશે. હાલ આખી દુનિયામાં લગભગ 44 મિલિયન ગધેડા છે. તેમાં વધારે ગધેડા એ દેશોમાં છે જ્યાં આર્થિક વ્યવસ્થા કમજોર હોય, જેમ કે આફ્રિકન દેશો અને પાકિસ્તાન. ચીન દરેક વર્ષમાં લગભગ 50 લાખ ગધેડા ખરીદી છે. તેનું કારણ છે ત્યાં દવાની માંગ પૂરી થઈ શકે. ત્યાં પશુ ઓછા હોવાના કારણે તસ્કરો ગધેડાની ચોરી પણ કરે છે. આ જ કારણે ગધેડા ઓછા થવા લાગ્યા છે.

તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, ચીન સૌથી વધુ ગધેડા ખરીદે છે. કેમ કે ગધેડાને મારીને તેની એક દવા બનાવે છે. ચીનમાં ગધેડાને બેફામ મારી નાખવામાં આવે છે અને તેમાંથી દવા બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ચીન ગધેડા સાથે શું કરે છે.

ચીનમાં ટ્રેડીશનલ ચાઇનીઝ મેડિસીન(TCM) નો ખુબ જ મોટો વ્યાપાર છે. તેનો વેપાર ત્યાં લગભગ 130 મિલિયન ડોલરનો માનવામાં આવે છે. તે અનુસાર ત્યાં ઘણા પ્રકારના જંગલી જાનવરોની દવા બનાવવામાં આવે છે. જેમ કે, સાપ, વીંછી, કરોળિયો અને વંદા, અને આ યાદીમાં ગધેડા પણ શામિલ છે. ગધેડાની ચામડી બનતી જિલેટિન પદાર્થથી ચીનમાં એજીયાઓ (ejiao) નામની દવા બનાવવામાં આવે છે.

ટ્રેડીશનલ ચાઇનીઝ મેડિસીન(TCM) અનુસાર આવતી આ દવા શરીરની ઇમ્યુનિટી વધારવા માટે આપવામાં આવે છે. આ સિવાય સાંધાના દુઃખાવામાં પણ કરગર માનવામાં આવે છે. રીપ્રોડક્ટિવ સમસ્યામાં પણ ગધેડાની ચામડી માંથી બનેલ જિલેટિન દવાની જેમ ઉપયોગમાં લેવાય છે. આ દવા ચોકલેટના બાર જેવા આકારની દેખાય છે, પરંતુ તે ખુબ જ કઠોર હોય છે. આ દવાને ગરમ પાણી અથવા તો આલ્કોહોલની સાથે લેવામાં આવે છે.

આ દવાને બનાવવા માટે ગધેડાને મારીને પાણીમાં કોઈ કેમિકલની સાથે મિક્સ કરીને ડુબાડી દેવામાં આવે છે. ત્યાર બાદ તેની ચામડીને સારી કાઢી લેવામાં આવે છે અને પછી તેને ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગધેડાની ચામડીમાં એક ચીકણો પદાર્થ નીકળે છે, તેને એજીયાઓ કહેવાય છે. બીમારીઓના ઈલાજ સિવાય તેનો ઉપયોગ યૌન તાકાત વધારવા માટે થયા છે, તેના કારણે ચીનમાં આ દવાની ખુબ જ ભારે ડિમાન્ડ છે. The Donkey Sanctuary ના અનુસાર વર્ષ 2013 થી 2016 ની વચ્ચે એજીયાઓ દવાનું ઉત્પાદન 3,200 ટનથી વધીને 5,600 ટન થઈ ગયું છે. એટલે દર વર્ષે તેના ઉત્પાદનમાં લગભગ 20% વધારો થઈ રહ્યો છે.

વધતી માંગ સ્તાહે ચીનમાં વર્ષ 1992 માં ગધેડા ઓછા થવા લાગ્યા હતા. તેનું એક કારણ એ પણ હતું કે ચાઈનામાં ઉદ્યોગ અને બિઝનેસ વધી ગયા. તેવામાં એજીયાઓ બનાવવા માટેની માંગ પૂરી કરવામાં માટે ચીને એક ઉપાય કર્યો. તેઓ ગરીબ દેશોમાંથી ગધેડાને આયાત કરવા લાગ્યા. ગધેડા પર કામ કરતી બ્રિટીશ સંસ્થા The Donkey Sanctuary ના અનુસાર ચીનમાં દર વર્ષે આ દવા માટે 50 લાખ કરતા વધારે ગધેડાની જરૂર પડે છે. આ માંગને પૂરી કરવામાં જ ગધેડાનું નિકંદન નીકળવા લાગ્યું.

આ રીતે પશુઓની ખરીદી અને આયાત ઇન્ટરનેશનલ ટ્રેડ અનુસાર અવૈધ છે. એટલા માટે તેનો સાચો ડેટા નથી મળી રહ્યો કે, ચીન કેટલા ગધેડાને મારી નાખે છે. પરંતુ અનુમાનના આધારે 50 લાખ કરતા પણ વધારે છે. દવાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ દિવસોમાં પાકિસ્તાન અને આફ્રિકા સિવાય બ્રાઝિલમાંથી પણ ગધેડા મોકલવામાં આવી રહ્યા છે. માત્ર બ્રાઝિલમાં જ વર્ષ 2007 માં ગધેડાની આબાદીમાં 30% સુધીની કમી આવી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ત્યાર બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ગધેડાની તસ્કરી કરીને ચીન જવા લાગી.

ગધેડા માત્ર દવા બનાવવા દરમિયાન જ મારવામાં નથી આવતા. એક દેશથી બીજા સુધી લઈ જવા માટે દરિયાઈ રસ્તામાં મુસાફરી દરમિયાન 20% કરતા પણ વધારે ગધેડાના મૃત્યુ થઈ જાય છે. The Donkey Sanctuary ના CEO માઈક બેકર કહે છે કે, સમુદ્રી અથવા તો સડક યાત્રા દરમિયાન આ પશુઓને ખાવા-પીવા માટે કંઈ પણ આપવામાં નથી આવતું. પરંતુ જો કોઈ બીમારી ફેલાય તો તેના માટે કોઈ પશુ ચિકિત્સક પણ સાથે નથી હોતા.

માત્ર એટલું જ નહિ મિત્રો, CNN ના રીપોર્ટ અનુસાર ચીનની માંગને પૂરી કરવા માટે  ગધેડાનું બાળક  અને બીમાર ગધેડા હોય તો પણ સરહદ પાર કરાવવામાં આવે છે. બીજી તરફ જ ગધેડાના પ્રજનનનો દર બીજા જાનવરોથી ઓછો હોય છે અને ગધેડાના બાળકોને મેચ્યોર અને પ્રજનન કરવા લાયક બનાવામાં ખુબ જ સમય લાગે છે. આ કારણે જ ગધેડાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે.

Leave a Comment