બાથરૂમની ગંદી અને દાગ વાળી મેલી થયેલી બાલ્ટી અને ટબ, 2 મિનીટમાં થઇ જશે સાફ… અજમાવો આ 1 ટિપ્સ… આખો બાથરૂમ સેટ ચમકવા લાગશે…

મિત્રો દરેક મહિલા પોતાના ઘરની સફાઈનું ધ્યાન રાખે છે. આ માટે તે દરેક વસ્તુ ચોખી રહે તે માટે અનેક પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પણ ઘણી વખત ઘરની અંદર અમુક જગ્યાના ડાઘ ઝડપથી જતા નથી. તેમાં પણ ખાસ કરીને બાથરૂમની બાલ્ટી પણ આવે છે. જો તમારા ઘરમાં પણ બાથરૂમની બાલ્ટી ખુબ જ ખરાબ થઇ ગઈ છે. અને તમે અનેક ઉપાયો કરવા છતાં ઝડપથી તે ડાઘ જતા નથી તો તમે અહી આપેલ કેટલીક ટીપ્સને ફોલો કરી શકો છો. તેનાથી તમારા બાથરૂમની બાલ્ટી એકદમ ચમકવા લાગશે. ચાલો તો આપણે આ ટીપ્સ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

ઘરમાં બાથરૂમ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી જગ્યા છે. અહીં રાખેલી બાલ્ટી ખૂબ જ જલ્દી ગંદી થઈ જાય છે. જેને સમયે સમયે સાફ કરવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. તેને સાફ કરવામાં ઘણી મહેનત લાગે છે, લોકો સામાન્ય રીતે ક્લીનિંગ એજન્ટનો યુઝ કરે છે જે ઘણા મોંઘા હોય છે. તમે ઇચ્છો તો ખૂબ જ સરળતાથી ઘરમાં રહેલ વસ્તુઓથી પણ ખૂબ જ સરળતાથી બાથરૂમની બાલ્ટીને ચમકાવી શકો છો. તેમાં વધારે મહેનત પણ લગતી નથી અને પૈસા પણ બચી જાય છે. 1) બેકિંગ સોડા:- બેકિંગ સોડા એક એવો સામાન છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. તેનો ઉપયોગ રસોડામાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. તમે તે બેકિંગ સોડાનો યુઝ કરીને બાથરૂમની ગંદી બાલ્ટીની સફાઈ કરી શકો છો, જે માટે તમારે લીંબુનો રસ, લિક્વિડ ડિશ સોપ અને સ્ક્રબની જરૂરિયાત રહેશે. 

એક વાસણ કે વાટકીમાં થોડો બેકિંગ સોડા, ડિશ સોપ અને લીંબુના રસને સરખી રીતે મિક્સ કરો, પછી આ પેસ્ટને ગંદી બાલ્ટી પર સરખી રીતે લગાડી લો. આ પેસ્ટને લગભગ 10 થી 15 મિનિટ સુધી બાલ્ટી પર લાગેલ રહેવા ડો અને પછી સ્ક્રબની મદદથી બાલ્ટીને રગડીને સાફ કરી લો, તેના પર લાગેલી ગંદકી સરળતાથી સાફ થઈ જાય છે.

2) વ્હાઇટ વિનેગર:- વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરીને બાથરૂમમાં રહેલ પ્લાસ્ટિકની પીળી પડેલી બાલ્ટીને મિનિટોમાં ચમકાવી શકો છો. તે માટે 2 કપ વ્હાઇટ વિનેગર, પાણી અને સ્પંજની જરૂર પડે છે. પીળી પડેલી બાલ્ટીને સાફ કરવા માટે 2 કપ સફેદ સિરકાની સાથે થોડું પાણી મિક્સ કરો અને પછી સ્પંજને પલાળીને બાલ્ટીને સરખી રીતે રગડીને સાફ કરો. પછી સાફ પાણીથી બાલ્ટી ધોઈ લો. બાલ્ટી ચમકી જાય છે.3) હાઈડ્રોજન પેરોક્સાઈડ:- હાઈડ્રોજન પેરોક્સાઈડ બાલ્ટીની પીળાશ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. માત્ર પાણીમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરો અને પછી તેમાં બ્રશ મિક્સ કરીને બાલ્ટીને સાફ કરો, જિદ્દી ડાઘ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. 

4) બ્લીચ:- બ્લીચમાં થોડું પાણી મિક્સ કરો અને હાથમાં ગ્લવ્સ પહેરીને કપડાની મદદથી બાલ્ટી સાફ કરો. 

5) કોફી:- કોને ખબર હતી કે કોફી પીવા સિવાય સાફ-સફાઈમાં પણ કામ આવી શકે છે. પરંતુ આ જિદ્દી ડાઘને ખૂબ જ સરળતાથી કાઢી શકે છે. તમારે માત્ર જરૂર છે થોડા કોફી પાવડરની, તેનાથી બાલ્ટીને સરખી રીતે રગડો અને 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.6) ગરમ પાણી અને ડીટર્જંટ:- જો તમારી પાસે આ વસ્તુઓમાંથી કઈ પણ ન હોય તો ઘભરાશો નહીં, બસ ગરમ પાણી અને કપડાં ધોવાનો ડીટર્જંટથી પણ કામ થઈ શકે છે. ગરમ પાણી અને ડીટર્જંટમાં સ્ક્રબની મદદથી બાલ્ટી સાફ કરો. 

બાથરૂમની બાલ્ટીની પીળાશ અને જિદ્દી ડાઘ કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ, ઉપર જણાવેલા ઘરેલુ ટિપ્સની મદદથી તમે સરળતાથી બાલ્ટીને ચમકાવી શકો છો. આમ આ વસ્તુઓના ઉપયોગથી તમે ઝડપથી પોતાના બાથરૂમની બાલ્ટી સાફ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment